________________
પO૭
ગાથા : ૧૮૫
યોગદૃષ્ટિ સમુચ્ચય સર્વપ્રકારના લાભથી યુક્ત થયા છતા શ્રેષ્ઠ એવો પરોપકાર કરીને ત્યારબાદ યોગના અન્તને પામે છે. / ૧૮૫ |
ટીકા -“ક્ષતિષ:” સનરામ ત્રિપરિક્ષા, “મા” તત્વ “સર્વો' निरावरणज्ञानभावेन सर्वज्ञ इत्यर्थः । “सर्वलब्धिफलान्वितः" सर्वोत्सुक्यनिवृत्त्या। “જે પાઈ પાઈ' યથાવ્યું એવáાવિત્નક્ષણમ્ | “તત ચોત્તમનુતે' યોગપર્વતમાળોતિ છે ૨૮૬
વિવેચન - ક્ષપકશ્રેણિ સમાપ્ત થતાં જ રાગ-દ્વેષ-કુલેશ અને અજ્ઞાન આદિ સકલ દોષોનો પરિક્ષય (સર્વથા ક્ષય) થવાથી હવે તે યોગી મહાત્મા તે જ કાળે સર્વથા આવરણ રહિત બનવાથી સર્વજ્ઞ થાય છે. પૂર્વકાળમાં ૧ થી ૧૨ ગુણસ્થાનકોમાં પણ આ જીવ જ્ઞાનવાળો હતો પરંતુ તે કાળે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય પણ હતો, તેથી ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમભાવ હોવાથી સાવરણ જ્ઞાનયુક્ત હતો, જ્યારે હવે તે જ આ જીવ સર્વથા આવરણનો ક્ષય થવાથી નિરાવરણજ્ઞાનયુક્ત બનવાથી ક્ષાયિકભાવના પરિપૂર્ણજ્ઞાનવાળો થતો છતો “સર્વજ્ઞ” બને છે.
ચારે ઘાતિકર્મોનો ક્ષય થવાથી અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય વગેરે જે જે આત્મગુણો મેળવવા યોગ્ય હતા, તે સર્વે ગુણો પ્રગટ થયા હોવાથી, જે કંઈ આત્મકાર્ય કરવાનું હતું તે સર્વે થઈ ચૂક્યું હોવાથી, સર્વ પ્રકારના લાભ રૂપ ફળથી યુક્ત થયા છતા આ મહાત્મા યોગી પુરુષ કોઇપણ મેળવવા યોગ્ય વસ્તુ શેષ ન હોવાથી તેને મેળવવાની ઉત્સુક્તા (અધીરાઈ - તાલાવેલી)ની નિવૃત્તિ થયેલી હોવાથી, અતિશય શાન્ત-સમાધિભાવવાળા થાય છે. પરિપૂર્ણ, કૃતકૃત્ય અને સર્વથા ઉત્સુક્તાની નિવૃત્તિ થવા દ્વારા સર્વલાભ યુક્ત બને છે.
તેરમા ગુણસ્થાનકે આરૂઢ થયેલા આ મહાત્મા પોતાના પુણ્યોદય પ્રમાણે અને શ્રોતાવર્ગની યોગ્યતાના અનુસાર શ્રેષ્ઠ પરોપકાર કરીને યોગાન્તને પામે છે. અઘાતી કર્મો આ યોગીને હજુ બાકી છે. તેમાં કેટલીક પ્રવૃતિઓ પુણ્યરૂપ છે. અને કેટલીક પ્રકૃતિઓ પાપરૂપ પણ છે. તેમાં સર્વજ્ઞ કેવલજ્ઞાની ભગવાનને સાતા-અસાતા, છ સંસ્થાન, સુસ્વર-દુસ્વર અને શુભાશુભ વિહાયોગતિ આટલી જ પ્રકૃતિઓ પુણ્ય-પાપરૂપ યથાયોગ્ય ઉદયમાં હોય છે. બાકીની બધી માત્ર પુણ્યપ્રકૃતિઓ જ ઉદયમાં હોય છે. તીર્થકર કેવલી ભગવાનને સર્વે પણ પ્રકૃતિઓ પુણ્યની જ ઉદયમાં હોય છે. માત્ર સાતા-અસાતા જ એક પ્રતિપક્ષી ઉદયમાં હોય છે. તે પુણ્યપ્રકૃતિઓ પણ સામાન્યકેવલીને અને તીર્થકર કેવલીને હીનાધિક અનુભાગે (વિપાકોદય રૂપે) ઉદયમાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org