________________
૪૩૯
ગાથા : ૧૪૯-૧૫૦.
યોગદૃષ્ટિ સમુચ્ચય થતો નથી તો પછી વિચક્ષણ પુરુષોએ શું કરવું જોઇએ? તે જણાવે છે કે મહાત્મા પુરુષોનો આત્મકલ્યાણ કરવાનો જે માર્ગ છે. તે માર્ગ જ સ્વીકારીને તેઓએ જણાવેલી નીતિ-રીતિ મુજબ ચાલવું જોઇએ. તેમાં મનમાન્યા તરંગો-વિકલ્પો કે કુતર્કો ઉપસ્થિત કરવા જોઈએ નહીં. કારણકે એમ કરવાથી તેઓના માર્ગને ઉલ્લંઘન કરવાના અનેક દોષો લાગે. તેથી તેવા દોષોથી રહિત થઈને મહાત્માઓના માર્ગમાં શુદ્ધ બુદ્ધિથી ચિત્તની વિશુદ્ધિપૂર્વક ચાલવું જોઇએ. એ જ શ્રેયસ્કર માર્ગ છે. ૧૪૯ તિવાદ આ માર્ગ જ હવે જણાવે છે.
परपीडेह सूक्ष्मापि, वर्जनीया प्रयत्नतः । तद्वत्तदुपकारेऽपि, यतितव्यं सदैव हि ॥ १५०॥
ગાથાર્થ = ઉપયોગપૂર્વક સૂક્ષ્મ એવી પણ પર-પીડા વર્જવી જોઇએ. તથા તેની જેમ ઉપયોગ પૂર્વક પરોપકાર કરવામાં હંમેશાં પ્રયત્નશીલ રહેવું જોઇએ. ૧૫૦ ||
ટીકા -“પીડr” પરવાળા, “દ” નોવે, “ફૂક્ષ્મણાતા” મહતતિ વિમિત્રાદ- “વર્ણનીયા” પરિત્યવતથા, “vard:” બૂમોમેન ! “તત્વ7प्रयत्नत" एव, “तदुपकारेऽपि" परोपकारेऽपि, “यतितव्यमनुष्ठानद्वारेण सदैव હતિ” ૨૧૦ |
વિવેચન - પૂર્વેની ગાથા-૧૪૯માં એમ કહેવામાં આવ્યું કે દોષો ત્યજીને “મહાત્માઓના માર્ગને અનુસરવું” પરંતુ ત્યાં પ્રશ્ન થાય છે કે મહાત્માઓનો માર્ગ શું? તે તો કંઈક સમજાવો. કે જે માર્ગ સમજીને અમે તેઓના માર્ગે ચાલીએ. આ કારણથી આ ગાથામાં મહાત્મા પુરુષોનો પતવ વર્ત-આ માર્ગ જ મદનજણાવે છે કે
આ લોકમાં સૂક્ષ્મ એવી પણ પર-પીડા ત્યાગ કરવી જોઈએ. આપણાથી બીજા જીવને અલ્પ પણ પીડા એટલે થોડી પણ બાધા-દુ:ખ થાય તેવું કાર્ય ન કરવું જોઇએ. અહીં સૂક્ષ્મપિમાં જે પિ શબ્દ છે તેનો અર્થ એવો છે કે જો સૂક્ષ્મ પણ પરપીડાનો ત્યાગ કરવો જોઇએ તો પછી મોટી (સ્થૂલ) પર-પીડાનો ત્યાગ તો કરવો જ જોઇએ એમાં શું કહેવું? મોટી (સ્થૂલ) પર-પીડાનો ત્યાગ તો હોવો જ જોઇએ તથા સૂક્ષ્મ પર-પીડા પણ ત્યજવી જોઇએ, સૂક્ષ્મ પર-પીડા પ્રયત્નપૂર્વક ત્યજવી જોઇએ ત્યાં પ્રયત્ન પૂર્વક એટલે બહુ જ ઉપયોગ રાખીને-કાળજી રાખીને એટલે કે જયણા પાળીને પર-પીડા વર્જવી જોઈએ. મહાત્માઓનો સાચો આ એક માર્ગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org