________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૯
દૃઢતા માટે અને કર્મોની નિર્જરા માટે અભ્યસ્ત સૂત્રોનું વારંવાર રટન ક૨વું તે પરાવર્તના, (૪) અભ્યાસ જેનો થયો છે તેવા વિષયોનું સૂક્ષ્મબુદ્ધિપૂર્વક ઊંડું તત્ત્વચિંતન કરવું તે અનુપ્રેક્ષા, અને (૫) આપણને જે વિષય યથાર્થ સમજાયો છે તેનું પરમાર્થ માટે અનુગ્રહ બુદ્ધિથી બીજાને દાન કરવું તે ધર્મકથા, આ રીતે પંચવિધ સ્વાધ્યાય કરવો.
૧૪૦
(૯) ચિંતના નવા નવા શાસ્ત્રોનું પ્રાપ્ત થતું આ જ્ઞાન, પૂર્વકાળમાં પ્રાપ્ત કરેલા ગ્રંથોના અર્થની સાથે અવિરુદ્ધપણે ચિંતવવું, પૂર્વાપર અવિરુદ્ધ અર્થ લગાવવા. સૂક્ષ્મ તત્ત્વચિંતન કરવું.
(૧૦) ભાવના -જે જે સૂત્રો તથા અર્થો કંઠસ્થ થયા છે. તેનું વારંવાર રટન કરવું, બોલી જવું, દૃઢીભૂત કરવું. આ ભવમાં પ્રાપ્ત કરેલા જ્ઞાનના દૃઢ સંસ્કાર ભવાન્તરમાં લઘુવયથી જ પ્રાપ્ત થાય છે. તત્ત્વોનું વારંવાર ટન કરવું. ભાવના ભાવવી એ જ કેવલજ્ઞાનની પ્રાપ્તિનું કારણ છે. કહ્યું છે કે “આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવલજ્ઞાન” (યો. દ. સજ્ઝાય).
આ રીતે જે આત્માને સંસાર પ્રત્યે અણગમો પેદા થયો છે. મુક્તિ પ્રત્યે પ્રીતિ લાગી છે. અને તે મુક્તિની પ્રાપ્તિ શાસ્ત્રજ્ઞાનથી જ થાય છે. એમ સમજે છે તેથી જ શાસ્ત્રોનું બહુમાન, પગે લાગવું, લખવું. લખાવવું-દાન કરવું. ભણવું અને ભણાવવું. વારંવાર પરિશીલન કરવું. ઇત્યાદિ કાર્યોમાં જ આ જીવ રચ્યો પચ્યો રહે છે. આ પણ છઠ્ઠું યોગબીજ છે આ પ્રમાણે કુલ છ યોગબીજ છે. એમ જાણવું.
(૧) જિનેશ્વર પ્રત્યે સંશુદ્ધ એવું કુશલચિત્ત (૪) સહજ એવો ભવ ઉદ્વેગ. (૨) આચાર્યાદિ પ્રત્યે સંશુદ્ધ એવું કુશલચિત્ત (પ) દ્રવ્ય અભિગ્રહનું પાલન (૩) વિધિપૂર્વક શુદ્ધાશય સાથે વૈયાવચ્ચ
(૬) સિદ્ધાન્તની લેખનાદિ ક્રિયા ॥૨૮॥
તથા=વળી
बीजश्रुतौ च संवेगात्, प्रतिपत्तिः स्थिराशया । તનુપાયમાનશ્ચે, પરિશુદ્દો મોવઃ ॥૨॥
=
ગાથાર્થ વળી આ સર્વે યોગબીજનું વારંવાર શ્રવણ કરવા દ્વારા ઉત્પન્ન થયેલા સંવેગપરિણામથી સ્થિર આશયવાળી પ્રતિપત્તિ થાય છે. તથા અત્યન્ત શુદ્ધ અને મહાન ઉદયને આપનારો એવો તે યોગબીજનો ઉપાદેયભાવ (આ જ આદરવા યોગ્ય છે એવો ભાવ) થાય છે. ૨૯॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org