________________
પ૬૨ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૧૩-૨૦૧૪ હવે તે યોગાવંચક દ્વારા સત્પરુષોને વંદનાદિ ધર્મક્રિયા કરવા વડે ક્રિયાવંચકતા અને તેના દ્વારા સાનુબંધ ધર્માત્મક ફળની પ્રાપ્તિ મેળવવા રૂપ ફલાવંચકતા પ્રાપ્ત કરવાના આ જીવો અર્થી હોય છે સંવેગ અને નિર્વેદના પરિણામથી પરિણત થયેલા આ મહાત્માઓ શેષ બે અવંચકયોગની પ્રાપ્તિ માટે સતત પ્રયત્નશીલ વર્તે છે. કારણ કે ક્રિયાવંચકના અવશ્લેકારણપણે યોગ્ય એવા યોગાવંચકતાની પ્રાપ્તિ થયેલી હોવાથી આ યોગીઓ તે બે અવંચકયોગની પ્રાપ્તિના અર્થી હોય છે. તેના માટે સતત પ્રયત્નશીલ બને છે.
આવા પ્રકારના કુલયોગી અને પ્રવૃત્તચક્રાયોગી મહાત્માઓ જ આ યોગમાર્ગની પ્રાપ્તિ માટેના પ્રયોગ વાતે અધિકારી છે. લોકોત્તર માર્ગે ચઢવાનો આ અખતરો છે. યોગ્યતા આવેલી હોવાથી અવશ્ય આ અખતરો સફળ થવાનો છે. આત્મહિતની પૂરેપૂરી લગની લાગી છે. મોહના બધા ભાવો મન્દ પડ્યા છે. યોગધર્મની પરમ પ્રીતિ જન્મી છે. યથાશક્તિ યોગમાર્ગ આચરણમાં પણ લાવ્યો છે. અને અધિક-અધિક યોગમાર્ગ મેળવવા, સપુરુષોનો સહવાસ, સપુરુષોની સેવા, અને પુરુષોની વાણીનું શ્રવણ આદર્યું છે. આવા ઉત્તમ જીવો જ આવા ઉચ્ચકોટિના યોગમાર્ગની પ્રાપ્તિ કરવા માટેના પ્રયત્નને યોગ્ય છે. તેથી તે મહાત્માઓ આ ગ્રંથ ભણવાના પણ અધિકારી છે.
અયોગ્ય આત્માઓ આવો ઉંચો માર્ગ પામી શકતા નથી. તેમના હાથમાં આવા પ્રયોગો અપાતા નથી. જો તેઓના હાથમાં આવે તો વાંદરાને મદિરાપાનની પેઠે અને સર્પને દુગ્ધપાનની પેઠે વિષમપણે જ (વિપરીતપણે જ) પરિણામ પામે છે. ભવની પરંપરા વધે તેવા અજ્ઞાન અને અહંકારને પોષવામાં તેનો ઉપયોગ કરે છે. તેથી આવા પ્રકારના યોગમાર્ગની સાધના માટે કુલયોગી અને પ્રવૃત્તચક્રયોગી આત્માઓ જ અધિકારી છે. એમ યોગવિદ્ પુરુષો કહે છે. | ૨૧૩ उपन्यस्तयमादिस्वरूपमाह
ગાથા-૨૧૨માં કહેલા યમાદિ (યમ અને અવંચક) ભાવોનું વર્ણન કહે છે.
इहाहिंसादयः पञ्च, सुप्रसिद्धा यमाः सताम् ।
अपरिग्रहपर्यन्तास्तथेच्छादिचतुर्विधाः ॥ २१४॥ ગાથાર્થ = અહીં સન્મુરુષોને માન્ય એવા અહિંસાથી પ્રારંભીને અપરિગ્રહ સુધીના પાંચ, તથા ઈચ્છાદિ ચાર પ્રકારના યમધર્મો સુપ્રસિદ્ધ છે. તે ૨૧૪ો.
ટીકા- “દ” નો, “હિંસ '' ધર્મા, “” વંચિયા, સુપ્રસિદ્ધ” સર્વતન્નાધારત્વેન, “મા” ૩૧મઃ | “હતાં” મુનીનામિતિ ા किम्पर्यन्ता इत्याह-"अपरिग्रहपर्यन्ताः" अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहा यमाः (२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org