________________
૨૬
યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૫
શ્રદ્ધ0'=શ્રદ્ધાનંત આત્માર્થી આત્માને હોય છે. અર્થાત્ તેવા પ્રકારનો દર્શનમોહનીયકર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ વિશેષ થવાથી “સંપ્રત્યય''=સમ્યમ્ (દઢ) પ્રતીતિ (વિશ્વાસ) અત્યન્ત વિશ્વાસ તથા આદિ શબ્દથી અત્યન્ત પ્રેમ અને અત્યન્ત રુચિ પૂર્વકની શ્રદ્ધાવાળાને તીવ્રબોધ થવા દ્વારા, શાસ્ત્રોના સૂક્ષ્મમાં સૂક્ષ્મ અર્થોની પટુતા યુક્ત બોધ થવાના કારણે વસા = તે આગમોના વચનોના આધારે વિન:= અલ્પ પણ અપૂર્ણતા કે વિકલતા વિનાનો, અર્થાત્ કાલ-વિનય-બહુમાન આદિ આચારોની વિકલતાના કારણે જે બાધા (દોષ-અતિચાર) આવી શકે તેવા પ્રકારના દોષ અને અતિચાર રૂપ બાધા વિનાનો જે ધર્મવ્યાપાર તે શાસ્ત્રયોગ સમજવો.
- જે જે આત્માઓ શાસ્ત્રોના સૂક્ષ્મ અભ્યાસમાં અપટુ =કુશળતા વિનાના હોય છે તેઓ પોતાની યોગદશામાં ક્યારે ક્યારે કેવા કેવા અતિચાર-દોષો લાગી જાય તેની જાણકાર હોતા નથી. તેથી અપટુ આત્માઓ દોષ સેવનારા બની જાય છે. પરંતુ આ યોગમાં આવેલા જીવો તીવ્રબોધવાળા=પટુ ક્ષયોપશમવાળા કુશળતાવાળા હોવાથી પોતાની યોગદશાની સાધનામાં ક્યારે ક્યાંય પણ અલ્પદોષ ન લાગી જાય તેની સંપૂર્ણ સાવધાની (કાળજી) યુક્ત હોય છે. આ પ્રમાણે (૧) અપ્રમાદી, અને શ્રદ્ધાયુક્ત આત્માનો શાસ્ત્રીય-તીવ્રબોધના કારણે અપૂર્ણતા-વિકલતા વિનાનો યથાશવિત = પોતાની શારીરિકાદિ શક્તિને અનુસાર કરાતો જે જે ધર્મવ્યાપાર હોય છે. તે સર્વ ધર્મવ્યાપારને શાસ્ત્રયોગ કહેવાય છે.
યથાવિત = કોઈપણ ધર્માનુષ્ઠાન શક્તિને અનુસાર કરવાં જોઈએ. યથાશક્તિના બે અર્થો છે. એક શક્તિ છુપાવવી નહિં. અને બીજો શક્તિ ઉપરાંત કરવું નહીં.
અહીં પહેલો અર્થ તો સામાઃિ = શબ્દથી જ આવી જાય છે. એટલે મુખ્યતાએ બીજો અર્થ લેવો. શક્તિ ઉપરાંત કરવાથી આર્ત-રૌદ્રધ્યાન થવા દ્વારા વધુ નુકશાન થાય. માટે યથાશક્તિ જે ધર્મવ્યાપાર તે શાસ્ત્રયોગ જાણવો.
ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગમાં મુખ્ય મુખ્ય તફાવત આ પ્રમાણે છે. પહેલામાં ઇચ્છાની પ્રધાનતા છે. પ્રમાદનો સદ્ભાવ છે. અપૂર્ણ ધર્મવ્યાપાર છે. અને અવિધિદોષ છે. જ્યારે શાસ્ત્રયોગમાં શાસ્ત્રની પ્રધાનતા છે પ્રમાદનો અભાવ છે. પરિપૂર્ણ ધર્મવ્યાપાર છે. અને વિધિયુક્ત ધર્મવ્યાપાર છે.
- શાસ્ત્રયોગમાં મુખ્ય મુખ્ય બાબતો આ પ્રમાણે છે. (૧) શાસ્ત્રીય સૂક્ષ્મબોધ, (૨) પ્રમાદનો અભાવ, (૩) શ્રદ્ધાયુક્તતા, (૪) આગમાનુસારી વિધિસાપેક્ષતા, (૫) પરિપૂર્ણ (ખામીરહિત) ધર્મવ્યાપાર. (૬) યથાશક્તિ. (શક્તિ ઓળંગ્યા વિના) આ છ બાબતોવાળું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org