________________
૨૮૪ યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૭૯ પ્રયત્નપૂર્વક પ્રાપ્ત કરેલી ધન-ઘર-અને રાચરચીલાની સામગ્રીને તથા પ્રેમના પરમપાત્ર તુલ્ય સ્ત્રી આદિ પરિવારને સદાને માટે ત્યજીને જતા જીવને જે વિયોગની વેદના થાય છે. તે શબ્દોથી અવર્ણનીય છે. સામાન્યથી બે-ચાર માસ કે વર્ષ માટે પરદેશ જતા લોકો પણ સ્ત્રી આદિ પરિવારનો વિયોગ સહી શકતા નથી, તો આ તો સદા કાળ માટેનો વિયોગ, તે વખતે કેટલું દુઃખ ? જે દુઃખ શબ્દોથી અવાચ્ય હોય છે.
(૩) જરા- એટલે વયોહાનિ-ઉંમર ઓછી થતી જવી, તે સાંસારિક દૃષ્ટિએ જેમ વય વધતી જાય છે તેમ સત્તાગત આયુ ઘટતું જાય છે તેથી પારમાર્થિક દૃષ્ટિએ ઉંમર ઓછી થતાં જ્યારે જ્યારે ઘડપણ આવે છે ત્યારે ત્યારે આંખ-કાન-પગ વગેરે શરીરના ભાગો થાકે છતે સાંભળવામાં પરવશતા, જોવામાં પરવશતા, ચાલવામાં પરવશતા, દીન અને લાચાર પરિસ્થિતિ થઈ જાય છે. શરીર પણ કરચલીઓવાળું નિસ્તેજ-નિર્માલ્ય અને શોભા વિનાનું થઈ જાય છે મળ-મૂત્ર-લીંટ-ધૂક-ગળફા આદિ પણ વધે છે. અન્યને પણ સૂગ ચડે તેવી પરિસ્થિતિ થાય છે. મેણાં-ટોણાં સાંભળવાં પડે તેવી પણ શરીરની પરિસ્થિતિ થઈ જાય છે. માટે આ અવસ્થા પણ દુઃખોથી જ ભરેલી છે અને દરેકને જરા નક્કી આવે છે.
(૪) વ્યાધિ- કુષ્ટ=કોઢ વગેરે મહાભયંકર દર્દી. કોઢ-ટીબી-કેન્સર, લકવા, હેમરેજ, હાર્ટફેલ, કીડનીનું ફેલ થવું, જલોદર રોગ થવો. આ બધા રાજરોગો સંસારમાં જીવોને આવે જ છે. નજરોનજર દેખાય છે. તેનાથી જીવનભર પીડા પામતા, મરવાને જ ઇચ્છતા, દેહ એ જ જેને દુઃખ રૂપ લાગે એવા જીવો દીનમય દશાવાળા દેખાય છે.
(પ) રોગ- એટલે વિશૂચિકા આદિ આતંક, અજીરણ થવું. મલ જામી જવા, પેટમાં ગાંઠ થવી, લોહીનું જામ થવું. થંભી જવું. શ્વાસ- કફનું દર્દ થવું. ઇત્યાદિ વિશુચિકા=એટલે રાજરોગની અપેક્ષાએ લઘુરોગો કે જેનાથી શરીરની અપવિત્રતા થાય તેનો જે આતંક (એટલે પીડા). તે પણ દુઃખમય જ છે. શરીરમાં આ રોગો જયાં સુધી આવ્યા નથી ત્યાં સુધી જ સંસાર મીઠો મધ જેવો લાગે છે. જ્યારે શરીરમાં ઉપરના રાજરોગો કે લઘુરોગો વ્યાપે છે ત્યારે આ સંસાર દુ:ખમય છે એમ અવશ્ય ભાન થાય છે. જો દરરોજ બે-ચાર કલાક પણ દવાખાનામાં દર્દીઓને જોવામાં આવે તો પણ સંસારની અસારતા આત્માર્થી જીવને જરૂર સમજાય.
(૬) શોક - મનગમતી ઇષ્ટવસ્તુના વિયોગથી થયેલો મનનો જે વિકાર, તથા અણગમતી અનિષ્ટ વસ્તુના સંયોગથી થયેલો જે મનનો વિકાર તે શોક. જેમ યુવાવસ્થામાં જ પતીનો વિયોગ, પુત્રનો વિયોગ, ધનનો વિયોગ, કીર્તિનો વિયોગ, કુટુંબનો વિયોગ, આ સર્વ શોક ઉપજાવનારાં છે. તેવી જ રીતે અનિષ્ટનો સંયોગ, કલંકની પ્રાપ્તિ, શત્રુનું આગમન, ચોર-લૂંટારાનું આગમન, સર્પ-સિંહાદિનો સંયોગ આ પણ વેદના આપવા દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org