________________
ગાથા : ૮૦
યોગદષ્ટિ સમુચ્ચય
૨૮૫
શોક ઉત્પન્ન કરનાર છે. ઈષ્ટવિયોગ અને અનિષ્ટસંયોગ એ શોકજનક છે. તથા આદિ શબ્દથી પ્રહાદિભૂત –પ્રેત - વળગે, બીવરાવે તેનું દુઃખ અથવા ગ્રહદશા વિપરીત ચાલતી હોય તેનું દુઃખ, એમ આ સંસાર અનેક પ્રકારના દુઃખોથી જ ભરેલો છે. આ રીતે આવા પ્રકારનાં અસહ્ય-અપરિમિત-અપાર દુઃખોથી ઉપદ્રવ પામતા –કદર્થના પામતાપીડાતા એવા આ સંસારને (ભવને) નજરોનજર સાક્ષાત્ દેખવા છતાં પણ અને ઘરેઘરે, જુદા-જુદા પ્રકારની દુઃખોની આગ લાગેલી નજરોનજર દેખાવા છતાં પણ જીવો (મમ્મા શબ્દ અહીં પૂર્વાપરના પ્રસંગથી જાણી લેવો) મા આ સંસારથી ઉદ્વેગ પામતા નથી. તેનું કારણ એ જ છે કે તેઓને આ સંસારનો (સંસારસુખનો) અતિશય મોહ છે. મોહના કારણે જ (અવેદ્યસંવેદ્યપદના પ્રભાવે જ) આ વિપર્યાયબુદ્ધિ થઈ છે. નજર સન્મુખ દુઃખોનો ભાર દેખાવા છતાં પણ સુખનો ભ્રમ થાય છે. આ જ ભવાભિનંદી જીવનું લક્ષણ છે. દુઃખમાં સુખબુદ્ધિ કરવી, હેયને ઉપાદેય માનવું. અને તેમાં જ જીવન હોંશે હોંશે સમાપ્ત કરવું. તેની પાછળ જ દોડવું. ભૂતકાળ અને ભાવિકાળના ભવોથી જન્ય દુઃખને સર્વથા ભૂલી જવું, માત્ર વર્તમાનકાળના જ સુખના (સુખાભાસના) જ અર્થી થવું. આ ભવાભિનંદી જીવનું સ્વરૂપ છે. અતિશય તીવ્રમોહના કારણે જે વિવેકાધતા છે તે જ અવેદ્યસંવેદ્યપદ છે. / ૭૯ો. તથા વાપીણાં વિમિત્યદ- તેથી આ ભવાભિનંદી જીવોને શું હોય છે! તે કહે છે.
कुकृत्यं कृत्यमाभाति, कृत्यं चाकृत्यवत्सदा ।
दुःखे सुखधियाकृष्टाः, कच्छूकण्डूयकादिवत् ॥ ८०॥ ગાથાર્થ = અદ્યસંવેદ્યપદમાં વર્તતા ભવાભિનંદી એવા આ જીવોને સદા કુકૃત્ય એ કૃત્ય લાગે છે. અને કૃત્ય એ અકૃત્ય જેવું લાગે છે. તથા ખસના રોગવાળાને ખણજની બુદ્ધિની જેમ હંમેશાં દુઃખમાં સુખ બુદ્ધિ વડે આકર્ષાયેલા હોય છે. || ૮૦I.
ટીકા - “ ''પ્રતિપાતામહિ કૃત્યમામતિ” મોહિત, કૃત્ય વાર્દિસાડનારબ્બારિ a “સત્યવત્સા''sમતિ મોદાવ !” દુ:'' સમારભાતી “સુઊંધિયા'. સુઉવુત્યિ-“18 : માર્ષિતા વિલિત્યાર "कच्छू-कण्डूयकादिवत्" कच्छू-पामा तस्याः कण्डूयका:-कण्डूयन्त इति कण्डूयकाः, आदिशब्दात्कृमिप्रतुद्यमानाग्निसेवककुष्ठिपरिग्रहः ॥ ८०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org