________________
ગાથા : ૧૭૬ યોગદૃષ્ટિ સમુચ્ચય
૪૯૩ ટીકા-“પ્રાન્તવાહિત સંજ્ઞ'' સાંધ્યાનાં, “વિમાનપરિક્ષ" વૌદ્ધાનાં, શિવવત્ન'' શૈલાનાં, “યુવાધ્યા” મહાવ્રતિનાં “ત્યવં” “ મffજતે હોનુષ્ઠાતિ” | ૨૭૬
વિવેચન - પૂર્વના શ્લોકમાં જે અસંગાનુષ્ઠાન કહેવામાં આવ્યું છે. તથા પ્રીતિભક્તિ-વચન અને અસંગ એમ ચાર પ્રકારના અનુષ્ઠાનોમાં જે સર્વશ્રેષ્ઠ અનુષ્ઠાન છે. જેને નિરાલંબન અથવા અનાલંબ અનુષ્ઠાન કહેવામાં આવે છે. તે અનુષ્ઠાનને અન્ય અન્ય દર્શનના યોગી મહાત્માઓ પણ તેના અર્થને અનુસરતા નામોથી જ સંબોધે છે. અર્થાત્ નામો જ માત્ર ભિન્ન છે. પરંતુ અર્થ અભિન્ન સરખો જ છે. તે નામો તથા તેના અર્થો આ પ્રમાણે છે.
(૧) પ્રશાન્તવાહિતા - આવું નામ સાંખ્યદર્શનાનુયાયી યોગી મહાત્માઓ કહે છે. અતિશય પણે શાન્તરસનો (સમતા રસનો) પ્રવાહ જેમાં વહ્યા જ કરે છે. તે પ્રશાન્તવાહિતા.
૨) વિસભાગપરિક્ષય - આવું નામ બૌદ્ધદર્શનાનુયાયી યોગી મહાત્માઓ કહે છે. બૌદ્ધદર્શનના મતે આત્માના પરિણામની ધારા બે પ્રકારની છે (૧) સભાગસંતતિ.
જ્યારે સદા કાળ એક સરખા સમાનપણે સમતાભાવવાળા પરિણામની ધારા વહેતી હોય તેને સભાગસંતતિ કહેવાય છે. અને ક્ષણમાં ક્રોધ, ક્ષણમાં ક્ષમા, ક્ષણમાં રાગ, ક્ષણમાં વૈરાગ, ક્ષણમાં દ્વેષ, ક્ષણમાં મૈત્રી, ક્ષણમાં શોક, ઇત્યાદિરૂપે વિજાતીય ભાવોથી (અર્થાત્ વિપરીતભાવોથી) મિશ્રપણે વહેતી પરિણામની જે ધારા તે વિભાગસંતતિ કહેવાય છે. આવા પ્રકારની વિસભાગસંતતિનો (એટલે કે વિપરીત પરિણામોથી મિશ્ર એવા ભાવોનો)
જ્યાં પરિક્ષય (નાશ) થઈ ચૂક્યો છે. એવી જે અવસ્થા તે વિભાગપરિક્ષય કહેવાય છે. ઉપરોક્ત અસંગાનુષ્ઠાનકાળે વિજાતીય ભાવોથી મિશ્ર એવી પરિણામોની ધારાનો પરિક્ષય થયેલો છે. અને માત્ર સજાતીય સમતાભાવયુક્ત પરિણામોની ધારા વહ્યા કરે છે. તેથી અસંગાનુષ્ઠાનનું આ નામ પણ ઉચિત જ છે.
(૩) શિવવિર્ભ- આવું નામ શૈવદર્શનાનુયાયી મહાત્માઓ માને છે. શિવ એટલે મુક્તિ, વર્ભ એટલે માર્ગ, અર્થાત્ મુક્તિનો જે માર્ગ તે શિવવત્યે. આ પ્રાપ્ત થયેલું અસંગ અનુષ્ઠાન અલ્પકાળમાં જ આ જીવને મુક્તિપદનું પ્રદાન કરનાર હોવાથી મુક્તિના સરળ માર્ગસ્વરૂપ છે. તેથી શિવવત્ન એવું નામ પણ યથાર્થ જ છે.
() ધ્રુવાધ્યા - આવું નામ મહાવ્રતિકદર્શનાનુયાયી યોગીઓ કહે છે ધ્રુવ એટલે ત્રિકાળવર્તી સ્થિર પદ અર્થાત્ મુક્તિપદ, તેનો જે અપ્પા એટલે માર્ગ. સારાંશ કે સદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org