________________
૧૬
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧ ચોવીસમા તીર્થંકર પ્રભુશ્રી મહાવીરદેવને પ્રણામ કરીને હું આ ગ્રંથ કહીશ. અહીં ચોવીસમા તીર્થંકર પ્રભુનું “વીર” એવું જે નામ છે તે આ નામ પણ સાચે જ અન્વર્થક (અથયુક્ત) સંજ્ઞાવાળું છે. અર્થ રહિત આ નામ નથી. વીર શબ્દની વીર ધાતુ ઉપરથી, અથવા વિ ઉપસર્ગ પૂર્વક ર્ ધાતુ ઉપરથી ઇત્યાદિ અનેક પ્રકારે અન્યશાસ્ત્રોમાં કહેલી સમસ્ત વ્યુત્પત્તિઓથી થતા અર્થો તેઓમાં ઘટે છે.
(૧) ઉત્કૃષ્ટ આત્મવીર્ય વડે બીરાજમાન હોવાથી. (૨) તપશ્ચર્યા દ્વારા કર્મોનું વિદારણ કરનાર હોવાથી, (૩) કષાયાદિ ભાવશત્રુઓનો વિજય કરનાર હોવાથી, (૪) કેવલજ્ઞાન રૂપ લક્ષ્મીને સ્વયં વર્યા હોવાથી=અર્થાત્ સ્વયંસંબુદ્ધ હોવાથી. આવા પરાક્રમવાળા જે વીરપ્રભુ થયા, તેમને હું નમસ્કાર કરું છું.
યથાભૂત = યથાર્થ, પ્રભુમાં સાચે સાચ ગુણો છે. અને તેવા યથાભૂત = સાચા ગુણો ગાવા એજ ભાવસ્તવનરૂપ છે. તથા અન્ય દેવોમાં (અન્યદર્શનોને માન્ય દેવોમાં) ન સંભવી શકે તેવા અસાધારણ ગુણો પ્રભુમાં છે. તેથી તેવા ગુણો ગાવા એ જ પરમાત્માના ભાવસ્તવનું સ્વરૂપ છે. માટે અહીં પણ જિનોત્તમ, અયોગ, અને યોગિગ આદિ વિશેષણો વડે તથા વીર શબ્દના વિવિધ અર્થો કરવા રૂપ મહાવીર પ્રભુના યથાર્થ અને અસાધારણગુણોનું ઉત્કીર્તન કરવા દ્વારા “ઇષ્ટદેવતાની સ્તુતિ કરવા રૂપ” મંગલાચરણ કર્યું છે.
પ્રશ્ન - ગ્રંથકારશ્રીને પ્રભુ મહાવીરસ્વામીમાં જ ઈષ્ટદેવતાપણું કેમ દેખાયું ? અન્ય દેવો કરતાં પ્રભુ મહાવીરસ્વામીમાં જ ઇષ્ટદેવત્વ કલ્પવાનું કારણ શું ?
ઉત્તર- TUIDર્ષપર્વાત્માવતરૂછત્વમ્ = અન્ય સર્વે દેવો કરતાં પ્રભુ મહાવીરસ્વામીમાં “ગુણપ્રકર્ષ” ગુણોનો પ્રકર્ષ = અતિશય ગુણો હોવાથી તેમના પ્રત્યે ઈષ્ટવ ગ્રંથકારને યોગ્ય લાગ્યું છે. સજજનોની આ જ નીતિ-રીતિ છે કે ગુણવાનું વ્યક્તિ હોય તેના પ્રત્યે આકર્ષાવું, તેનો જ પક્ષ કરવો, તેને જ ઇષ્ટ માનવા. તેથી મહાવીર પ્રભુમાં આવો ગુણોત્કર્ષ હોવાના કારણે ગ્રંથકારે ઇષ્ટત્વ માન્યું છે.
તથા પરમત્યિવાન્યા તેવત્વમ્ પ્રભુ પરમગતિને = મુક્તિગતિને પામ્યા હોવાથી તેઓમાં દેવપણું માન્યું છે. સંસારની ચારગતિમાં વધુ સુખ-આનંદનું જે ક્ષેત્ર છે. તેમાં વર્તતા જીવોને જેમ “દેવ” કહેવાય છે. તેમ મુક્તિ સહિત પાંચગતિ પૈકી આત્મિક પરમ સુખ અને પરમાનંદનું ક્ષેત્ર મુક્તિ માત્ર હોવાથી તેમાં રહેલા જીવોને પણ દેવ કહેવાય છે. એટલે પરમગતિની પ્રાપ્તિની અપેક્ષાએ પ્રભુમાં દેવત્વ કહ્યું છે. આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org