________________
૪૦૯
ગાથા : ૧૩૪
યોગદષ્ટિ સમુચ્ચય તથા સ્થિતકલ્પ, અસ્થિતકલ્પ આદિ સામાચારીના ભેદવાળી દેશના શા માટે? આવો દેશના ભેદ કેમ છે? એવી કોઈ શંકા કરે તો તે શંકા ઉઠાવીને ઉત્તર આપે છે.
चित्रा तु देशनैतेषां, स्याद् विनेयानुगुण्यतः ।
यस्मादेते महात्मानो भवव्याधिभिषग्वराः ॥ १३४॥ ગાથાર્થ = આ સર્વજ્ઞપુરુષોની દેશના શિષ્યોના હિતને ઉદેશીને ચિત્ર-વિચિત્ર (ભિન્ન-ભિન્ન) હોય છે. કારણ કે આ મહાત્માઓ (સંસારી જીવોનો) ભવ રોગ દૂર કરવામાં શ્રેષ્ઠવૈદ્ય જેવા છે. || ૧૩૪ |
ટીકા -“જિત્રા તુ” નાનાપ્રવIT પુનઃ, “રેરાના'' “રિત્ર આત્મા નિત્ય રુતિ =” રૂલ્યાણિ | “ તેમાં” સર્વજ્ઞાન પત્નસુરા તાલીનાં “ચ” ભવેત્ | "विनेयानुगुण्यतस्तथाविधशिष्यानुगुण्येन" कालान्तरापायभीरुमधिकृत्योपसर्जनीकृतपर्याया द्रव्यप्रधाना नित्यदेशना, भोगास्थावतस्त्वधिकृत्योपसर्जनीकृतद्रव्या पर्यायप्रधाना अनित्यदेशना, । न तु तेऽन्वयव्यतिरेकवद् वस्तुवेदिनो न भवन्ति, सर्वज्ञत्वानुपपत्तेः । एवं देशना तु तथागुणदर्शनेनादुष्टैवेत्याह
યારે-તે ભિાન:” સર્વજ્ઞાઃ | વિક્રમત્યાદ-““મવવ્યffમકવ7:”” સંસાર વ્યાધિદાપ્રથાનાઃ || ૬૩૪ |
વિવેચન - જે કોઈ સર્વજ્ઞ હોય છે. તેઓ જ્ઞાનમાત્રાની અપેક્ષાએ સમાન હોય છે. અને તેથી એક છે. એમ પૂર્વે સમજાવવામાં આવ્યું. તથા તેઓ પરિપૂર્ણ જ્ઞાની હોવાથી તેઓમાં મતભેદ (તેઓના મતમાં ભેદો હોતો નથી. અર્થાત્ સિદ્ધાન્ત સમાન હોય છે. એમ પણ ઉપર કહેવામાં આવ્યું, છતાં તેઓ જ્યારે જ્યારે ધર્મ દેશના આપે છે, ત્યારે ત્યારે તેઓની તે ધર્મદેશના સમાન હોતી નથી. પરંતુ ચિત્રા-નાના પ્રકારવાળી હોય છે. ભિન્ન-ભિન્ન પ્રકારવાળી હોય છે. તે દેશનાભેદ મતભેદના કારણે નથી. પરંતુ શિષ્યોના કલ્યાણની અપેક્ષાના કારણે છે. જે ક્ષેત્ર અને કાળે જેવા શિષ્યો હોય અને તેઓનું કલ્યાણ જેવી દેશનાથી થાય તેમ હોય તે ક્ષેત્ર અને તે કાળે તે સર્વજ્ઞો તેવી દેશના આપે છે. એટલે કે સર્વજ્ઞતાની અપેક્ષાએ સમાન હોવા છતાં પણ શિષ્યવર્ગનું હિત કરવાની અપેક્ષાએ ભિન્ન દેશનાવાળા હોય છે. કારણ કે આ સર્વજ્ઞ મહાત્મા પુરુષો ભવ-વ્યાધિ દૂર કરવા માટે શ્રેષ્ઠ વૈદ્ય તુલ્ય હોય છે. જેમ વૈદ્યો સર્વ રોગનાં ઔષધ જાણતા હોવા છતાં સર્વે રોગીને સર્વ ઔષધ કે સમાન ઔષધ આપતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org