________________
ગાથા : ૨૦૧ યોગદૃષ્ટિ સમુચ્ચય
૫૩૯ ગાથાર્થ = જો આ પ્રમાણે (આત્માદિ પરિણામી નિત્ય) ન માનીએ તો આ પ્રધાનાદિની પરિણતિ નિત્ય થાય. અને આ પ્રધાનાદિની જે પરિણતિ છે. તે જ સંસાર કહેવાય છે. આ પ્રમાણે સંસાર નિત્ય થયે છતે આત્માની મુક્તિનો સંભવ કેવી રીતે થાય? // ૨૦૧ll
ટીકા - વૈતરફીકર્તવ્ય, ‘‘અન્યથા” વમળ્યુYTMને, “સર્જિ” પ્રધાન વિનતિ , “નિત્ય” a | તત્તઃ વિનિત્યદિ-“gષા ત્ર'' प्रधानादिनतिः, "भव उच्यते" संसारोऽभिधीयते, एतन्नतौ तदात्मकमहदादिમાવાન્ ! “વુિં ૪” ૩નીત્યા, ‘‘મનિત્યત્વે” તિ, “થે મુક્તી સમwવ:' ? મૈત્યર્થ છે ૨૦૨
વિવેચન :- પૂર્વના શ્લોકમાં જે પ્રમાણે સમજાવ્યું છે. તેમ આત્માને પરિણામી માનવો જોઈએ. દિદક્ષા આદિના નિમિત્તે પ્રધાનાદિની પરિણતિ હોય છે અને દિક્ષા આદિના અભાવે પ્રધાનાદિની પરિણતિનો અભાવ થાય છે. આમ સાચું તત્ત્વ સ્વીકારવું જોઇએ. ગીથા જો એમ ન સ્વીકારવામાં આવે એટલે કે આત્માને અપરિણામી નિત્ય=એકાન્ત એકસ્વભાવવાળો જ માનવામાં આવે તો ડ્રયંકઆ પ્રધાનાદિની પરિણતિ નિત્યં સદાકાળ જ રહેનારી થશે. કારણ કે તેના મૂલકારણ ભૂત એવી દિદૃક્ષા આદિ આ જીવમાં સદાકાળ નિત્ય માની છે માટે. આમ થવાથી પણ આ પ્રધાનાદિની પરિણતિ સદા ધ્રુવ જ રહેવાથી તેને જ સંસાર કહેવાય છે કારણ કે તે જ જન્મ-મરણ-રોગ-શોક આદિ ઉપાધિ રૂપ છે. આ પ્રધાનાદિની પરિણતિ સદા હોતે છતે તેના વિકાર રૂપ બુદ્ધિ, મહત્તત્ત્વ, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, તન્માત્રાઓ વગેરે ભાવો પણ સદા વિદ્યમાન જ રહેશે. આમ થવાથી સદાકાળ સંસાર જ રહેશે. ભવભાવ જ કાયમ રહેશે. एवं च=
આમ થવાથી સંસાર ધ્રુવ બનવાથી ભવભાવની નિવૃત્તિ ન થવાથી ઉપર કહેલી નીતિ-રીતિ મુજબ ભવ (સંસાર) નિત્ય થયે છતે આ આત્મામાં મુક્તાવસ્થાનો સંભવ કેમ ઘટશે? માટે સમજવું જોઇએ કે ભવભાવની નિવૃત્તિ થાય છે અને આત્મા મુક્તાવસ્થાને પામે છે. દિદક્ષા આદિનો અભાવ થાય છે અને તેનાથી પ્રધાનાદિની પરિણતિ પણ ખતમ થાય છે. આમ પરિણામી આત્મા છે. / ૨૦૧ //
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org