SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૯૯ માનવી એ નિરર્થક છે. તેથી આ આત્માના સ્વભાવનો (પૂર્વ એવી સંસારી અવસ્થાનો) ઉપમર્દ (નાશ) માનવો એ જ ન્યાયથી તાવિક છે. તે ૧૯૯ાા ટીકા - “તમારે ” અવસ્થામાં ૪, “સંત” તિર્થ વિભાવવાનું “મુક્ત” મવપ્રપરિમાહિત્યતત્વ, “નિરર્થ” શબ્દમાત્રમેવ ર, થયો વિતિ | ‘‘ત'' તથા, “સ્વભાવપમતદત્તા તદ્દન્તરપનયનનક્ષઃ | “અ” આત્મિનઃ | “ના” ચાર | શિમિર્યાદ-“તત્તિ इष्यतां" पारमार्थिकोऽभ्युपगम्यतामिति ॥ १९९॥ વિવેચન :- જો આત્મા એ કાન્ત એક સ્વભાવ રૂપ હોય એટલે કે અપરિણામી એકાન્ત નિત્ય હોય તો સંસારી અને મુક્ત એવી બે અવસ્થાઓનો જ અભાવ થાય. અને જો આવા પ્રકારની બે અવસ્થાઓનો અભાવ જ હોય તો આ જીવ તિર્યંચ આદિ સંસારી ભાવવાળો છે. અને પછી આત્મ-સાધના કરવાથી ભવના પ્રપંચનો ઉપ૨મ કરવા દ્વારા મુક્તભાવવાળો થાય છે. આ પ્રમાણે જે સર્વ દર્શનશાસ્ત્રોમાં કહેવાય છે. અને સંભળાય છે. તે નિરર્થક જ થાય, બોલવા પૂરતું જ માત્ર રહે. ખરેખર અવસ્થા બદલાવા રૂપ અર્થનો યોગ ન ઘટવાથી બે અવસ્થા બોલવા પૂરતી જ રહે છે. પારમાર્થિકપણે બે અવસ્થા થશે નહીં અને જો બે અવસ્થા થતી ન હોય તો સર્વદર્શનશાસ્ત્રોમાં પોતપોતાની પ્રક્રિયા પ્રમાણે આત્મસાધના કરવાનું જે વિધાન છે તે સર્વ મિથ્યા ઠરે. તેથી આત્મદ્રવ્યની અવશ્ય “અવસ્થાલય” હોય જ છે. અને તે કારણથી કથંચિત્ અનિત્ય પણ છે જ. તeતેથી આ આત્માનો સ્વભાવોપમર્દ અવશ્ય સ્વીકારવો જ જોઇએ. સ્વભાવોપમર્દ એટલે કે “તત્તરે તત્તરાનિયનનક્ષ: "તે વિવક્ષિત એવી સંસારી અવસ્થાથી અન્ય એવી (બીજ) અવસ્થા વડે તે બીજી અવસ્થાથી અન્ય એવી (પૂર્વ) અવસ્થાનું અપનયન કરવું. અર્થાત્ અન્ય એવી મુક્તાવસ્થાના ઉત્પાદ વડે અન્ય એવી પૂર્વાવસ્થાનો (સંસારી- અવસ્થાનો) નાશ કરવો તેને જ સ્વભાવોપમઈ કહેવાય છે. આ પ્રમાણે સંસારી અને મુક્ત એવી બે અવસ્થાઓ અવશ્ય સ્વીકારવી જ ' જોઈએ અને એમ સ્વીકારવાથી આ આત્મદ્રવ્યના સ્વભાવનું ઉપમર્દન ન્યાયની રીતિએ સાચું-તાત્ત્વિક-પારમાર્થિક જ માનવું જોઈએ. માટે આ આત્મા પરિણામી નિત્ય છે. પરંતુ અપરિણામી નિત્ય નથી એકાન્તકસ્વભાવવાળો આત્મા નથી. તે ૧૯૯૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy