________________
૧૫
અને હવે આપણી સ્થિતિ જોઇએ. આપણે છઠ્ઠા અને ચોથા ગુણઠાણે હોવાનું માનીને ચાલીએ ભલે. પણ આ ‘તારાદૃષ્ટિ'ની ભૂમિકા પણ આપણા ચિત્તે પ્રાપ્ત કરી છે ખરી! અને આટલું યે આપણામાં ન હોય તો પછી આપણે ચોથા અને છટ્ઠા ગુણઠાણાનો દાવો કેવી રીતે કરી શકીએ! આ તું ઢાળ બોલતો હતો, ત્યારે મને આ ચિંતન ચાલતું હતું. તેથી આવું બની ગયું. ચાલો, આગળ ચાલીએ.''
હું દિગ્મૂઢ. શાસનના ધોરી મહાપુરુષનું હૃદય આટલું બધું કોમળ ! આવી મોટી વ્યક્તિ અને આ લઘુતા ! કેવું સ્વદોષચિંતન ! કેવી ઉદાત્ત પરિણતિ ! કેવી નિર્મળ ભદ્રિકતા !
આ પ્રસંગ તો પતી ગયો, પરંતુ એ પ્રસંગ મારા માટે તો એક અમીટ છાપ પાડી જનારી ઘટના જ બની રહ્યો.
તે દહાડે પહેલીવાર મને ‘યોગદૃષ્ટિ સમુચ્ચય’ પરત્વે અકથ્ય અને અદમ્ય આકર્ષણ જાગ્યું. મને લાગ્યું કે એ ગ્રંથ માત્ર અધ્યયન માટેનો, પદાર્થોને જાણવા માટેનો, પદાર્થોના જ્ઞાન વડે બીજાને હતપ્રભ કરવા માટેનો ગ્રંથ નથી. એ ગ્રંથ તો પોતાના, પોતાની કક્ષાના અને સ્વરૂપના તાદેશ કે યથાતથ દર્શન કરાવનાર દર્પણ સમાન ગ્રંથ છે. મેં નક્કી કર્યું કે આ ગ્રંથ કંઠે કરીશ, વાંચીશ, સમજવા મહેનત કરીશ, અને આના પડછે જ જીવનને તથા તત્ત્વદર્શનને મૂલવતો રહીશ.
(૨)
વર્ષો પછી આ ગ્રંથ, તેની ટીકા, તેના અનુવાદ વગેરે વાંચવાનો યોગ તો અવશ્ય લાધ્યો. કંઠે કર્યો ને ભૂલાઇ પણ ગયો. અવસરે અવસરે તેના સંદર્ભોનો ઉપયોગ પણ થયા કરે. પરંતુ હજી સતત લાગ્યા કરે કે આ ગ્રંથના સ્થૂલ અર્થ વિવેચન સુધી જ હજી પહોંચાય છે, તેના આંતરિક મર્મો સુધી હજી આપણી પહોંચ નથી.
આપણા સંઘના આ કાળના શ્રેષ્ઠ આત્મસાધક સંત મુનિરાજ શ્રી અમરેન્દ્રવિજયજી મહારાજને મેં વિનંતિ કરેલી કે આ ગ્રંથ ઉપર આપ એક મર્મગામી વિવેચનગ્રંથ આપો. ત્યારે તેમણે જણાવેલું. ‘આ ગ્રંથના મર્મ સુધી પહોંચવાનું મારું ગજું નથી, માત્ર ભણી ગયા એટલે તેનું વિવેચન લખવું તે
અનધિકારચેષ્ટા બની રહે.’
જો આવા યોગમાર્ગના પ્રવાસી પુરુષ પણ, આ રીતે, આ ગ્રંથને મૂલવતા હોય તો આપણે તો તેનું અનુસરણ જ કરવું કહ્યું.
(૩)
એક અત્યંત આનંદની ઘટના છે કે છેલ્લા શતકમાં આવા યોગ-ગ્રંથોનું અધ્યયન આપણા સંઘમાં વધતું જ ગયું છે. સૌ પ્રથમ આ ગ્રંથનું પ્રકાશન સૂરિસમ્રાટ્ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org