SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૬૨ યોગદૃષ્ટિ સમુચ્ચય જન્મ જરા મરણે કરી એ, આ સંસાર અસાર તો, કર્યાં કર્મ સહુ અનુભવે એ, કોઇ ન રાખણહાર તો; શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તો, શરણ ધર્મ શ્રી જૈનનો એ, સાધુ શરણ ગુણવંત તો. (શ્રી પુણ્યપ્રકાશનું સ્તવન. પૂ. વિનયવિજયજી) આ સંસાર સ્વાર્થમય છે. દુ:ખમય છે. અનંત ખેદમય છે. ચંચળ સ્થિતિવાળો છે. વિજળીના ચમકારા જેવો છે. આવું સમજતા વિવેકી માણસોને આ સંસારનાં સુખો ખારાપાણી તુલ્ય જ જણાય છે તથા તેનાં સુખો સંબંધી કથા-વાર્તા કરવી કે સાંભળવી એ પણ પરિણામે દુઃખ આપનાર જ છે. સંસારસુખની જે વાત કરી હોય અથવા સાંભળી હોય તે સુખ પ્રાપ્ત ન થતાં દુ:ખ થાય, વૈમનસ્ય વધે, વેરઝેર થાય, અને ધારો કે તે સુખ મળે તો પણ ગર્વ-માયા-અને આસક્તિ વધે, તેના ભોગમાં હિંસા-જુઠ આદિ પાપો વધે, એમ આ સુખની વાર્તાનું શ્રવણ પણ અતત્ત્વરૂપ જ છે. તે ખારાપાણીની લાલસા હોતે છતે યોગનાં આવેલાં (ચિત્તભૂમિમાં વાવેલાં) બીજ અંકુરાને પ્રગટ તો કરતાં નથી પરંતુ તે યોગબીજ પોતે જ બળી જાય છે. આવા પ્રકારના ખારા પાણી તુલ્ય અતત્ત્વશ્રવણનું પાન અનંતકાળથી આ જીવે કર્યું છે. તેનો ત્યાગ કરી હવે તત્ત્વશ્રવણ સ્વરૂપ મધુરપાણીનું પાન કરવું એ જ હિતાવહ છે. યોગબીજમાંથી તે તત્ત્વશ્રુતિ જ બોધરૂપ અંકુરાને પ્રગટ કરનાર છે. તત્ત્વશ્રુતિ એ મધુરોદક સમાન છે. આત્માનું હિતકરનાર તત્ત્વ શું ? વૈરાગ્ય. તે વૈરાગ્યનું જ શ્રવણ મધુરોદક સમાન છે. તે જ કલ્યાણ કરનાર છે. તેનું શ્રવણ પ્રાયઃ સદ્ગુરુને આધીન છે. તેથી આ દૃષ્ટિમાં આવેલો જીવ વૈરાગ્યવાર્તાને સાંભળવા તલસે છે. સદ્ગુરુને શોધે છે. તેની જ સેવામાં ઓતપ્રોત બને છે. સતત વૈરાગ્યમય તત્ત્વશ્રુતિ રૂપ મધુરજલનું જ પાન કરે છે. સદ્ગુરુ પાસે તત્ત્વશ્રુતિ મેળવ્યા પછી અધ્યાત્મસાર-અધ્યાત્મોપનિષદ્-અધ્યાત્મકલ્પદ્રુમ, જ્ઞાનસાર અષ્ટક, વૈરાગ્યશતકઉપમિતિભવ પ્રપંચ જેવાં અધ્યાત્મનાં પુસ્તકોના વાંચન દ્વારા તેનું મન દૃઢ કરે છે. તેને તત્ત્વવ્રુતિનો મધુર આસ્વાદ આવે છે જે શબ્દોથી વર્ણવી શકાતો નથી. તત્ત્વશ્રુતિ રૂપ મધુર ઉદકના પાન માટે આ જીવ સતત સદ્ગુરુની સેવામાં જ વર્તે છે. Jain Education International ૨૩૫ સમસ્ત એવો ભવયોગ=સંસારી સગાં- વ્હાલાં અને સ્નેહીઓના સંબંધો તથા પૌલિકસુખો એ ખારા પાણી તુલ્ય છે. કારણકે આત્મહિત કરનાર નથી તથા તેના સંબંધી જે કથા-વાર્તા તે અતત્ત્વ શ્રવણસ્વરૂપ ભવયોગ છે. તે પણ ખારા પાણી તુલ્ય છે. કારણ કે તેવા અતત્ત્વશ્રવણથી પણ આત્મહિત થતું નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy