________________
૨૮૬
યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૮૦
ટીકાનુવાદ - અવેદ્યસંવેદ્યપદ કાલે અતિશય ગાઢ તીવ્ર મોહના ઉદયના કારણે ભવાભિનંદી જીવોની પરિસ્થિતિ કેવી હોય છે? તે સમજાવે છે કે પ્રાણાતિપાત અને આરંભ-સમારંભ વગેરે જે જે દુષ્કૃત્ય છે તે તે આ જીવોને કૃત્ય લાગે છે. અને અહિંસા તથા અનારંભાદિ જે કૃત્ય છે. તે આ જીવોને અકૃત્ય લાગે છે. બન્ને સ્થાને મોહ એ જ પ્રબળ કારણ છે. પ્રાણાતિપાત એટલે હિંસા અને આદિ શબ્દથી મૃષાવાદ, અદત્તાદાન વગેરે અઢારે પાપસ્થાનકો જે કર્મ બંધાવનાર હોવાથી દુષ્કૃત્ય તરીકે પ્રસિદ્ધ છે. તે આ જીવને કૃત્ય તરીકે લાગે છે. આવી અવળી બુદ્ધિ હોવાથી વિપર્યાસને લીધે જ તેમાં યથાયોગ્ય તર્ક લગાવે છે. હિંસા વિનાનું તો સંસારમાં જીવન જ નથી, હિંસા તો આચરવી જ પડે છે. પછી એકેન્દ્રિયની હિંસા કરો કે પંચેન્દ્રિયની હિંસા કરો, બન્નેમાં જીવદ્રવ્ય સમાન જ છે. હાથી આદિની હત્યામાં એક જ જીવ મરે છે. વનસ્પતિની હત્યામાં અગણિત જીવો મરે છે. આવા ખોટા તર્ક લગાવે છે.
જુઠું ન બોલીએ તો જીવન જ ન જીવાય, લુચ્ચાની સામે લુચ્ચાઈ ન કરીએ તો માર જ ખાવો પડે, પ્રાણસંકટ કે સર્વધનાપહરણકાલે બોલાયેલું અસત્ય તે અસત્ય નથી, સ્ત્રીસેવન જો કરવામાં ન આવે તો સંતાનોત્પત્તિ જ ન થાય, જો એમ થાય તો સંસાર જ સમાપ્ત થઈ જાય, શરીરમાં જાગેલી વાસનાને જો તે કાલે ભોગવવાને બદલે દબાવવામાં આવે તો આકુળ-વ્યાકુળતા-દુઃખ-અરતિ ઉદ્વેગ અને શારીરિક રોગોની ઉત્પત્તિ થાય. આવા આવા અનેક કુતર્કો લગાવીને અકૃત્યને કૃત્ય સમજે છે અને લોકોમાં સમજાવે છે. તેવી જ રીતે અહિંસા- અને અનારંભાદિ કૃત્યને અકૃત્ય જેવું સમજે છે. જો સર્વત્ર અહિંસા જ રાખીએ તો નિર્માલ્ય જ થઈ જવાય, લોકો પણ આપણને દુર્બલ જ માને, શત્રુ લોકો ચડી બેસે, સર્વત્ર નુકશાન જ વેઠવું પડે. અહિંસા એ તો નિર્માલ્ય માણસોનો ધર્મ છે. ઇત્યાદિ યથાયોગ્ય કુતર્કો લગાવીને કૃત્યને અકૃત્યની જેવું સમજે છે અને સમજાવે છે.
કચ્છ એટલે પામાનો (ખસનો) રોગ, તેને જે ખણનારા તે કછૂકંડૂયક, તેની જેમ અને આદિ શબ્દથી કીડાથી પીડાતા અને તેના નિવારણ માટે અગ્નિના તાપને સેવનારા કોઢ રોગવાળા પુરુષની જેમ સંરંભ-સમારંભ અને આરંભાદિ રૂપ દુઃખમાં સુખ બુદ્ધિ થવા દ્વારા આકર્ષાયેલા જીવો દુ:ખમાં જ પ્રવૃત્તિ કરે છે. અને દુઃખ જ પામે છે.
સારાંશ કે પામાના (ખસના) રોગવાળો પુરુષ ખસના રોગની ખણજ જ્યારે ઉપડે છે. ત્યારે અતિશય ખણતો છતો પોતાને તે વખતે સુખી માને છે. પરંતુ ખણજ ખણવાથી ખસ મટતી નથી પણ વધે જ છે. અને કાળાન્તરે પુનઃ પણ ખણજ આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org