________________
ગાથા : ૧૭૫ યોગદૃષ્ટિ સમુચ્ચય
૪૯૧ જ્યાં ઘણો આદર હોય અને અનુષ્ઠાન આચરનારને શેષ કાર્યો છોડીને પણ હિતોદયવાળી જયાં પ્રીતિ હોય તે પ્રીત્યનુષ્ઠાન કહેવાય છે.
गौरवविशेषयोगाद् बुद्धिमतो यद्विशुद्धतरयोगम् ।
क्रिययेतरतुल्यमपि, ज्ञेयं तद्भक्त्यनुष्ठानम् ॥ १०-४ ॥ ક્રિયા દ્વારા જે અનુષ્ઠાન બીજા અનુષ્ઠાનની સાથે તુલ્ય હોવા છતાં પણ હાર્દિક ગૌરવ વિશેષ (બહુમાન વિશેષ)નો યોગ થવાથી બુદ્ધિમાન આત્માનું જે વધારે વિશુદ્ધતર યોગવાળું અનુષ્ઠાન છે. તે ભક્તિ અનુષ્ઠાન કહેવાય છે.
अत्यन्तवल्लभा खलु पत्नी तद्वहिता च जननीति ।
तुल्यमपि कृत्यमनयो-तिं स्यात्प्रीतिभक्तिगतम् ॥ १०-५ ॥ પત્ની અત્યન્ત વહાલી હોય છે. અને માતા પણ તેની જેમ વહાલી હોય છે. અને હિત કરનારી પણ હોય છે. આ બન્ને પ્રત્યે કાર્ય સરખું હોવા છતાં પણ જેવો ભાવમાં તફાવત છે. તેવો પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાનમાં પણ ભાવનો ભેદ જાણવો.
શાસ્ત્રવચનોને અનુસાર તેના અનુસંધાન પૂર્વકનું જે અનુષ્ઠાન તે વચનાનુષ્ઠાન કહેવાય છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય પ્રવૃત્તિ કહી છે. ત્યાં ત્યાં તે તે શાસ્ત્રાનુસારે જે પ્રવૃત્તિ કરવી તેને વચનાનુષ્ઠાન કહેવાય છે.
જેમ ચંદન સહજ સુગંધી છે તેમ શાસ્ત્રવચનોના વારંવાર અભ્યાસથી શાસ્ત્રવચનોના આલંબન વિના જ સહજપણે થતી જે ધર્મ પ્રવૃત્તિ આત્મ-અનુભવના બળે થતી ધર્મપ્રવૃત્તિ તે “અસંગ અનુષ્ઠાન” કહેવાય છે. જે અનુષ્ઠાન આત્માનુભવ સ્વરૂપ થઈ ચૂક્યું હોય. સર્વથા બાહ્ય આલંબન વિનાનું શુદ્ધ એવું જે અનુષ્ઠાન તે આ અસંગાનુષ્ઠાન કહેવાય છે.
ઘટ બનાવતાં દંડ વડે પ્રથમ ચક્ર-બ્રમણ થાય છે. ત્યાર પછી દંડને ફેરવવાનું બંધ કરીએ તો પણ પૂર્વના અભ્યાસને લીધે ચક્રબ્રમણ ચાલુ જ રહે છે. તેવી રીતે વારંવાર વચનાનુષ્ઠાનના આલંબને કરાયેલી ધર્મકરણી દ્વારા થયેલા અભ્યાસના અતિશયને લીધે જે અનુષ્ઠાન સહજસ્વરૂપ બની જાય તે અસંગાનુષ્ઠાન. આ અસંગાનુષ્ઠાનને જ અનાલંબન-યોગ, નિરાલંબનાનુષ્ઠાન વગેરે પણ કહેવાય છે. જ્યાં શાસ્ત્રવચનોના અતિશય અભ્યાસથી આત્મામાં એવું વિશિષ્ટ સામર્થ્ય પ્રગટ્યું હોય કે કોઈ આલંબનની (શાસ્ત્રાલંબનની પણ) જરૂર રહે નહી તેવી દશા. તેને સામર્થ્યયોગ પણ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org