________________
પ૩૧
ગાથા : ૧૯૫-૧૯૬
યોગદષ્ટિ સમુચ્ચય નાશો નાણાત્મના માવા=પ્રથમક્ષણના સત્નો જે નાશ થાય છે, તે નાશાત્મક સ્વરૂપે=અભાવરૂપે જ ઉત્પન્ન થતો હોવાથી તે નાશ કાયમ રહે છે. અર્થાત્ નાશ અનિત્ય નથી. પરંતુ નિત્ય છે. તેથી જ તે નાશ આગળ-પાછળની સર્વેક્ષણોમાં અવસ્થિત જ છે. નાશ અવસ્થિત હોવાથી પુનર્ભવ થવાનો (પદાર્થનો મૂળરૂપે ફરી ભાવ થવાનો) પ્રસંગ જ આવતો નથી. આવા પ્રકારનો બૌદ્ધ બચાવ કરે તો તેની આ આશંકા દૂર કરતાં ગ્રંથકાર જણાવે છે કે “સતા નાશ"=જો નાશને સદાકાળ રહેવા વાળો એવો ધ્રુવ માનશો. અને આગળ-પાછળની ક્ષણોમાં પણ તે નાશ સર્વ કાળે છે જ. એમ જો સ્વીકારશો, તો. “ર તસ્થિતિઃ'-તે મૂલપદાર્થની સત્તા જ ઘટશે નહીં. કારણ કે નાશ નિત્ય માનવાથી જેમ પાછલી સર્વ ક્ષણોમાં તે નાશ છે તેમ આગલી ક્ષણોમાં પણ નાશ છે જ. તેથી તે વસ્તુ વિવક્ષિત ક્ષણમાં નાશ પામે છે. ત્યારે પણ સત્ રહેશે નહી, તેથી સર્વેક્ષણોમાં પદાર્થની સત્તા ઘટશે નહીં. આ પ્રમાણે બૌદ્ધમતના ક્ષણિકવાદમાં સર્વથા દોષ જ આવે છે. મે ૧૯પી
स क्षणस्थितिधर्मा चेद, द्वितीयादिक्षणेऽस्थितौ ।
युज्यते ह्येतदप्यस्य, तथा चोक्तानतिक्रमः ॥ १९६॥ ગાથાર્થ = તે નાશ જો ક્ષણસ્થિતિ ધર્મવાળો છે તો દ્વિતીયાદિક્ષણમાં તે નાશની “અસ્થિતિ” માન્ય છતે આ સ્થિતિનું પણ આ ક્ષણસ્થિતિધર્મત જ માનવું યોગ્ય થશે. અને એમ માનવાથી ઉપર કહેલા દોષોનું ઉલ્લંઘન થતું નથી અર્થાત્ દોષો આવે જ છે. || ૧૯૬ll
ટીકા- “” નાશ, “ક્ષસ્થિતિમાં ચૈ” ભાવ વ . તદ્દાશદિ‘‘તિરિક્ષ સ્થિ” સત્યામ, જિનિત્યાદિ- “ગુખ્ય હેત'' ક્ષસ્થિતિધર્મવં “જી” મધમાવી | “તથા ૪'' પર્વ તિ ૩વત્તાનતિમ: | ૨૬ /
વિવેચન - ઉપરના શ્લોકમાં બૌદ્ધને એવો દોષ આપવામાં આવ્યો કે જો સત્પદાર્થના થયેલા નાશને સદાકાળ નિત્ય માનવામાં આવશે, તો કોઈપણ ક્ષણોમાં વસ્તુની સ્થિતિ ઘટશે નહીં. આ દોષમાંથી બચવા હવે જો બૌદ્ધ એમ કહે કે “નાશ” સદા કાળ સ્થિત નથી. પરંતુ તે નાશ ક્ષ સ્થિતિમાં જો ક્ષણસ્થિતિધર્મવાળો જ છે અર્થાત્ તે નાશ એક ક્ષણમાત્ર રહેનાર જ માવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org