________________
૪૩૧
ગાથા : ૧૪૪–૧૪૫
યોગદૃષ્ટિ સમુચ્ચય भणिओ सम्मइंसण-णाण-चरित्तपडिवत्तिसंपन्नो । णियमा दुक्खंतकडो त्ति लक्खणं हेउवायस्य ॥ ३-४४॥ जो हेउवायपक्खम्मि हेउओ आगमे य आगमिओ । सो ससमयपण्णवओ सिद्धंतविराहओ अन्नो ॥ ३-४५॥
અર્થ :- ધર્મવાદ-વસ્તુતત્ત્વ સમજાવનારાં આગમો બે પ્રકારનાં હોય છે. એક અહેતુવાદ અને બીજા હેતુવાદ, તે બેમાં “આ ભવ્ય છે અને આ અભવ્ય છે” આવા પદાર્થો અહેતુવાદનો વિષય છે. || ૩-૪૩ ||
ભવ્યાત્મા સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન અને સમ્યક્રચારિત્રની પ્રાપ્તિવાળો થઈ અવશ્ય દુઃખનો અંત કરનાર થાય છે. તે હેતુવાદનું લક્ષણ (દષ્ટાન્ત) છે. || ૩-૪૪ /
જે મનુષ્ય હેતુવાદના વિષયમાં હેતુથી અને આગમવાદના વિષયમાં માત્ર આગમથી પ્રવર્તે છે તે જ મનુષ્ય સ્વસમયનો (એટલે જૈન સિદ્ધાન્તનો) આરાધક છે. અને બીજો પુરુષ જૈન સિદ્ધાન્તો વિરાધક છે. I ૩-૪૫ /
આ પ્રમાણે સર્વજ્ઞ-અસર્વજ્ઞ વિષય શ્રદ્ધાનો છે. આગમનો છે. પરંતુ અનુમાનનો નથી. માટે પણ મહાત્માઓએ આ બાબતમાં વિવાદ કરવો જોઈએ નહીં. || ૧૪૪ll વિહેચાઈ શ્રી ભર્તુહરિએ શું કહ્યું છે? તે જણાવે છે.
यत्नेनानुमितोऽप्यर्थः कुशलैरनुमातृभिः ।
अभियुक्ततरैरन्यैरन्यथैवोपपद्यते ॥ १४५॥ ગાથાર્થ =કુશલ (અનુભવી) એવા અનુમાનકારો વડે ઘણી જ સાવધાની (યત્ન)પૂર્વક અનુમાન કરાયેલો પદાર્થ પણ તેમના કરતાં અધિક શક્તિશાળી એવા અન્ય વિદ્વાનો વડે અન્યથા જ સિદ્ધ કરાય છે. જે ૧૪૫ /
ટીકા-“નાનુમિતોથથ વાઘનુરેન,” “નૈનનુમારિચયલિ,” “મયુત્તરવયવિરેa” / “ચર્થવોપધ” તથાઇसिद्धयादिप्रकारेण ॥ १४५ ॥
વિવેચન - ન્યાયશાસ્ત્રમાં જે વસ્તુ આપણને ઇન્દ્રિયગોચર નથી અને તે વસ્તુ જાણવી હોય તો તેને જાણવા માટેનું જે પ્રમાણ તેને “અનુમાન” કહેવાય છે. તે અનુમાનમાં પક્ષ, સાધ્ય, હેતુ, અન્વયવ્યાપ્તિ, વ્યતિરેકવ્યાતિનું જ્ઞાન હોવું આવશ્યક છે. આખા અનુમાનનો મુખ્ય આધાર “હેતુ” ઉપર હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org