________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
વિષયથી અતિક્રાન્ત વિષયવાળો આ યોગ બને છે. કારણ કે જે માર્ગ પહેલાં દૂર-દૂર, લાંબો-લાંબો, અને મુશ્કેલ દેખાતો હતો તે જ માર્ગ હવે નજીક, ટૂંકો અને સરળ દેખાવા લાગે છે. મોહનીયકર્મનો વિશિષ્ટ વિશિષ્ટ ક્ષયોપશમ થવાથી શક્તિનો ઉદ્રેક થાય છે. તેથી આત્માનુભવના બળે જ શ્રેણિમાં આરૂઢ થાય છે. તે જ આ સામર્થ્યયોગ છે. અતિશય શક્તિનો આવિર્ભાવ થવામાં અત્યાર સુધી કરેલી શાસ્ત્રાનુસારી યોગસાધના જ પ્રધાન કારણ છે. તે કારણથી અત્યારે આત્માનુભવ જ બળવાન હોવાથી આ આત્મા શાસ્ત્રના વિષયથી વિશેષે કરીને પર છે તો પણ સામાન્યથી શાસ્ત્રના વિષયનું ઉલ્લંઘન કરવાના વિષયવાળો આ યોગ હોતો નથી. અત્યાર સુધી ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગ જે સેવ્યો, તેનું ફળ અંતે આ જ આવવાનું હતું કે પ્રથમના બે યોગના બલિષ્ઠ આસેવનથી સામર્થ્યયોગમાં આ જીવ આરૂઢ થાય. એટલે શાસ્ત્રયોગ અંતે તો આમાં જ (જીવને સામર્થ્યયોગમાં લઇ જવામાં જ) ફળ-પર્યવસાન પામનાર હતો. અને અંતે તે જ ફળ આવ્યું. માટે સામાન્યથી આ યોગ શાસ્ત્રાતિક્રાન્ત વિષયવાળો નથી. શાસ્ત્રાનુસારી જ છે. પરંતુ વિશેષે વિચારીએ તો આ યોગ શાસ્ત્રના વિષયથી પર છે.
૨૮
આ સામર્થ્યયોગ એ ત્રણે યોગમાં પ્રધાન છે. શ્રેષ્ઠ છે. શિરોમણિ છે. કારણ કે “આત્માને મોક્ષની સાથે જે જોડે તે યોગ'' એવો યોગશબ્દનો જે અર્થ છે. તમાવ = તેવા પારમાર્થિક અર્થના ભાવથી ‘“માવિત્ચાત્' યુક્ત- વાસિત આ સામર્થ્યયોગ છે. તેથી અવશ્ય અને અલ્પકાળમાં જ સિદ્ધિરૂપ પ્રધાનફળનું કારણ હોવાથી આ યોગ સર્વોત્તમ યોગ છે. પ્રધાન ફળ જે મુક્તિ છે તેનું વિના વિલંબે, કાલક્ષેપ કર્યા વિના આ યોગ કારણ છે. સારાંશ કે ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગ એ પણ મુક્તિનાં કારણ તો છે જ, પરંતુ સામર્થ્યયોગ લાવવા દ્વારા કારણ છે એટલે પરંપરા કારણ હોવાથી તેમાં વિલંબ-કાળક્ષેપ થાય છે. જ્યારે આ સામર્થ્યયોગ પછી કોઇ પણ યોગની રાહ જોવાની નથી. તેથી તુરત જ વિલંબ વિના અને અવશ્ય મુક્તિ થતી હોવાથી આ સામર્થ્યયોગ મુક્તિનું પ્રધાનતમ કારણ છે. તેથી આ યોગ સર્વોત્તમ-પ્રધાનયોગ છે. ઇચ્છાયોગમાં ઇચ્છાની અને શાસ્ત્રયોગમાં જેમ શાસ્ત્રની પ્રધાનતા છે. તેમ આ યોગમાં સામર્થ્યની (આત્માનુભવની) પ્રધાનતા છે. પહેલા યોગો પછી પછીના યોગોનું કારણ છે. અને પછીના યોગો આગળના યોગોનું કાર્ય છે. સામર્થ્યયોગની મુખ્ય બાબત ખાસ એ છે કે તેનામાં અનંત૨૫ણે અને શીઘ્રપણે ફળ નિષ્પાદકતા છે. આજ તેની વિશેષતા છે. પા
एतत्समर्थनायैवाह—
આ જ વાતના સમર્થન માટે ગ્રંથકાર જણાવે છે કે
Jain Education International
ગાથા : ૫
For Private & Personal Use Only
www.jainelibrary.org