________________
ગાથા : ૨૧૨-૨૧૩ યોગદૃષ્ટિ સમુચ્ચય
પ૬૧ (૬) ઊહ = અન્વય અને વ્યતિરેક વ્યક્તિ દ્વારા વિશેષ તર્ક લગાવવા પૂર્વક જ્ઞાન મેળવવું.
() અપોહ = વ્યાપ્તિ કરતાં જે જે બાધક દોષ દેખાય, તેનો ત્યાગ કરવા પૂર્વક આગમશાસ્ત્ર અને યુક્તિથી અવિરુદ્ધ અર્થ ગ્રહણ કરવા પ્રયત્ન કરવો.
(૮) તત્ત્વાભિનિવેશ = વિજ્ઞાન-ઊહ અને અપોહ આ ત્રણે ગુણો પૂર્વક વસ્તુતત્ત્વ પરિપૂર્ણ વિચારીને જે યથાર્થતત્ત્વ જણાય તેનો આગ્રહ રાખવો. ગમે તેવા મિથ્યાત્વીઓનો સંપર્ક થઈ જાય તો પણ તે સત્ય અર્થનો ત્યાગ ન કરવો.
આ પ્રમાણે આ યોગીઓ શુશ્રુષા આદિ બુદ્ધિના આઠ ગુણપૂર્વક ધર્મતત્ત્વ ગ્રહણ કરવા અને ઇચ્છાયમ તથા પ્રવૃત્તિયમ દ્વારા તે ધર્મતત્ત્વ આચરવા પ્રયત્નશીલ હોય છે. આવા પ્રકારના જ્ઞાન અને ક્રિયા (આચરણા)વાળા યોગીઓ તે પ્રવૃત્તચયોગી કહેવાય છે. તે ૨૧૨ || તથા જ્વળી
आद्यावञ्चकयोगाप्त्या, तदन्यद्वयलाभिनः ।।
एतेऽधिकारिणो योग-प्रयोगस्येति तद्विदः ॥ २१३॥ ગાથાર્થ = આદ્ય અવંચકના (યોગાવંચકપણાના) યોગની પ્રાપ્તિ થઈ હોવાથી તેનાથી અન્ય એવા ક્રિયાવંચક અને ફલાવંચકના લાભને અવશ્ય કાલાન્તરે મેળવનારા આ યોગીઓ હોય છે. તેથી આ યોગીઓ યોગધર્મસંબંધી પ્રયોગના અધિકારી છે. એમ યોગવિદ્ પુરુષો કહે છે. | ૨૧૩.
ટીકા - “માધવિઝોલ્યા'' વાવઝોલ્યા હેતુભૂતી, "तदन्यद्वयलाभिनः" क्रियावञ्चकफलावञ्चकद्वयलाभिनः, तदवन्ध्यभव्यतयैवम्भूताः તે | શિમિયાહ-૩થાપિ: | ચેત્યાદિ-“વો પ્રયોગસ્થ'' થતી , “તિ” પર્વ “તકિયો વિર I મમતથતિ રતિ શેષ: | ૨૨રૂા.
વિવેચન :- યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચક એમ ત્રણ પ્રકારના અવંચકભાવો છે. જેનું સ્વરૂપ હવે પછી ગાથા-૨૧૯-૨૨૦-૨૨૧માં જણાવાશે. તથા પૂર્વે આ જ ગ્રંથમાં ગાથા-૩૪માં તે ત્રણનું વર્ણન આવેલું છે. આ પ્રવૃત્તચયોગી મહાત્માઓને આ અવંચકત્રયમાંથી પ્રથમ જે અવંચક છે. તે યોગાવંચક, તેની યથાર્થ પ્રાપ્તિ થયેલી છે. પુરુષોનો યોગ થયેલ છે સન્માર્ગ બતાવનારા અને સન્માર્ગ વિકાસ કરાવનારા સંતપુરુષોની સતત વાણી સાંભળવા દ્વારા સમાગમ થયો છે. તેમના દ્વારા પ્રેરણા મળવાનો યોગ પ્રાપ્ત થઈ ચૂકયો છે. યો. ૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org