________________
૫૩૦
યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૯૫
તદુત્પતિ =બીજી ક્ષણમાં જે સર્વથા અસત્ છે તે અસત્નો (અભાવનો) ઉત્પાદ માનવો પડશે. કારણ કે બીજી ક્ષણમાં આવતો આ અસત્ (અભાવ) પ્રથમસમયમાં ન હતો અને બીજી ક્ષણમાં આવ્યો એટલે કાદાચિક (કયારેક આવનારો) થયો. તે અસદ્ભાવ સદાકાળ અવસ્થિત ન થયો. આ પ્રમાણે કાદાચિક થવાના કારણે બીજી ક્ષણમાં તે અસત્નો (અભાવનો) ઉત્પાદ માનવો જ પડશે. (આમ માનવામાં બે દોષો તો પૂર્વની ગાથામાં જણાવ્યા જ છે. એક વચનવિરોધ અને બીજો શશશૃંગાદિ સર્વથા અસત્ પદાર્થોનો પણ ઉત્પાદ થવાનો પ્રસંગ. આ બે દોષો ઉપરાંત અન્ય દોષો પણ આવે છે તે આ શ્લોકમાં જણાવે છે.)
તતઃ =તે અસનો ઉત્પાદ માન્યો એટલે નાશોfપ ત બીજી ક્ષણમાં તે અસદુત્પાદનો નાશ પણ તમારે માનવો જ પડશે. કારણ કે કુત્તમત્તનિત્યં જે જે વસ્તુ ઉત્પત્તિવાળી હોય છે તે તે વસ્તુ અવશ્ય અનિત્ય (નાશવંત) જ હોય છે. જેમ ઘટ-પટ આદિ પદાર્થો ઉત્પત્તિવાળા છે. તે સર્વે નાશવાળા પણ છે જ. તેની જેમ બીજી ક્ષણમાં થયેલો અસત્નો ઉત્પાદ એ પણ ઉત્પાદવાળો હોવાથી અવશ્ય નાશવંત જ હોવાનો.
આ પ્રમાણે યત્ર જે કારણથી અસના ઉત્પાદ થાય છે. એમ તમે માનો છો એટલે તત્તે કારણથી જ અસના ઉત્પાદનો નાશ પણ માનવો જ પડશે. કારણ કે જે ઉત્પત્તિમતું હોય તે નાશવત્ પણ હોય છે. અને અસત્નો જે ઉત્પાદ થયો છે તે નષ્ટ થાય એટલે “પુનર્ભાવ:'=મૂલ પદાર્થ પુનઃ સત્ થાય એવો જ અર્થ થાય. સર્વે ઉત્પત્તિવાળી વસ્તુ નાશવાળી હોવાથી અસદુત્પાદનો પણ નાશ થાય. અને અસના ઉત્પાદનો નાશ થાય. એટલે પુનઃ સત્ની ઉત્પાદ થાય. એટલે કે તેનૈવ રૂપે તે જ મૂલપદાર્થ રૂપે વસ્તુ પુનઃ સત્ થાય. કારણ કે મૂલવસ્તુનો પુનઃ સદ્ભાવ થયા વિના અન્યથા “અસનો વિનાશ” સંભવે જ નહીં. સારાંશ કે મૂલ પદાર્થ પુનઃ મૂલપદાર્થરૂપે પાછો સત્ થાય તો જ તેના અસત્નો વિનાશ થયો કહેવાય. અન્યથા–એટલે કે મૂલપદાર્થ મૂલરૂપે જો પુનઃ સત્ ન થાય તો અસનો વિનાશ થયો ન કહેવાય. આ રીતે થવાથી પ્રથમ સત્, પછી અસત્નો ઉત્પાદ, પછી અસત્નો વિનાશ ત્યારબાદ પુનઃ સત્, એવી જ ધારા ચાલશે. નાશ થયેલા ઘટાદિનો પુનઃ મૂલભાવે (ઘટાદિ રૂપે) સત્ થવાનો પ્રસંગ આવશે. જે વ્યવહારથી સર્વથા વિરુદ્ધ (અનુચિત) છે.
હવે આ દોષમાંથી બચવા માટે તમે જો એમ કહેશો કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org