________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
ગ્રંથ-પ્રારંભ योगतन्त्रप्रत्यासन्नभूतस्य योगदृष्टिसमुच्चयस्य व्याख्या प्रारभ्यते । इह चादावेवाचार्यः (१) शिष्टसमयप्रतिपालनाय (२) विघ्नविनायकोपशान्तये (३) प्रयोजनादिप्रतिपादनार्थं श्लोकसूत्रमुपन्यस्तवान् -
યોગના સિદ્ધાંતને સમજાવનારા અર્થાત્ “યોગ”ના વિષયને સમજાવનારા અન્ય શાસ્ત્રોમાં અતિશય પ્રધાન હોવાથી નિકટતમ બનેલા એવા આ યોગદષ્ટિસમુચ્ચયની ટીકા શરૂ કરાય છે. અહીં પ્રારંભમાં જ આચાર્યશ્રી (૧) શિષ્ટપુરુષોની સમયમર્યાદા-શાસ્ત્રીય આચાર મર્યાદાનું પાલન કરવા, (૨) વિપ્નોના સમૂહની શાન્તિ કરવા, અને (૩) વિદ્વાન પુરુષોની પ્રવૃત્તિ કરાવવા પ્રયોજનાદિ જણાવવા સારુ શ્લોકસૂત્રને (પ્રથમગાથાને) ઉપન્યસ્ત (રજુ) કરે છે.
ભાવાર્થ :- યોગના વિષયને સમજાવતા જૈનદર્શનમાં તથા અન્ય દર્શનમાં અનેક ગ્રંથી અનેક મહાત્માઓએ બનાવ્યા છે. પરંતુ સર્વના સારભૂત હોય તેવો, સર્વ દર્શનકારોનો સમન્વય કરે તેવો, સર્વને ઉપાદેય લાગે તેવો, અને સર્વને પ્રીતિ પ્રાપ્ત કરાવનારો એવો આ યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ છે. તેથી જ આ ગ્રંથ યોગના વિષયવાળાં અન્ય શાસ્ત્રોમાં આસન્નતમ = પ્રધાનતમ = નિકટતમ બનેલો છે. તેની આ ટીકા લખાય છે. કોઇ પણ ગ્રંથ પ્રારંભાય ત્યારે પ્રારંભમાં સર્વે ગ્રંથકર્તાઓ (૧) મંગલાચરણ, (૨) વિષય, (૩) સંબંધ અને (૪) પ્રયોજન આ ચાર ભાવો પહેલી જ ગાથામાં જણાવે છે. તેમ અહીં પણ ગ્રંથકારશ્રી ગ્રંથની આદિમાં જ મંગલાચરણાદિ ચારને જણાવતી પ્રથમ ગાથા રજુ કરે છે. જે મંગલાચરણાદિ ચાર ભાવો જણાવાય છે તેનાં મુખ્યત્વે ત્રણ કારણો છે. (૧) શિષ્ટ પુરુષોના આચારનું પાલન (૨) વિનોના સમૂહની શાન્તિ, અને (૩) વિદ્વાન્ પુરૂષોનો ગ્રંથ પ્રવેશ. આ ત્રણે કારણો આગળ સમજાવવામાં આવે જ છે.
नत्वेच्छायोगतोऽयोगं, योगिगम्यं जिनोत्तमम् ।
वीरं वक्ष्ये समासेन, योगं तद्दृष्टिभेदतः ॥१॥ ગાથાર્થ :- (કર્મબંધમાં હેતુભૂત એવા મન-વચન અને કાયાના યોગથી રહિત હોવાથી) અયોગિ, તથા યોગિઓ વડે જ પ્રાપ્ય, અને જિનોત્તમ એવા વીર પ્રભુને ઇચ્છાયોગથી નમસ્કાર કરી તે યોગની દૃષ્ટિઓના ભેદથી હું સંક્ષેપમાં યોગને સમજાવીશ. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org