________________
૫૯૨
યોગદૃષ્ટિ સમુચ્ચય
સાતમી પ્રભાદૃષ્ટિની સજ્ઝાય
અર્કપ્રભાસમાં બોધ પ્રભામાં ધ્યાનપ્રિયા એ ક્રિટ્ટી । તત્ત્વતણી પ્રતિપત્તિ ઇહાં વળી રોગ નહિ સુખપુટ્ટી રે । ભવિકા ! વીરવચન ચિત્ત ધરીએ ।૧।
સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ । એ દૃષ્ટ આતમગુણ પ્રગટે, કહો સુખ તે કુણ કહીએ રે । ભવિoાર। નાગરસુખ પામર વિ જાણે, વલ્લભસુખ ન કુમારી । અનુભવ વિણ તેમ ધ્યાનતણું સુખ, કોણ જાણે નરનારી । ભવિ૦।૩। એહ દૃષ્ટિમાં નિર્મળબોધે, ધ્યાન સદા હોય સાચું ।
દૂષણરહિત નિરન્તર જ્યોતિ રતન તે દીપે જાચું રે । વિ૦।૪। વિસભાગક્ષય શાન્તવાહિતા, શિવમારગ ધ્રુવનામ । કહે અસંગ-ક્રિયા ઇહાં યોગી, વિમલ સુયશ પરિણામ રે । ભવિoાપ| આઠમી પરાર્દષ્ટિની સજ્ઝાય
Jain Education International
દૃષ્ટિ આઠમી સાર સમાધિ, નામ પરા તસ જાણુંજી । આપસ્વભાવે પ્રવૃત્તિ પૂરણ શશિયમ બોધ વખાણુંજી | નિરતિચાર પદ એહમાં યોગી કહીએ નહિ અતિચારીજી । આરોહે આરૂઢે ગિરિને તેમ એહની ગતિ ન્યારીજી ।૧। ચંદન-ગંધસમાન ક્ષમા ઇહાં, વાસકને ન ગવેષેજી । આસંગે વર્જિત વળી એહમાં, ક્રિયા નિજગુણ લેખેજી । શિક્ષાથી જેમ રતન-નિયોજન, દૃષ્ટિભિન્ન તેમ એહોજી । તાસ નિયોગે કરણ અપૂર્વે લહે મુનિ કેવલ ગેહોજી ।૨। ક્ષીણદોષ સર્વજ્ઞ મહામુનિ સર્વલબ્ધિ ફલ ભોગીજી । પર-ઉપકાર કરી શિવસુખ તે, પામે યોગી અયોગીજી | સર્વશત્રુક્ષય સર્વવ્યાધિલય, પૂરણ સર્વ-સમીહાજી । સર્વ-અરથયોગે સુખ તેહથી, અનંતગુણ નિરીહાજી ।૩। એ અદિટ્ટી કહી સંક્ષેપે યોગશાસ્ત્ર સંકેતેજી । કુળયોગી ને પ્રવૃતચક્ર જે તેહ તણે હિતહેતેજી | યોગીકુળ જાયા, તસ ધર્મે અનુગત, તે કુળયોગીજી, અદ્વેષી ગુરુ-દેવ-દ્વિજપ્રિય, દયાવંત ઉપયોગીજી (૪) શુશ્રુષાદિક અડગુણસંપૂરણ, પ્રવૃત્તચક્ર તે કહીએજી । યમદ્રયલાભી પર૬ગ-અર્થી, આદ્ય અવંચક લહીએજી । ચાર અહિંસાદિક યમ ઇચ્છા, પ્રવૃત્તિ સ્થિર સિદ્ધિ નામેજી, શુદ્ધ રુચે, પાળે, અતિચારહ ટાળે, ફળપરિણામેજી ।૫। કુળયોગી ને પ્રવૃત્તચક્રને, શ્રવણશુદ્ધિ પક્ષપાતજી । યોગદૃષ્ટિ ગ્રન્થે હિત હોવે તેણે કહી એ વાતજી । શુદ્ધ ભાવ ને સૂની કિરિયા, બેહુમાં અંતર કેતોજી? । ઝળહળતો સૂરજ ને ખજુઓ, તાસ તેજમાં જેતોજી ।૬। ગુહ્યભાવ એ તેહને કહીએ, જેહશું અંતર ભાંજેજી । જેહશું ચિત્ત પટન્તર હોવે, તેહશું ગુહ્ય ન છાજેજી । યોગ્ય અયોગ્ય વિભાગ અલહતો, કરશે મોટી વાતોજી । ખમશે તે પંડિત-પરષદમાં, મુષ્ટિપ્રહાર ને લાતોજી ।૭। સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ, નંદીસૂત્રે દીસેજી । તે જાણી એ ગ્રંથ યોગ્યને, દેજો સુગુણ જગીશેજી । લોક પૂરજો નિજ નિજ ઇચ્છા, યોગભાવ ગુણરયણેજી । શ્રી નયવિજય વિબુધપયસેવક, વાચક યશને વયણેજી ।૮।
શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથ સમાપ્ત
આઠ દૃષ્ટિની સજ્ઝાય
For Private & Personal Use Only
www.jainelibrary.org