________________
ગાથા : ૧૩૮ યોગદૃષ્ટિ સમુચ્ચય
૪૨૧ સારાંશ કે તીર્થંકર પ્રભુની મૂલદેશના સર્વ નયના સમૂહાત્મક હોવાથી એક છે. તેમાં આવેલા અનેકનયોમાંથી આ સર્વે ઋષિઓએ તેવા પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાળાદિના યોગથી જીવોને જે રીતે ધર્મબોધ થાય તે રીતે આવશ્યક એવા એક એક નયની પ્રધાનતાવાળી આ જુદી જુદી દેશના આપી છે. આ રીતે ઋષિઓની દેશના જુદા જુદા અવયવ રૂપ છે અને સર્વજ્ઞ તીર્થંકરપ્રભુની દેશના અવયવી રૂપ એક છે. જેમ શરીર એ અવયવી રૂપે એક છે. અને હાથ, પગ, મસ્તક, ઉદર આદિ અવયવ રૂપે અનેક છે. તેમ અહીં પણ સમજવું. સમ્મતિતર્કમાં પૂ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મ.શ્રીએ કહ્યું છે કે
पुरिसज्जायं तु पडुच्च जाणओ पण्णवेज अण्णयरं ।
परिकम्मणानिमित्तं, दाएही सो विसेसं पि ॥ १-५४॥
અર્થ - વિદ્વાન વક્તા પુરુષસમૂહને આશ્રયીને કોઇપણ એક નયની દેશના આપે છે. પછી તે વક્તા શ્રોતાવર્ગની બુદ્ધિના સંસ્કાર માટે વિશેષ પણ બીજો નય પણ) આપે છે. ૧-૫૪ો.
ભાવાર્થ એવો છે કે-જૈનદર્શનની દૃષ્ટિએ સર્વે પદાર્થો દ્રવ્ય અને પર્યાય એમ ઉભયાત્મક જ છે. અને તેથી બન્ને નયોની પ્રરૂપણા સાપેક્ષ ભાવે કરવી જોઈએ. છતાં પણ શ્રોતાઓની યોગ્યતા જોઈને કોઈપણ એક નયની દેશના પણ સાપેક્ષભાવે આપી શકાય છે. અનેકાન્તદષ્ટિમાં કુશળ પુરુષ જ્યારે એમ જુએ છે કે અમુક શ્રોતાઓ દ્રવ્યવાદને તો અમુક શ્રોતાઓ પર્યાયવાદને જ સ્વીકારે છે. ત્યારે તે વક્તા તેવા પ્રકારના શ્રોતા સમક્ષ અસ્વીકૃત અંશનું જ પ્રતિપાદન કરે છે. તેથી તે વક્તા દ્રવ્યવાદને સ્વીકારનારા શ્રોતાઓ સમક્ષ પર્યાયવાદનું અને પર્યાયવાદને સ્વીકારનારા શ્રોતાઓ સમક્ષ દ્રવ્યવાદનું સ્થાપન કરે છે આ પ્રમાણે કરવાનું કારણ તે વક્તા એમ સમજે છે કે આ રીતે કરવાથી શ્રોતાની એક બાજુ ઢળેલી બુદ્ધિ બીજી બાજુના જ્ઞાનથી સંસ્કારિત બને. અને પરિણામે તે અનેકાન્તદષ્ટિયુક્ત બને. આવા આશયથી કરાયેલી એક નયની દેશનાને પણ જૈનદર્શનમાં સ્થાન છે જ. તથા
दव्वं खित्तं कालं, भावं पज्जायदेससंजोगे ।
भेदं च पडुच्च समा, भावाणं पण्णवणपज्जा ॥ ३-६०॥ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પર્યાય, દેશ, સંયોગ અને ભેદ આ આઠ ભાવોને ધ્યાનમાં રાખીને જ પદાર્થોની પ્રરૂપણા કરવી જોઇએ. (સમ્મતિ તર્ક કાંડ ત્રીજો ગાથા-૬૦)
Jain Education International
For Private & Personal use only.
www.jainelibrary.org