________________
૬૨
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૪
સમજી લેવો. મેઘયુક્ત દિવસમાં વસ્તુને અસ્પષ્ટ દેખનારી દૃષ્ટિ અને મેઘરહિત દિવસમાં કંઈક વધુ સ્પષ્ટ દેખનારી દૃષ્ટિ ત્રીજી અને ચોથી ઓઘદૃષ્ટિસ્વરૂપે ભિન્ન ભિન્ન જાણવી. કારણ કે આ બન્ને દૃષ્ટિમાં પણ તરતમતા હોય છે. જ્ઞેયતત્ત્વને હીનાધિકપણે જણાવનારી આ દૃષ્ટિઓ છે
આ સમેઘરાત્રિકાલે, અમેઘરાત્રિકાલે, સમેઘદિવસ કાલે, અને અમેઘદિવસકાલે પણ શેયને જોનારા દૃષ્ટાઓમાં જો ગ્રહ (ભૂત-પ્રેત-પિશાચ) જેને વળગેલ હોય અને તેના કારણે તેની દૃષ્ટિ પરાધીન બનેલી હોય એવા સગ્રહદ્રષ્ટાની દૃષ્ટિ, અને આદિશબ્દથી આવા પ્રકારના ભૂત પિશાચ વિનાના સ્વતંત્ર દ્રષ્ટાની દૃષ્ટિ પણ તફાવતવાળી હોય છે. આવા પ્રકારના બન્ને દ્રષ્ટાઓમાં પણ દૃષ્ટિની (વસ્તુતત્ત્વ દેખવાની) વિશેષતા હોય છે. કારણ કે જે ગ્રહાદિથી પરવશ છે તેને ચિત્ર-વિચિત્ર અનેક પ્રકારના વિભ્રમો (વિશેષ ભ્રમો) થાય છે. તેવા ચિત્ર-વિચિત્ર વિભ્રમો ભૂતાવેશરહિત દ્રષ્ટાને થતા નથી. તેથી અનેક પ્રકારના વિભ્રમોના ભેદથી આ બન્ને દ્રષ્ટામાં પણ દૃષ્ટિભેદ છે.
વળી આવા પ્રકારની (ઉપર કહ્યા મુજબ) ચાર પ્રકારની વસ્તુસ્થિતિ જોવા માટેની ચારે દૃષ્ટિઓ જોનારા એવા બાળકને પણ હોય છે. અને આદિશબ્દથી જોનારા એવા યુવાનને પણ હોય છે. તેમાં પણ દૃષ્ટિ ભેદ પડે છે. બાલક વિવેકનિકલ હોય છે. યુવાન પુરુષ વિવેકયુક્ત હોય છે. બાળક બીન અનુભવી હોય છે. યુવાન અનુભવી હોય છે, આવા પ્રકારના ભેદથી જોનારા બાળક અને યુવાનમાં પણ દ્રષ્ટિ ભેદ થાય છે, તથા જોનાર પુરુષ યુવાન હોય તો પણ કાચાદિ (મોતીયો-ઝામર- આદિ દોષો)થી જેની આંખ ઉપહત થઇ ગઇ (હણાઈ ગઈ) છે તેવા દ્રષ્ટાની, અને કાચાદિ તે દોષોથી જેની દૃષ્ટિ અનુપહત છે એવા દ્રષ્ટાની દૃષ્ટિમાં પણ ભેદ હોય છે. કારણ કે એક દ્રષ્ટાની આંખ દોષયુક્ત છે. તેથી મિથ્યા દેખનાર છે. અથવા વક્રભાવે દેખનાર છે. એવી દષ્ટિ ઇતરની (દોષમુક્ત નેત્રવાળાની) નથી. ભિન્ન-ભિન્ન ઉપર્યુક્ત દ્રષ્ટાઓમાં જેમ દૃષ્ટિભેદ છે. તેમ ઓઘદૃષ્ટિ પણ તરતમતાવાળી છે. તે આગળ સમજાવે છે.
यथैष दृष्टिभेद एकस्मिन्नपि दृश्ये चित्रोपाधिभेदात् । तथा पारलौकिकेऽपि प्रमेये क्षयोपशमवैचित्र्यतश्चित्रः प्रतिपत्तिभेद इति । एतन्निबन्धनोऽयं दर्शनभेद इति योगाचार्याः । न खल्ययं स्थिरादिदृष्टिमतां भिन्नग्रंथीनां योगिनां यथाविषयं नयभेदावबोधभावादिति । प्रवृत्तिरप्यमीषां परार्थं शुद्धबोधभावेन विनिवृत्ताग्रहतया मैत्र्यादिपारतन्त्र्येण गम्भीरोदाराशयत्वात् चारिचरकसंजीवन्यचरकचारणनीत्येत्यलं प्रसङ्गेन ॥१४॥
ઓઘદૃષ્ટિના ઉપર્યુક્ત ભેદો સમજાવવામાં મુખ્યત્વે ત્રણ કારણો જણાય છે. (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org