________________
ગાથા : ૪૦
યોગદૃષ્ટિ સમુચ્ચય
૧૭૧
મિત્રા દૃષ્ટિનો સાર મુક્તિમાર્ગનો પ્રારંભ મુક્તિ પ્રત્યેના અષથી દ્રષના અભાવથી) પ્રારંભાય છે. જ્યારે અલ્પાંશે પણ મુક્તિનો અદ્વેષ શરૂ થાય છે. ત્યારથી યોગની દૃષ્ટિ શરૂ થાય છે અને તેમાં આ પ્રથમદષ્ટિને મિત્રાદષ્ટિ કહેવાય છે. આત્માના આધ્યાત્મિક આત્મહિતના વિકાસનું આ પ્રથમ પગથીયું છે. ભવાભિનંદી અને પુદ્ગલ સુખના જ રાગી જીવને મુક્તિના અષવાળી આ દૃષ્ટિ આત્માના શુદ્ધ હિતની વિચારણા કરવા તરફ પ્રેરે છે. જે આપણા હિતની ચિંતા કરે. અને આપણને આપણા હિતની વિચારણા કરવા તરફ પ્રેરે તેને જગતમાં “મિત્ર” કહેવાય છે આ દૃષ્ટિકાલે મળેલું જ્ઞાન (બોધ) આ આત્માને આત્માના હિતની વિચારણા તરફ મિત્રોની જેમ દોરી જાય છે માટે આ દૃષ્ટિને (જ્ઞાનને) “મિત્રા” દૃષ્ટિ કહેવાય છે. આત્મહિત તરફ દોરનારી આ દૃષ્ટિ જ આત્માનો સાચો નિઃસ્વાર્થ મિત્ર છે.
આ દૃષ્ટિકાલે જે જ્ઞાન-બોધ હોય છે તે તૃણાગ્નિકણ સમાન હોય છે. તે બોધનો પ્રકાશ ક્ષણજીવી જ હોય છે. પ્રગટ થતાંની સાથે જ નાશ પામે તેવો હોય છે અને અતિશય મંદ હોય છે તેમ અહીં પ્રગટેલું જ્ઞાન બળવાળું હોતું નથી. પરંતુ મંદ હોય છે. તથા આત્મહિતની ચિંતા સ્કુરાયમાન હોવાથી ધર્મનાં કાર્યો કરવામાં “ખેદ' (થાક-પરિશ્રમ) લાગતો નથી. તે તે કાર્યો સતત કરવા વીર્ષોલ્લાસ વધતો જ રહે છે. તથા મુક્તિ પ્રત્યે અષ થવાના કારણે તે મેળવવા માટે યથાશક્તિ હિંસા-જુઠ-ચૌર્ય-મૈથુન અને પરિગ્રહ જેવાં પાપો અંશથી અથવા સર્વથી ત્યજવા સ્વરૂપ પાંચ યમો પ્રાપ્ત થાય છે કે જે યોગનું પ્રથમ અંગ કહેવાય છે. આ પાંચ યમ દ્રવ્યથી ગ્રહણ કરે છે. કારણ કે હજુ સમ્યકત્વાદિ ગુણો આવ્યા નથી, તેથી ભાવથી વ્રતગ્રહણ નથી. પરંતુ હિંસાદિ પાપો કર્મ બંધાવનાર છે. સંસારમાં રખડાવનાર છે એમ સમજી યથાશક્તિ તે પાપોને ત્યજવા સ્વરૂપ પાંચ યમ આ દૃષ્ટિકાલે આવે છે. આ રીતે મિત્રાદષ્ટિમાં તૃણાગ્નિકણ સમાન બોધ, ખેદ દોષનો ત્યાગ, અષગુણની પ્રાપ્તિ, અને યમ નામના યોગાંગની પ્રાપ્તિ થાય છે.
આ પ્રમાણે આગળ વધતાં મોહનીયકર્મ ઢીલું પડવાથી તેનામાં યોગ-પ્રાપ્તિની યોગ્યતા વધુ પ્રગટે છે. અને તેના પ્રતાપે નીચે મુજબ યોગ બીજને તે ધારણ કરે છે. જીવનમાં ભવિષ્યકાલે પૂર્ણપણે યોગ પ્રગટ થાય તેવાં તેનાં બીજને ગ્રહણ કરે છે. અર્થાત્ જીવન રૂપી ખેતરમાં બીજ વાવે છે.
(૧) વીતરાગ પરમાત્મા પ્રત્યે સંશુદ્ધ કુશલચિત્ત =પરમાત્માની ભક્તિ, શ્રદ્ધા, પ્રીતિ, વિશ્વાસ, તેમના પ્રત્યે મનથી અત્યંત બહુમાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org