________________
૪૨૪
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા :
ચંદ્રનો વિરોધ કરવો, એટલે આકાશમાં ચંદ્ર નથી જ એમ કહેવું, અથવા ચંદ્ર પ્રકાશરહિત છે. એમ કહેવું, તે ચંદ્રનો વિરોધ કહેવાય છે.
ચંદ્રના ભેદની કલ્પના કરવી એટલે કે તે ચંદ્ર વાંકો છે. ચાર ખુણાવાળો છે. અથવા ત્રિકોણ છે. લંબગોળ છે. ઇત્યાદિ કહેવું તે ભેદની કલ્પના જાણવી.
સર્વજ્ઞનો વિરોધ કરવો એટલે કોઈ સર્વજ્ઞ જ નથી એમ કહેવું, અથવા સર્વજ્ઞની પ્રરૂપણાનો વિરોધ કરવો. તેમની દેશનાનો નિષેધ કરવો તે.
સર્વજ્ઞના ભેદની કલ્પના કરવી એટલે કે સર્વજ્ઞના મતમાં ભેદ છે- એમ કહેવું. સર્વજ્ઞના મતો ભિન્ન-ભિન્ન છે- એમ કલ્પના કરવી તે.
ઋષભદેવ પ્રભુથી મહાવીરપ્રભુ સુધીના તીર્થકર દેવો પારમાર્થિક સર્વજ્ઞ પ્રભુ છે. અને ગાથા ૧૩૪ની ટીકામાં કહેલા કપિલ-બુદ્ધ વગેરે ઋષિઓ ઔપચારિક સર્વજ્ઞ છે. તેથી તે બન્ને પ્રકારના સર્વજ્ઞોનો વિરોધ કરવો કે તેમની પ્રરૂપણાનો વિરોધ કરવો તે અતિશય મહા-અનર્થકારી છે. તથા ગાથા ૧૩૮માં જણાવ્યા મુજબ કપિલ-બુદ્ધાદિ ઋષિઓની સાપેક્ષપણે એકનયવાળી ધર્મદેશના પણ સર્વનયવાળી વીતરાગની દેશનાના અંગરૂપ હોવાથી તેમની પ્રરૂપણાનો વિરોધ કરવો, તે પણ સર્વજ્ઞના વિરોધતુલ્ય મહાઅનર્થકારી જ છે. ઉપદેશપદમાં પણ કહ્યું છે કે
सव्वपवायमूलं, दुवालसंगं जओ समक्खायं ।
रयणागरतुल्लं खलु, तो सव्वं सुंदरं तम्मि ॥ ६९४॥
અર્થ - કપિલ-બુદ્ધ-અક્ષપાદ આદિ ઋષિ મુનિઓના સર્વે પ્રવાદો (પ્રરૂપણા)નું મૂલ જે કારણથી “દ્વાદશાંગી” જ છે. કારણ કે તે દ્વાદશાંગી સમુદ્ર સમાન છે. તેથી તે અન્યદર્શનોમાં પણ જે કંઈ યથાર્થ પ્રરૂપણા છે તે દ્વાદશાંગીનું એક અંગ હોવાથી સર્વે સુંદર છે.
આ ગાથાની ટીકામાં કહ્યું છે કે “કપિલ” વગેરેનાં વચનોની અવજ્ઞા કરવામાં સમગ્ર દુઃખના મૂળભૂત એવી જિનવચનની અવજ્ઞાન પ્રસંગ ઉત્પન્ન થાય છે. સારાંશ કે કપિલાદિ ઋષિઓનાં વચનોની અવજ્ઞા એટલે જિનવચનની અવજ્ઞા જાણવી. તેથી આ ઋષિઓનાં વચનોની અવજ્ઞા કરવાથી કલ્યાણની કોઈ સિદ્ધિ થતી નથી. તે ૬૯૪. સમ્મતિતર્કમાં પણ કહ્યું છે કે
जं काविलं दरिसणं, एयं दव्वट्ठियस्स वत्तव्वं । सुद्धोअणतणयस्स उ, परिसुद्धो पज्जवविअप्पो ॥ ३-४८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org