________________
ગાથા : ૧૪
યોગદૃષ્ટિ સમુચ્ચય
૬ ૧
પૌદ્ગલિક સુખ એ જ સુખ છે એમ માનનારા જીવો વિષયક હોય છે. મોહનીયકર્મના ઉદયથી બાહ્યદૃષ્ટિપ્રધાન જીવોને આ દૃષ્ટિ હોય છે. મિથ્યાદિષ્ટ અને રૂતર શબ્દોનો પણ દ્વન્દ્રસમાસ છે. તેથી તેને અનુસરનારો વિગ્રહ કરવો. સારાંશ કે મિથ્યાદષ્ટિ અને અમિથ્યાષ્ટિના આશ્રયવાળી જે જ્ઞાનદૃષ્ટિ તે ઓઘદષ્ટિ કહેવાય છે. અહીં મિથ્યાષ્ટિ શબ્દ સાંભળવાથી મિથ્યાદષ્ટિગુણસ્થાનકવાળી દૃષ્ટિ અને રૂતર શબ્દ સાંભળવાથી તેનાથી વિપરીત અર્થાત્ સમ્યગ્દષ્ટિગુણસ્થાનકવાળી દૃષ્ટિ તે ઓઘદૃષ્ટિ એવો અર્થ થઈ જવાનો સંભવ છે. પરંતુ સમ્યગ્દષ્ટિગુણસ્થાનકે ઓઘદૃષ્ટિ કદાપિ હોતી નથી. પ્રથમ ગુણસ્થાનકે જ અપુનબંધકાવસ્થા પ્રાપ્ત થતાં પૂર્વે જ આ જીવને ઓઘદૃષ્ટિ સમાપ્ત થઈ જાય છે અને યોગની દૃષ્ટિ શરૂ થાય છે. તો અહીં તર શબ્દ લખીને ગ્રંથકારશ્રીએ આમ કથન કેમ કર્યું? આવી શંકા થવી સંભવિત છે. પરંતુ તેનો ખુલાસો ગ્રંથકારશ્રી પોતે જ ટીકામાં આપે છે કે મિથ્યાષ્ટિ અને ઇતર શબ્દનો અર્થ મિથ્યાદષ્ટિગુણસ્થાનક અને સમ્યગ્દષ્ટિ-ગુણસ્થાનક ન કરવો. પારિભાષિક પ્રસિદ્ધ અર્થ અહીં ન સમજવો. પરંતુ કાચાદિ દોષોથી (ઝામર-મોતીયો આદિ આંખના જે રોગો તે કાચાદિદોષો છે. તેનાથી) જેની આંખો હણાયેલી છે. અને તેથી જ જેને મિથ્યા (વિપરીત-આછું પાતળું- અસ્પષ્ટ) દેખાય છે તે મિથ્યાદષ્ટિ. અને જેની આંખો આવા પ્રકારની કાચાદિદોષોથી ઉપહત નથી અર્થાત્ નિર્મળ ચહ્યું છે. તે સ્પષ્ટ દેખતા હોવાથી અમિથ્યાદષ્ટિ અર્થાત્ આંખના દોષ વિનાના સમજવા. આવો અર્થ અહીં લેવો. જેથી આ દશે પ્રકારની તરતમતા ઓઘદૃષ્ટિમાં જ જાણવી. આ શબ્દાર્થમાત્ર સમજાવ્યો છે. ભાવાર્થ ગ્રંથકારશ્રી પોતે જ ટીકામાં લખે છે. તેથી વધારે ભાવાર્થ ત્યાં જ સમજાવીશું.
भावार्थस्तु- एका समेघायां रात्रौ दृष्टिः किञ्चिमात्रग्राहिणी, अपरा त्वमेघायां मनागधिकतरग्राहिणीति, आदिशब्दाद्दिवसग्रहः इति । तदेका समेघे दिवसे तथाऽपराऽमेघ इति । अस्ति चानयोर्विशेषः । इयमपि सग्रहस्य द्रष्टुः । आदिशब्दादग्रहस्य च, भवत्यनयोरपि विशेषः । चित्रविभ्रमादिभेदात् । इयमप्यर्भकस्य द्रष्टुः । आदिशब्दादनर्भकस्य च । अस्त्यनयोरपि भेदो विवेकवैकल्यादिभेदात् । इयमपि मिथ्यादृष्टेः काचाद्युपहतलोचनस्य । इतरस्य तदनुपहतलोचनस्येति ।
મેઘલી (વાદળવાળી) રાત્રિમાં “આ કંઈક છે” એવી વિષયને કિંચિત્માત્ર રૂપે જ ગ્રહણ કરનારી જે દૃષ્ટિ તે અલ્પતર ક્ષયોપશમવાળી હોવાથી પ્રથમ એક ઓઘદૃષ્ટિ સમજવી. કારણ કે રાત્રિ હોવાથી અને તેમાં પણ વાદળ હોવાથી અતિશય અલ્પ જ દેખાય છે. તેના જેવી અલ્પ ક્ષયોપશમવાળી પ્રથમ ઓઘદૃષ્ટિ છે. તેના કરતાં કંઈક અધિકતર વિષયને જણાવનારી અમેઘલી (વાદળ વિનાની) રાત્રિમાં જે દૃષ્ટિ તે અધિક શક્તિવાળી બીજી ઓઘદૃષ્ટિ સમજવી. અહીં રાત્રિ માં લખેલા આદિ શબ્દથી દિવસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org