________________
४४०
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૫૦-૧૫૧ તથા જેમ પર-પીડા વર્જવી જોઈએ તેની જેમ પરોપકાર કરવામાં પણ ઉપયોગપૂર્વક પ્રવર્તવું જોઈએ. ત્યાં પ્રથમ પર-પીડા-વર્જન જે કહ્યું તે નિષેધાત્મક કથન છે. અને પરોપકાર કરવાનું જે કથન છે તે વિધાનાત્મક કથન છે. બીજાને પીડા ન કરવી તથા પરોપકાર પણ કરવો.
સૂક્ષ્મપિ પદમાં જે પ શબ્દ છે, તેનો અર્થ સૂક્ષ્મ એવી પણ પર-પીડા ત્યાજ્ય છે. તો મહાતી-મોટી પર-પીડા તો ત્યાજ્ય જ હોય. તેમાં પૂછવાનું શું? એમ પ શબ્દનો અર્થ ત્યાં જેમ થાય છે. તેમ અહીં તવકુપક્ષાપકપદમાં જે પિશબ્દ છે તેનો અર્થ શું કરવો? તે જણાવે છે કે માત્ર સૂક્ષ્મ-પીડાનો ત્યાગ જ કરવો એટલું જ નહીં, પરંતુ સાથે સાથે પરોપકાર પણ કરવો. એવો પિ શબ્દનો અર્થ કરવો.
અન્યજીવને દુઃખ ન આપવું. આપણા તરફથી પીડા ન થવા દેવી, તે જેમ પ્રથમ માર્ગ છે. તેવી જ રીતે તે અન્ય જીવોને આવી પડેલું કોઈ પણ દ્રવ્ય અને ભાવ દુઃખ દૂર કરવા પ્રયત્ન કરવો તે પરોપકાર કહેવાય છે. તે પણ કર્તવ્ય છે. આ પ્રમાણે બીજા જીવને સૂક્ષ્મ પણ પીડા ન કરવી એ પ્રથમ માર્ગ છે. અને તે જીવોને આવી પડેલાં દુઃખો દૂર કરવાના પ્રયત્નો કરવા રૂપ પરોપકાર કરવો એ મહાત્માઓનો બીજો માર્ગ છે. ટીકામાં “મનુષ્ઠાન ' શબ્દ લખીને ગ્રંથકાર ટકોર કરે છે કે હિંસાના ત્યાગની અને પરોપકાર કરવાની માત્ર મોટી મોટી (અને ડાહી ડાહી) વાતો જ કરવાની નથી. પરંતુ આચરણ દ્વારા તે બન્ને કાર્યો કરવા માટે સતત પ્રયત્ન કરવો જોઈએ. એ જ મહાત્મા પુરુષોનો માર્ગ છે.
સારાંશ કે સૂક્ષ્મ પણ પર-પીડાનું વર્જન, અને પરોપકાર-પરાયણપ્રવૃત્તિ આચરણ દ્વારા કરવી એ મહાત્મા પુરુષોનો માર્ગ છે. ૧૫૦/ તથા વળી મહાત્માઓનો માર્ગ શું છે? તે જણાવે છે.
गुरवो देवता विप्रा, यतयश्च तपोधनाः ।
पूजनीया महात्मानः, सुप्रयत्नेन चेतसा ॥ १५१॥ ગાથાર્થ = ગુરુઓ, દેવો, બ્રાહ્મણો, યતિઓ અને તપોધનવાળા મુનિઓ આ બધા મહાત્માઓ છે. તેઓની સુપ્રયત્નવાળા ચિત્તથી પૂજા કરવી. / ૧૫૧
ટીકા “નુર” માતા-પિતૃકપુf, “રેવતા” સામાન્ચનૈવ, “fam” દિના: “અતયશ્ર” પ્રનતાર્શ, તપોવના:” તત્ત: | “ખૂનનીય મહત્મિાન:” સર્વ एवैते यथार्हम् । कथमित्याह-"सुप्रयलेन चेतसा" आज्ञाप्रधानेनेत्यर्थः ॥ १५१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org