________________
ગાથા : ૭૯
યોગદૃષ્ટિ સમુચ્ચય
૨૮૩
(૬) ધન-સ્ત્રી-પરિવારાદિ તરફથી જ્યાં સુધી પ્રતિકૂળતાઓ ન આવી હોય ત્યાં સુધી જ તે સુખદાયી લાગે છે. ધીરેલું ધન પાછું ન આવે ત્યારે તથા ધનની ખાતર ભાઈ-ભાઈ વચ્ચે, પતિ-પત્ની વચ્ચે, પિતા-પુત્ર વચ્ચે જ્યારે કલેશ-કંકાસ-કડવાસ અને મોટો કજીયો થાય ત્યારે જ ખ્યાલ આવે છે કે ધનસુખ પણ દુઃખદાયી છે. સ્ત્રી તરફથી પણ જ્યાં સુધી તેને વાકું ન પડ્યું હોય ત્યાં સુધી જ સુખ લાગે છે. જ્યારે મન રિસાયું હોય, સામાબોલું પાત્ર હોય, પરપુરુષના પ્રેમવાળું પાત્ર હોય, પિયરપક્ષના પક્ષપાતવાળું પાત્ર હોય, જુઠા બોલું, કજીયાખોર પાત્ર હોય ત્યારે તે સુખ પણ દુઃખમય જ ભાસે છે. એ જ પ્રમાણે સ્ત્રી જીવને આશ્રયી પુરુષનું સુખ પણ દુઃખદાયી જ છે.
() ધન અને સ્ત્રી આદિની પ્રાપ્તિમાં પણ ઘણી જ મુશ્કેલીઓ વેઠવી પડે છે તે પણ સફળ થાય અથવા ન પણ થાય, તથા મળવા છતાં કયારે ચાલી જશે તેનો સતત ભય રહે છે. રાજુપુરુષો, લુંટારાઓ, સ્નેહીઓ માગશે, તેનો ભય સતત રહ્યા કરે છે. સ્ત્રીભોગથી શક્તિની હાનિ અને નિર્માલ્યતા આદિ દુઃખો પણ થાય છે. તથા અંતે વિયોગકાલે ઝૂરી ઝૂરીને મરવાનું દુઃખ પણ આવે છે. એમ સંસાર દુઃખોની ખાણમાત્ર જ છે. છતાં માની લો કે ધનસુખ-સ્ત્રીસુખ-પરિવારસુખ આદિ સુખો મધુબિન્દુની જેમ ક્ષણમાત્ર સુખ આપનાર બને તો પણ જન્મ-મૃત્યુ-જરાનાં દુઃખો તો ઉભાં જ છે. આ દુઃખોથી કોઈ બચી શકતું જ નથી. ગમે તેટલું ધન હોય કે આજ્ઞાંકિત-રૂપવતી ભાર્યા આદિ પરિવાર હોય પણ જન્મ-મરણાદિના દુઃખોમાંથી કોઈ બચાવી શકતું નથી. કોઇ રોકી શકતું નથી. માટે પણ આ સંસાર દુઃખોની જ ખાણ છે. જન્મ-મરણાદિનું દુઃખ આ પ્રમાણે છે
(૧) ન્મ-એટલે પ્રાદુર્ભાવ થવો, પ્રગટ થવું, પૂર્વભવથી નવા ભવરૂપે રૂપાન્તર માત્ર થવું તે જન્મ, નવ માસ આદિ કાળ પ્રમાણ મળ-મૂત્ર આદિ દુગંધમય પદાર્થોની વચ્ચે શરીરને સંકોચીને, અણબોલ્યા, ઉંધા મસ્તકે લપાઈ રહેવું. તે કેટલું દુઃખ? તથા જન્મ્યા એટલે મરણ-જરા-રોગ-: નક્કી આવે જ, એટલે તે જન્મ અનેક દુઃખોનો ભાર પણ સાથે લેતો જ આવે કે બાલ્યાવસ્થામાં સ્પષ્ટ સમજવાની શક્તિનો અભાવ ભૂખ-તૃષાનું વેદન, રોગાદિ થયા હોય તો પણ વ્યક્ત ન કરી શકાય તેવી કારમી પરિસ્થિતિ. આ રીતે જન્મ એ પણ દુઃખદાયી જ છે.
(૨) મૃત્યુ- એટલે ઇન્દ્રિય-શ્વાસ-આયુષ્ય આદિ પ્રાપ્ત થયેલા દ્રવ્ય-પ્રાણોનો વિયોગ શરીરના એકે એક પ્રદેશની સાથે આત્માના એકે એક પ્રદેશો જે ઓતપ્રોત-તન્મયએકાંગીભાવપણે વ્યાપ્યા છે તે સર્વનો તેનાથી વિયોગ થતાં તેમાંથી નિકળતાં જે વેદના થાય છે, તે તો જે સહે તેને જ ખબર પડે. અસહ્યવેદના હોય છે. તથા બહુ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org