________________
૪૨ ૨ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૩૮૧૩૯ આ પ્રમાણે શ્રોતાના બોધવિશેષના સંસ્કાર માટે એક નયની કરાતી દેશના પણ સર્વજ્ઞ તીર્થંકરપ્રભુની વાણીનો એક નયવાળી દેશનાનો એક અંશ જ છે. માટે કપિલબુદ્ધ આદિ ઋષિ-મુનિઓ વડે કરાયેલી એકનયની પ્રધાનતાવાળી ધર્મદેશના સર્વજ્ઞા તીર્થંકરપ્રભુની દેશનામૂલક જ છે. પ્રભુની દેશના સર્વનયોના સમૂહાત્મક છે. આ પ્રમાણે એક એક નયની પ્રધાનતાથી દેશના ભેદ છે. પરંતુ સર્વનયોને સાપેક્ષપણે જોડતાં દેશના ભેદ રહેતો નથી. આ ત્રીજું કારણ જાણવું. ll૧૩૮. प्रकृतयोजनामाहઉપરોક્ત ચર્ચાને પ્રસ્તુત વિષયમાં જોડતાં જણાવે છે કે
तदभिप्रायमज्ञात्वा, न ततोऽर्वाग्दृशां मतम् ।
યુ તે તત્પત્તિક્ષેપો, મહાનર્થર: પર: છે રૂ ગાથાર્થ = તેથી તે સર્વજ્ઞનો અભિપ્રાય જાણ્યા વિના તે સર્વશનો વિરોધ કરવો એ અર્વાગ્દષ્ટિ (છઘ0) એવા પ્રમાતાઓને માટે ઉચિત નથી. કારણ કે સર્વશનો વિરોધ પ્રધાનતાએ મહા-અનર્થકારી છે. || ૧૩૯ |
ટીકા “તમિપ્ર” સર્વજ્ઞામિwાથે, “મજ્ઞાવિ, ન તt:” રિપત્ | મદ સતi'' પ્રમાણમ્ IT શિમિયા-પુજાતે તાતિ :” સર્વજ્ઞપ્રતિક્ષેપ: किंविशिष्ट इत्याह-महानर्थकरः परः महानर्थकरणशीलः प्रधान इति ॥ १३९॥
વિવેચન :-સર્વજ્ઞ પુરુષોનું જ્ઞાન પરિપૂર્ણ હોવાથી જ્ઞાનમાત્રાની અપેક્ષાએ એક છે. છતાં દેશનાભેદ કેમ છે? તેનાં ત્રણ કારણો અનુક્રમે ૧૩૪-૧૩૬-૧૩૮ ગાથામાં જણાવ્યાં (૧) વિનેયાનુગુણ્યતા, (૨) અચિન્હ પુણ્યપ્રભાવ, અને (૩) તે તે નયોની પ્રધાનતા. સમાન એવા પણ સર્વજ્ઞોની દેશના આ ત્રણ કારણોથી ભિન્ન-ભિન્ન હોય છે. તે કારણથી સર્વજ્ઞ એવા વક્તાના અભિપ્રાયને (આશયને) જાણ્યા વિના એટલે કે અહીં વક્તાએ દ્રવ્યાર્થિક અથવા પર્યાયાર્થિક એવા એકનયની દેશના કયા આશયથી આપી છે? તે આશય જાણ્યા વિના પ્રમાતા એવા છબસ્થ આત્માઓએ સર્વજ્ઞનો વિરોધ કરવો તે મહા-અનર્થકારી છે. મહા-અનર્થકારી ભાવોમાં તે પ્રધાન છે.
અહીં પ્રમાતા એટલે અર્વાગ્દષ્ટિવાળા પુરુષો, અર્થાત્ ઇન્દ્રિય પ્રત્યક્ષ, અનુમાન અને આગમ આદિ પ્રમાણો દ્વારા વસ્તુતત્ત્વને જાણનારા પુરુષો સમજવા. અર્થાત્ છદ્મસ્થ પુરુષો કે જે સાક્ષાજ્ઞાની-દિવ્યદૃષ્ટિવાળા નથી તે લેવા. સર્વજ્ઞનો વિરોધ કરવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org