________________
ગાથા : ૫
યોગદૃષ્ટિ સમુચ્ચય
જે ધર્માનુષ્ઠાન તે શાસ્ત્રયોગ જાણવો. I૪
सामर्थ्ययोगलक्षणमाह
હવે ત્રીજા સામર્થ્યયોગનું લક્ષણ જણાવે છે.
शास्त्रसन्दर्शितोपायस्तदतिक्रान्तगोचरः । शक्त्युद्रेकाद्विशेषेण, सामर्थ्याख्योऽयमुत्तमः ॥ ५ ॥
ગાથાર્થ :- સામાન્યપણે શાસ્ત્રોમાં જણાવેલા ઉપાયોવાળો, અને (૨) વિશિષ્ટ પ્રકારની શક્તિની અતિશય પ્રબળતાને લીધે શાસ્ત્રના વિષયથી પર, એવો આ ત્રીજો સામર્થ્યનામનો ઉત્તમ યોગ છે. અને ત્રણે યોગમાં આ સર્વોત્તમયોગ છે. પ
૨૭
ટીકા =‘શાસ્ત્રસવૃશિતોષાયઃ '' કૃતિ સામાન્યેન શાસ્ત્રાભિહિતોપાય: સામાન્યેન शास्त्रे तदभिधानात् । " तदतिक्रान्तगोचरः" इति शास्त्रातिक्रान्तविषयः । कुत इत्याह- शक्त्युद्रेकाद् इति शक्तिप्राबल्यात् । "विशेषेण" इति न सामान्येन शास्त्रातिक्रान्तगोचरः, सामान्येन फलपर्यवसानत्वाच्छास्त्रस्य । "सामर्थ्याख्योऽयं " इति सामर्थ्ययोगाभिधानोऽयं योगः " उत्तमः " = सर्वप्रधानः तद्भावभावित्वात्, अक्षेपेण प्रधानफलकारणत्वादिति ॥ ५ ॥
Jain Education International
=
વિવેચન જે યોગની પ્રાપ્તિમાં આત્માનું પોતાનું સામર્થ્ય જ પ્રધાન છે તે યોગને સામર્થ્યયોગ કહેવાય છે. આ યોગમાં પ્રવેશ કરવાના ઉપાયો શાસ્ત્રોમાં સામાન્યથી જણાવ્યા હોય છે.પરંતુ વિશેષે તો પોતાના આત્મબળથી (અનુભવબળથી) જ તેમાં પ્રવેશ કરાય છે, જેમ કે-માર્ગના અજાણ એવા કોઇક મુસાફરે માર્ગના જાણકારને માર્ગ પૂછ્યો, ત્યારે જાણકારે આંગળી ચીંધીને તે અજાણ મુસાફરને માર્ગ બતાવ્યો, એટલે કે આગળ જતાં જમણા અથવા ડાબા વળવાનો ઇત્યાદિ માર્ગ બતાવ્યો, પરંતુ તે જણાવ્યા પ્રમાણેના માર્ગમાં ચાલવાનું, આગળ વધવાનું, અને જેમ જેમ માર્ગ સાંપડતો જાય તેમ તેમ અદમ્ય ઉત્સાહપૂર્વક આગળ આગળ ચાલવામાં તેને પોતાને જ અપૂર્વ શક્તિ પ્રગટ થાય છે. અને તે પોતાની શક્તિ જ કામ આવે છે. તેવી રીતે શાસ્ત્રોમાં સામર્થ્યયોગ પ્રાપ્ત કરવાના સામાન્યથી ઉપાયો બતાવ્યા છે. પરંતુ તેમાં જણાવેલી દિશા પ્રમાણે ચાલતાં ચાલતાં સ્વયં માર્ગ દેખાવા લાગે છે. તેથી તેનામાં પોતાનામાં જ અધિક સામર્થ્ય (બળ) પ્રગટ થઇ જાય છે. આગળ વધવાનો ઉત્સાહ સાંપડે છે. માર્ગ ભૂલી ગયાનો ભય નષ્ટ થઇ જાય છે. સંદેહ દૂર થઇ જાય છે. પોતાનો આત્માનુભવ જ વધુ વિકાસમાં શક્તિ અર્પે છે. જ્યારે “આત્માનુભવ”નો જ સહારો મળી જાય છે ત્યારે શાસ્ત્રની આવશ્યક્તા પણ રહેતી નથી. તેથી જ શાસ્ત્રના
For Private & Personal Use Only
www.jainelibrary.org