________________
ગાથા : ૧૩૯-૧૯૪૦ યોગદષ્ટિ સમુચ્ચય
૪૨૩ એટલે સંસારમાં કોઈ સર્વજ્ઞ હોઇ જ ન શકે. ત્રણે કાળના સર્વભાવો જાણવા એ મનુષ્ય માટે શક્ય જ નથી. જો કોઈ સર્વજ્ઞ હોત તો આવા મતભેદો કેમ હોત? જો વક્તા ત્રિકાળજ્ઞાની સર્વજ્ઞ હોય તો તે સર્વેની દેશના ભિન્ન-ભિન્ન કેમ? આવા પ્રકારના કુતર્કો કરીને લોકસમૂહને ભ્રમમાં નાખીને સર્વજ્ઞ કોઈ નથી એમ વિરોધ કરવો તે મહા-અનર્થકારી છે.
આ સંસારમાં વિષપાન, અગ્નિસ્નાન, સર્પદંશ વગેરે જે જે ભાવો અનર્થકારી છે. તેમાં “સર્વજ્ઞનો વિરોધ કરવો” તે મહા-અનર્થકારી છે. એટલું જ નહીં, પરંતુ મહા-અનર્થકારી જે જે ભાવો છે તેમાં પણ “સર્વજ્ઞનો વિરોધ કરવો” એ અધિકપણે મહા-અનર્થકારી છે. કારણ કે તેમ કરવાથી સર્વજ્ઞકથિત શાસનનો જ ઘાત થતાં માર્ગનો જ વિચ્છેદ કરવાનું મહાનમાં મહાન્ પાપ લાગે કે જે પાપ અનંતાનંત ભવભ્રમણનું કારણ બને. માટે અભિપ્રાય જાણ્યા વિના છદ્મસ્થ જીવોએ સર્વજ્ઞનો વિરોધ કરવો તે ઉચિત નથી. II૧૩૯ इहैव निदर्शनमाह
આ જ બાબતમાં એક સુંદર ઉદાહરણ જણાવે છે.
निशानाथप्रतिक्षेपो, यथाऽन्धानामसङ्गतः ।
तभेदपरिकल्पश्च तथैवार्वाग्दृशामयम् ॥ १४०॥ ગાથાર્થ = જેવી રીતે ચંદ્રનો નિષેધ કરવો કે ચંદ્રના ભેદની કલ્પના કરવી એ જન્મથી અંધ માણસો માટે નીતિથી અસંગત છે. તેવી જ રીતે અર્વાગ્દષ્ટિવાળા પુરુષોને માટે આ (સર્વજ્ઞનો વિરોધી પણ તેવો જ જાણવો. | ૧૪all
ટીકા “નિશાનાથપ્રતિપશ્ચન્નતિક્ષેપ” | “ થઇન્યાન'' વર્વિનાનાં, “મા” નીત્યા, “તમે રિન્ય” નિશાનાથમેરિન્ય વૃક્ષચતુર ત્રત્વાતિ, “તર્થવાદ'' છતાસ્થાનાં, “'' સર્વજ્ઞપ્રતિક્ષેપ: તમેપરવપશાસકૃત કૃતિ | ૨૪૦ ||
વિવેચન :- જન્મથી અંધ પુરુષો કે જેઓએ ચંદ્ર પોતાની નજરે કદાપિ જોયો જ નથી, તે પુરુષો ચંદ્રનો વિરોધ કરે. કે ચંદ્રના ભેદની કલ્પના કરે, તો તે જેમ નીતિથી અસંગત છે. અર્થાત્ ન્યાયયુક્ત નથી. તેવી રીતે છપસ્થ પુરુષો કે જેઓ પોતે સર્વજ્ઞ ન હોવાથી સર્વજ્ઞને જાણવામાં જન્માંધ તુલ્ય છે તેઓએ સર્વજ્ઞનો વિરોધ કરવો કે સર્વજ્ઞના ભેદની કલ્પના કરવી એ પણ તેટલું જ અનુચિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org