SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિ સમુચ્ચય પણ યોગ્ય અને ઉત્તમજીવો કેમ પામે ? તે માટે સતત સજાગપણે પ્રવૃત્તિશીલ થઇને પ્રવર્તે છે. એટલે સ્વાચરણ એવું ઉંચું. નિર્દોષ, અને અપ્રમાદી હોય છે કે જે જોઇને બીજા અન્ય ઉત્તમજીવો પણ તે પ્રમાણે આચરણ કરવા પ્રેરાય છે. મહાત્માના આ કાર્યોની અનુમોદના કરે છે અને ધીર-ગંભી૨-મધુરવાણી વડે પોતાને પ્રાપ્ત થયેલ ધર્માનુષ્ઠાનો બીજાને સમજાવે છે. પોતાને સિદ્ધ થયેલ તે તે ધર્માનુષ્ઠાનોમાં અન્યને જોડે છે. અને આત્મસુખના સહજ આનંદને પોતે માણે છે અને અન્યને પણ આવો અનુભવ કરાવે છે. ८० (૫) ગંભીરોદારાશયમ્ ઉંચી તરેહની ધર્મારાધના આદરવા છતાં અલ્પમાત્રાએ પણ સ્વપ્રશંસાની અપેક્ષા રાખતા નથી. માન-મોભાની કે મોટા દેખાવાની મનોવૃત્તિ લેશ માત્ર પણ સ્પર્શતી નથી. કળી ન શકાય એવું આ મહાત્માનું ગંભીર અને ઉદાત્ત ચિત્ત હોય છે. તથા અન્યના નાના-મોટા અપરાધોની ઉપેક્ષા કરનારૂં, પોતાના શારીરિક પરિશ્રમને પણ ગણકાર્યા વિના અન્યને આપવા-સમજાવવા સતત પ્રવૃત્તિશીલ એવું ઉદાર ચિત્ત સદા વર્તે છે. આવું ધર્માનુષ્ઠાન છઠ્ઠી કાન્તાદૃષ્ટિમાં આવે છે. = ગાથા : ૧૫ प्रभायां पुनरर्कभासमानो बोधः, स ध्यानहेतुरेव सर्वदा, नेह प्रायो विकल्पावसरः, प्रशमसारं सुखमिह अकिञ्चित्कराण्यत्रान्यशास्त्राणि । समाधिनिष्ठमनुष्ठानम् । तत्सन्निधौ वैरादिनाशः । परानुग्रहकर्तृता । औचित्ययोगो विनेयेषु । तथाऽवन्ध्या सत्क्रियेति । परायां पुनर्दृष्टौ चन्द्रचन्द्रिकाभासमानो बोधः सद्ध्यानरूप एव सर्वदा । विकल्परहितं मनः । તદ્ભાવેનોત્તમં મુક્યું । आरूढावरोहणवन्नानुष्ठानं प्रतिक्रमणादि । परोपकारित्वं यथाभव्यत्वं तथा पूर्ववदवन्ध्या क्रियेति । Jain Education International સાતમી પ્રભાદૃષ્ટિમાં બોધ સૂર્યના પ્રકાશ સમાન હોય છે. તારાનો પ્રકાશ મંદ, અને પરિમિત હોય છે. જ્યારે સૂર્યનો પ્રકાશ અમંદ અને અપરિમિત હોય છે. તેની ઉગ્રતા અને જાજ્વલ્યમાનતા પણ કોઇ અપૂર્વ જ હોય છે. તેમ અહીં સાતમી દૃષ્ટિમાં જ્ઞાનપ્રકાશ અધિક હોય છે. અતિશય માત્રાવાળો અને જાજ્વલ્યમાન એવો જ્ઞાનપ્રકાશ આત્માને સર્વકાલે ધ્યાનનો હેતુ જ બને છે. ધ્યાન એટલે આત્મતત્ત્વ સાધક એવા કોઇપણ એક વિષયના ચિંતનમાં એકાકારતા પ્રાપ્ત થવી તે. આ દશામાં મોહદશા ક્ષીયમાણ થતી હોવાથી તત્ત્વચિંતનના જ વિષયમાં આત્મા નિર્ભયપણે એકાકાર બની જાય છે. અને તેથી જ આ દશામાં પ્રાયઃ કોઇપણ પ્રકારના સંકલ્પ-વિકલ્પો થવાનો અવસર જ સાંપડતો નથી. ચિત્ત કોઇપણ વિચારોમાં જતું નથી. કોઇ દેવ-માનવ-પશુ-કે પક્ષિજન્ય ઉપસર્ગો (અનુકૂળ કે પ્રતિકૂળ) આવે અથવા કુદરતી ઠંડી-ગરમી-વરસાદ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy