________________
૪૯૨
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૭૫-૧૭૬
આ અનાલંબનયોગ. (અસંગાનુષ્ઠાન) ક્ષપકશ્રેણીકાલે દ્વિતીય અપૂર્વકરણથી વાસ્તવિકપણે આવે છે અહીં પરતત્ત્વદર્શનની ઇચ્છા અખંડપણે વર્તે છે. આવા પ્રકારના અસંગાનુષ્ઠાનને જ “સત્યવૃત્તિપદ” કહેવાય છે. અને આ સામર્થ્યયોગ ક્ષપકશ્રેણિના પૂર્વકાલે છઠ્ઠા-સાતમા ગુણઠાણે પણ ઉપચારથી હોય છે. પ્રાયઃ જિનકલ્પી જેવા મહાત્માઓને છઠ્ઠા-સાતમા ગુણઠાણે આ અસંગાનુષ્ઠાન પ્રવર્તે છે. તે જ “સત્યવૃત્તિપદ” કહેવાય છે. અને ઉપચારથી સામર્થ્યયોગ પણ કહેવાય છે.
પ્રશ્ન - જો આ ઉપચરિત સામર્મયોગ છે. તો પારમાર્થિક સામર્થ્યયોગ કોને કહેવાય છે? તેના કેટલા ભેદ છે? અને કયા ગુણઠાણે આવે છે?
ઉત્તર :- ક્ષપકશ્રેણિમાં આવતા અપૂર્વકરણથી જે સામર્થ્યયોગ પ્રગટે છે, તે પારમાર્થિક સામર્થ્યયોગ છે. ત્યાં આત્માનું સહજ સામર્થ્ય વધુ પ્રગટ થાય છે. તેના બે ભેદ છે (૧) ધર્મસન્યાસયોગ અને (૨) યોગસન્યાસયોગ. ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમ દ્વારા ચોથા ગુણઠાણાથી આઠમા ગુણઠાણા સુધીમાં ક્ષમા-નમ્રતા-આર્જવતા-સંતોષ આદિ જે જે ગુણો (ધર્મો) આ આત્મામાં પ્રગટ થયા છે. તેનો આઠમાં ગુણસ્થાનકથી “સન્યાસ” એટલે ત્યાગ થાય છે. અને ચારિત્રમોહનીય કર્મનો સર્વથા ક્ષય થવાથી ક્ષાયિકભાવના ધર્મો અહીં પ્રગટ થાય છે. તેથી ક્ષયોપશમભાવના ધર્મોના ત્યાગવાળો આ સામર્થ્યયોગ આઠમાથી શરૂ થાય છે. તથા મન-વચન અને કાયાના યોગોનો ત્યાગ એટલે (યોગ નિરોધ) કરવા રૂપ જે સામર્થ્ય યોગ તે યોગસન્યાસયોગ કહેવાય છે. તેની પ્રાપ્તિ તેરમા ગુણઠાણાના અંતે થાય છે. ક્ષપકશ્રેણીકાળે આવનારું આ અસંગાનુષ્ઠાન મહાપથના પ્રયાણ સ્વરૂપ છે ક્ષપકશ્રેણિનું આરોહણ એ મહાપથપ્રયાણ છે. જ્યાં ગયા પછી ત્યાંથી પાછા ફરવાનું નથી. તેવું અપ્રતિપાતી જે પ્રયાણ તે મહાપથપ્રયાણ કહેવાય છે. તથા અનાગામિકપદ એટલે મુક્તિપદને આપનારું આ સત્યવૃત્તિપદ છે.
આવા પ્રકારના સત્યવૃત્તિના પદને લાવનારી આ પ્રભા દષ્ટિ છે. અર્થાત્ આ પ્રભાષ્ટિના પ્રતાપે અલ્પકાળમાં આ મહાત્માને “સત્મવૃત્તિપદ”ની પ્રાપ્તિ થાય છે. ll૧૭૫TI असङ्गानुष्ठाननामान्याह
प्रशान्तवाहितासंगं, विसभागपरिक्षयः ।।
शिववर्त्म ध्रुवाध्वेति, योगिभिर्गीयते ह्यदः ॥ १७६ ॥
ગાથાર્થ = આ અસંગ અનુષ્ઠાનને અન્યદર્શનના યોગીઓ વડે પ્રશાન્તવાહિતા, વિસભાગપરિક્ષય, શિવવર્લ્સ, અને ધ્રુવાધ્યા એવા એવા નામો દ્વારા જણાવાય છે. ૧૭૬ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org