________________
૫૬O યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૧૨ અહિંસા આદિ યમધર્મોને પામેલા પુરુષની કથા સાંભળવામાં અતિશય રસ અને પોતાના જીવનમાં પણ આવા પ્રકારના અહિંસા આદિ યમધર્મો વધારે પ્રાપ્ત થાય તેવી ઇચ્છા સ્વરૂપ ઈચ્છાયમ આ પ્રવૃત્તચક્ર યોગીઓને હોય છે. તથા યથાશક્તિ પોતે પણ અહિંસા આદિ આ પાંચ પ્રકારના યમધર્મોને સ્વીકારનારા પણ હોય છે. પાંચે યમધર્મોમાં પ્રવર્તન કરવા સ્વરૂપ પ્રવૃત્તિયમ પણ હોય છે આ પ્રમાણે અહિંસા આદિ પાંચ પ્રકારના ધર્મોનો ઇચ્છાયમ અને પ્રવૃત્તિયમ એમ બે પ્રકારના યમધર્મોરૂપે આશ્રય કરનારા આ આત્માઓ હોય છે. તેઓના જીવનમાં ઈચ્છાયમ અને પ્રવૃત્તિયમ વણાઈ ગયા હોય છે.
(૨) જે અહિંસા આદિ પાંચ પ્રકારના યમધર્મોમાં પ્રવૃત્તિ કરી છે. તેમાં કોઇપણ પ્રકારનાં વિઘ્નો ન આવે. અને કદાચ વિઘ્નો આવે તો તેઓનો પ્રતિકાર કરી આ વ્રતો પાળવામાં અત્યન્ત સ્થિર થવા સ્વરૂપ સ્થિરતાયમ અને તે સ્થિરતા દ્વારા સફળતા મેળવવા સ્વરૂપ સિદ્ધિયમ. આ બે યમધર્મો પોતાનામાં જલ્દી પ્રાપ્ત થાય એવી તીવ્ર ઝંખનાવાળા આ આત્માઓ હોય છે. આ પ્રમાણે આ પ્રવૃત્તચક્રોગિઓ પ્રથમના બે યમના આશ્રયવાળા અને પછીના બે યમના અર્થી હોય છે.
(૩) આ અહિંસા આદિ વ્રતો પાળવામાં તેના ઉપાય સ્વરૂપે પોતાની બુદ્ધિનો તેમાં સતત ઉપયોગ કરે છે. બુદ્ધિપૂર્વક આ કાર્ય કરે છે. તે બુદ્ધિના આઠગુણોનું તેમાં સતત ગુંજન કરે છે.
તે આઠગુણો શુશ્રુષા આદિ આ પ્રમાણે છે.
(૧) શુશ્રુષા = ધર્મતત્ત્વ સાંભળવાની તીવ્ર ઉત્કંઠા. જેમ તરૂણ, સુખી અને સ્ત્રીયુક્ત એવા પુરુષને કિન્નરગીત સાંભળવાની તીવ્ર ઈચ્છા હોય છે. તેનાથી પણ અનેકગણા રાગે ધર્મતત્ત્વ સાંભળવાની ઉત્કંઠા-તાલાવેલી. આ શુશ્રષા બોધપ્રવાહની સરવાણીતુલ્ય છે. તેનાથી બોધ પ્રાપ્ત થાય છે.
(ર) શ્રવણ = ઉપર કહેલી હાર્દિક શુશ્રુષા પૂર્વક ધર્મતત્ત્વ સાંભળવું.
(૩) રાહણ = વિવેક અને એક્તાનથી જે ધર્મતત્ત્વ સાંભળ્યું. તેને હદયથી ગ્રહણ કરવું. કહેનારના ભાવને-સારને બરાબર સમજવો.
(૪) ધારણ = વક્તા પાસેથી ધર્મતત્ત્વ સાંભળી તેને બરાબર સમજી લાંબા કાળ સુધી તેને સ્મૃતિગોચર રાખવું. ભૂલી ન જવું. તેના વિચારોમાંથી ચુત ન થવું.
(૫) વિજ્ઞાન = વારંવાર તેને યાદ રાખવા દ્વારા તેના સંસ્કારો અતિશય દઢ કરવા. તથા તેના સંબંધી વિશેષ બોધ મેળવવો. એટલે કે આ સાંભળેલા ધર્મતત્ત્વનો સંશય, અનવ્યવસાય અને વિપર્યય આદિ દોષોથી મુક્ત બોધ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org