SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત યોગદષ્ટિ સમુચ્ચય દૃષ્ટિ=(બોધ=જ્ઞાન) ઓઘદૃષ્ટિ યોગદૃષ્ટિ I ભવાભિનંદીપણું મોક્ષાભિલાષા પરભાવદશા સ્વભાવદશા તેથી જ લેશ-કષાય-આવેશ પુગલના સુખની ઘેલછા ગુણોના સુખની ઘેલછા પુગલના સુખનાં સાધનોની ઇચ્છા ગુણપ્રાપ્તિનાં સાધનોની ઇચ્છા સુખનો રાગ અને દુઃખનો દ્વેષ સર્વત્ર રાગ-દ્વેષનો અભાવ તેથી જ વીતરાગતા અને સર્વશતા અનંત જન્મ-મરણની પરંપરા શૈલેશી અવસ્થા-મોક્ષ આ રીતે ઓઘદૃષ્ટિવાળો જીવ (મોહને પરવશ થયો છતો) સંસાર તરફ આગળ વધે છે અને અંતે અનંત જન્મ-મરણની ગર્તામાં ધકેલાઈ જાય છે. જ્યારે યોગદષ્ટિ યુક્ત જીવ ગુણવિકાસ કરતો છતો કદાપિ દુઃખ ન જ આવે એવા શાશ્વત સુખને પામે છે. તેવી દૃષ્ટિને “યોગદષ્ટિ” કહેવાય છે. જેનું વર્ણન આ ગ્રંથમાં સવિસ્તરપણે આવશે. ચરમ પુદ્ગલ પરાવર્તનમાં પ્રવેશેલા જીવને ત્યાંથી પ્રારંભીને આ યોગદૃષ્ટિ (સાચો બોધ-સાચી જ્ઞાનદશા) અંશે અંશે પ્રાપ્ત થતી જાય છે જે તેરમા-ચૌદમા ગુણસ્થાનકે પરિપૂર્ણ ચરમ સીમાને પામે છે. તે યોગદષ્ટિના પ્રત્યેક જીવવાર, અને પ્રત્યેક ગુણસ્થાનક વાર, તરતમભાવેaહીનાધિકભાવે અસંખ્ય ભેદો થઇ શકે છે. એક જ ગુણસ્થાનકવર્તી જીવોમાં પણ જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મના ક્ષયોપશમની હીનાધિતાના કારણે અસંખ્ય-અસંખ્ય ભેદો આ યોગદષ્ટિના થાય છે. તથાપિ સર્વજીવોને સરળતાથી સમજાય તે માટે ગ્રંથકારશ્રી આ ગ્રંથમાં યોગદૃષ્ટિના આઠ ભેદ પાડીને તેમાં સર્વ પ્રતિભેદોનો સમાવેશ કરીને આપણને સમજાવે છે. યોગની પ્રથમદષ્ટિમાં જીવને થયેલો બોધ (જ્ઞાન) બહુ જ નિસ્તેજ અને દુર્બળ હોય છે. મોહનાં પ્રબળ કારણો આવે છતે જ્ઞાન દબાઇ જાય છે. તે બોધને સમજાવવા “તૃણના અગ્નિની” ઉપમા આપી કલ્પિતદષ્ટાન્તથી ગ્રંથકારશ્રી સમજાવે છે કે - જેમ તૃણના અગ્નિનું તેજ અલ્પ અને દુર્બળ હોય છે. થોડો પણ પવન આવતાં અથવા સહેજે સહેજે જલદી બુઝાઈ જાય છે. તેવું જ્ઞાન (તેવો બોધ) પ્રથમદષ્ટિ-કાળે હોય છે. ત્યારપછીની દૃષ્ટિઓમાં જ્ઞાન-બોધની તીવ્રતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy