________________
ગાથા : ૬
યોગદૃષ્ટિ સમુચ્ચય
सिद्ध्याख्यपदसम्प्राप्तिहेतुभेदा न तत्त्वतः 1 शास्त्रादेवावगम्यन्ते, सर्वथैवेह योगिभिः
॥૬॥
Jain Education International
ગાથાર્થ :-“મુક્તિ” નામના પદની પ્રાપ્તિમાં દર્શન-જ્ઞાન-અને ચારિત્રાદિ કારણભેદો, (કારણો), યોગિઓ વડે પરમાર્થથી સર્વથા શાસ્ત્રદ્વારા જ જણાય એવો નિયમ નથી. II૬॥
ટીકા -‘સિયાપક્ષપ્રાપ્તિòતુમેતા: '’-મોક્ષાભિધાનપવસમ્રાપ્તિાવિશેષા: सम्यग्दर्शनादयः, किमित्याह - " न तत्त्वतः " न तत्त्वभावेन परमार्थतः, ‘‘શાસ્ત્રાदेवावगम्यन्ते " । न चैवमपि शास्त्रवैयर्थ्यमित्याह, "सर्वथैवेह योगिभिः " इति सर्वैरेव प्रकारैरिह लोके साधुभिः, अनंतभेदत्वात्तेषामिति ॥ ६ ॥
વિવેચન : - “સિદ્ધિ” એટલે સર્વકર્મક્ષયજન્ય જે મુક્તિપદ છે તે. તેની સમ્યગ્ પ્રકારે પ્રાપ્તિ કરાવવામાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આદિ જે જે કારણો શાસ્ત્રોમાં કહ્યાં છે. તે તે સર્વ કારણોના તરતમભાવે થતા અનંત ભેદો, તથા પ્રતિભેદો, આ સર્વે પરમાર્થપણે શાસ્ત્રના આલંબનથી જ જણાય એવો નિયમ નથી. કારણ કે શાસ્ત્ર તો દિશાસૂચક છે. દિશા દેખાડીને શાસ્ત્ર અટકી જાય છે. શાસ્ત્રની ત્યાં મર્યાદા આવી જાય છે. પછી તો આત્માના અનુભવરૂપ આત્મ-સામર્થ્યથી જ આગળ વધવાનું હોય છે. દર્શનજ્ઞાન અને ચારિત્રાદિરૂપ મુક્તિનાં કારણો અને તે કારણોનું જ્ઞાન જ્ઞાનાવરણીય અને મોહનીયના ક્ષયોપશમની હીનાધિક્તા પ્રમાણે અનંત ભેદાત્મક છે પદાર્થને જણાવનારી શબ્દરચના અને વાકચરચના આયુષ્યની પરિમિતતાના કારણે અને જિલ્લાના ક્રમવર્તિપણાના કારણે મર્યાદિત છે. આયુષ્ય પણ મર્યાદિત છે. અને ભાષા માટે વપરાતી જિલ્લા ક્રમશઃ જ ભાવો કહી શકે છે. આ બધુ જોતાં જીભ વડે કે શાસ્ત્રવડે અપરિચિત અનંતભેદો કેમ વર્ણવી શકાય ? માટે વચન અગોચર એવા રત્નત્રયીના પ્રકારો આ યોગિમહાત્મા આત્માના અનુભવરૂપ સામર્થ્યથી જ જાણે છે. શાસ્ત્રયોગની સીમા પૂર્ણ થાય ત્યાંથી તે શાસ્ત્રયોગ દ્વારા જ પિરપક્વ બનેલો આ આત્મા સામર્થ્યયોગવાળો બને છે. સર્વથી શ્રેષ્ઠ શક્તિ સંપન્ન અને અન્ય કોઇથી પણ અપરાભવનીય એવો આ સામર્થ્યયોગ જ આત્માને શીઘ્ર ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ કરાવે છે અને કેવલજ્ઞાનની તથા અંતે મુક્તિની પ્રાપ્તિ કરાવે છે અને અંત સુધી સાથે રહે છે. સંસારમાં કોઇ પણ કાર્યમાં જ્યારે આત્મા પોતે જ નિષ્ણાત બને છે. પોતાનો અનુભવ જ બહોળો થાય છે ત્યારે તે તે કાર્યમાં કોઇ અન્યની સહાયની આવશ્યકતા રહેતી નથી. તેમ અહીં પણ સમજવું. અધ્યાત્મોપનિષમાં પૂ. શ્રી ઉપાધ્યાય યશોવિજયજી મ. શ્રીએ કહ્યું છે કે
૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org