________________
૬
પરંતુ મોક્ષના સુખ ઉપર અને તે તરફના લક્ષ્ય ઉપર સહજપણે દ્વેષભાવ જ વર્તે છે. તેથી નથી તો આ સુખ તરફ પ્રીતિ, રુચિ, કે સદ્ભાવ તથા આ તરફની કોઇપણ જાતની નથી ગમતી વાર્તા કરવી કે સાંભળવી. તો તેના ઉપાયો તરફની પ્રવૃત્તિની વાત કરવાની તો રહેતીજ નથી. તે માટે જીવોને આ સુખ તરફનો દ્વેષ ઘટાડવા, પ્રીતિ સંપાદન કરાવવા ઉપદેશ આપવો જ પડે છે. ઉપદેશ આપવા છતાં પણ ફળ આવે કે ન પણ આવે, પરંતુ ફળ પ્રાપ્તિની સંભાવનાથી ઉપદેશ આપવો અનિવાર્ય જ બને છે.
કામસુખો ક્ષણિક છે. નાશવંત છે. પરાધીન છે. મોહ ઉત્પાદક છે. વિકારકારક છે. બહુ બહુ ઉપાધિઓથી ઘેરાયેલાં છે. નરક-નિગોદના ભવો અપાવનારાં છે. દારુણ વિપાકોદયવાળાં છે. તથા અનેકજાતની લાચારી અને દીનતાવાળાં છે. જ્યારે મોક્ષનું સુખ સ્થિર રહેનારૂં છે. નિત્ય છે, સ્વાધીન છે. મોહરહિત છે. નિર્વિકારી ભાવવાળું છે. નિરુપાધિક છે. ભવાન્તર જ ન કરવો પડે તેવું છે. શુદ્ધસ્વભાવની ૨મણતાવાળું છે. તેથી પરોપકાર પરાયણ પરમર્ષિઓએ સર્વે જીવોના હિત માટે મુક્તિના સુખનો ઉપદેશ વર્ણવ્યો છે.
અનંત ઉપકારી તીર્થંકર ભગવન્તોએ આપેલી ધર્મદેશનાના આધારે ગણધરભગવન્તોએ દ્વાદશાંગી રચી. પરંતુ તેટલા સૂક્ષ્મ ભાવો જાણવાને અને સમજવાને અસમર્થ તથા અનધિકારી જીવોના ઉપકાર માટે ત્યાર પછીના મહાશ્રુતધર મહાત્માઓએ પ્રાકરણિક અનેક ગ્રંથો બનાવ્યા છે. તેવા ગ્રંથો બનાવનારાઓમાં યાકિની મહત્તરાસૂનુ એવા હુલામણા નામથી પ્રસિદ્ધિ પામેલા, ૧૪૪૪ ગ્રંથોના પ્રણેતા, તાર્કિક શિરોમણિ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીના નામથી આ જગતમાં કોણ અજાણ હશે ! જેઓ જાતે બ્રાહ્મણ હતા, રાજપુરોહિત હતા, ભૂતકાળમાં જૈનધર્મના કટ્ટરદ્વેષી હતા, પરંતુ યાકિની નામનાં સાધ્વીજી મહારાજશ્રી તથા સાધ્વીજી મ.શ્રીના ગુરુ એવા આચાર્ય મહારાજશ્રી જિનદત્તસૂરિજી દ્વારા વિચારધારા બદલાઇ, જૈન શાસન પામ્યા. દીક્ષિત બન્યા અને કાલક્રમે મહાસમર્થ આચાર્ય અને જૈનશાસનના પ્રભાવક પુરુષ થયા.
આ મહર્ષિએ એટલું બધું વિપુલ સાહિત્યસર્જન કર્યું છે અને તર્કશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, અધ્યાત્મશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, કથાનુયોગ ઇત્યાદિ એટલા બધા વિષયો ઉપર સૂક્ષ્મ ચિંતન મનન- પૂર્વકનું આબાલ-વિદ્વદભોગ્ય અને પંડિતોની પર્ષદાને પણ પ્રેરણા તથા ચમત્કાર કરે તેવું શાસ્ત્રસર્જન કર્યું છે. જે જોતાં સેંકડો વખત તન-મન ઝૂકી જાય એવું છે.
આવી ઉત્તમ સાહિત્યરચનામાં મુક્તિસુખના અર્થી જીવોના ઉપકાર માટે મુક્તિસુખની પ્રાપ્તિના પ્રાણભૂત-મૂલાધાર સ્વરૂપ અધ્યાત્મગ્રંથોની રચનામાં યોગવિષયને સમજાવવાનું કામ આ મહિર્ષએ જેવું કર્યું છે. તેવું કામ અન્યવ્યક્તિએ કોઇએ કર્યું હોય એવું જાણવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org