________________
૪૯૦
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૭૫ सत्प्रवृत्तिपदं, चेहासङ्गानुष्ठानसंज्ञितम् ।।
महापथप्रयाणं यदनागामिपदावहम् ॥ १७५॥ ગાથાર્થ = અહીં તત્ત્વમાર્ગમાં “અસંગ અનુષ્ઠાન” છે નામ જેનું એવું અનુષ્ઠાન તે સત્યવૃત્તિપદ કહેવાય છે. અને તે અનુષ્ઠાન મહામાર્ગના પ્રયાણ સ્વરૂપ છે. તથા જે આ અનુષ્ઠાન અનાગામિ (જ્યાંથી ફરીથી પાછા ન આવવું પડે તેવા) પદને પમાડનારૂં છે. | ૧૭૫ |
ટીકા-“પ્રવૃત્તિપર્વ વેદ” તત્ત્વમા ! મિત્કાદ-“માનુષ્ઠાનરિત” વર્તતે તથા સ્વરસપ્રવૃત્તેિ ! “પાપથપ્રયા ” મ નુષ્ઠાનમ્” | મનામપદ્વવિહેં'' નિત્યપDાપમિત્યર્થ. | ૨૭૬ - વિવેચન :- પૂર્વે ૧૭૦મા શ્લોકમાં ધ્યાનપ્રિય એવી આ પ્રભાષ્ટિ સત્યવૃત્તિપદને આપનારી છે એવું કહેવામાં આવ્યું છે. ત્યાં પ્રશ્ન થાય છે કે “સત્યવૃત્તિપદ” કોને કહેવાય? તેનો અર્થ શું? તે વાત આ શ્લોકમાં જણાવે છે.
અહીં તાવિકમાર્ગમાં જે “અસંગ'નામનું અનુષ્ઠાન છે. તેને યોગી પુરુષો “સત્યવૃત્તિપદ” કહે છે. સામાન્યથી શાસ્ત્રોમાં અનુષ્ઠાનો ચાર પ્રકારનાં કહ્યાં છે. પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ.”
બીજાં કાર્યો છોડીને જે ધર્મ અનુષ્ઠાન અતિશય પ્રીતિથી કરાય. પ્રેમવિશેષ જ્યાં હેય તે પ્રીતિ અનુષ્ઠાન કહેવાય છે. અર્થાત્ જે ધર્માનુષ્ઠાનો આચરવામાં પ્રેમ હોય. તેની ઉપર પ્રીતિવિશેષ હોય તે પ્રીતિ અનુષ્ઠાન અને જે ધર્મ અનુષ્ઠાન બહુમાનપૂર્વક =પૂજ્યભાવપૂર્વક કરાય તે ભક્તિ અનુષ્ઠાન કહેવાય છે. જેમ પત્ની અને માતાની ભોજનાદિ દ્વારા પાલન-પોષણની ક્રિયા એક સરખી સમાન હોવા છતાં પણ બન્ને પ્રત્યે ભાવમાં તફાવત હોય છે. પત્નીના પાલન-પોષણમાં પ્રેમ હોય છે. અને માતાના પાલન-પોષણમાં ભક્તિ હોય છે. તેમ અહીં પ્રીત્યનુષ્ઠાન અને ભક્તિ અનુષ્ઠાનમાં તફાવત જાણવો. પ્રીત્યનુષ્ઠાન કરતાં ભક્તિ અનુષ્ઠાનમાં ભાવનાની અને વિધિની વિશેષ કાળજી હોવાથી તે વિશુદ્ધાનુષ્ઠાન કહેવાય છે. પોડશકમાં કહ્યું છે કે
यत्रादरोऽस्ति परमः, प्रीतिश्च हितोदया भवति कर्तुः । शेषत्यागेन करोति यच्च तत्प्रीत्यनुष्ठानम् ॥ १०-३ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org