________________
ગાથા : ૧૪૦-૧૪૧ યોગદષ્ટિ સમુચ્ચય
૪૨૫ અર્થ - જે કપિલઋષિનું દર્શન છે તે દ્રવ્યાર્થિક નયનું વક્તવ્ય છે. અને જે શુદ્ધોદનતનય (બુદ્ધ)નું દર્શન છે તે પરિશુદ્ધ એવા પર્યાયાર્થિકનયનો વિકલ્પ છે. ૩૪૮
આ પ્રમાણે અન્ય સર્વે દર્શનોની પ્રરૂપણા એ જૈનદર્શન રૂપી મહાસાગરમાંથી નીકળેલાં ખાબોચીયાં (ખાડીમાત્ર) જ છે. તેથી તેનો વિરોધ એ પણ જૈનદર્શનનો જ વિરોધ જાણવો. તેથી તે સર્વજ્ઞનો વિરોધ મહાઅનર્થકારી છે. તે ૧૪ll તિથી વળી.
न युज्यते प्रतिक्षेपः, सामान्यस्यापि तत्सताम् ।
आर्यापवादस्तु पुनर्जिह्वाच्छेदाधिको मतः ॥ १४१॥ ગાથાર્થ = કોઈપણ સામાન્ય માણસની પણ અવજ્ઞા કરવી તે ઉચિત નથી તો સર્વજ્ઞ એવા આર્યપુરુષોનો અવર્ણવાદ બોલવો તે સજજન પુરુષો જિદ્વાચ્છેદથી પણ અધિક માને છે. તે ૧૪૧ |
ટીકા - ‘‘ર પુતે તિ ” નિરાવરપારૂપ, ‘‘સામાન્યરાજ'' વિપુષા ! “તું” તસ્માત્ “Hai” મુનીનાન્ ! “માવદ્વિતું પુનઃ” સર્વજ્ઞામિત્ર રૂત્યર્થઃ છિમિયાહ-““નિહ/છેતયો મતઃ' તથા વિથપ્રત્યપાયમાન ૨૪૨ |
વિવેચન :- જૈનશાસનમાં મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એવી ચાર ભાવનાઓ બતાવી છે. દુઃખી ઉપર કરુણા અને પાપી જીવો ઉપર માધ્યસ્થ ભાવ રાખવાનું કહ્યું છે. તેથી સામાન્ય એવા કોઈ પાપી, અધર્મી, દુઃખી કે દુષ્ટ પુરુષાદિની પણ અવજ્ઞા-અપમાન કે તિરસ્કાર કરવો એ યોગ્ય નથી. કારણ કે સર્વે જીવો પોતપોતાના કર્મને વશ સંસારમાં પ્રવર્તતા હોય છે. એટલે કોઈ જીવોમાં કદાચ દોષો હોય તો પણ તે જીવોના કર્મોના ઉદયને કારણે છે. તેમાં બીચારા તે જીવોનો શું દોષ? એમ સમજી ત્યાં પણ (સામાન્ય માણસ પ્રત્યે પણ) સમભાવ રાખવાનો છે. પરંતુ તેની અવજ્ઞા કરવી ઉચિત નથી. તો પછી આર્યપુરુષોનો અપવાદ બોલવો, એટલે સર્વજ્ઞનો વિરોધ કરવો કે સર્વશની પ્રરૂપણાનો વિરોધ કરવો તે કેમ ઉચિત કહેવાય? તેથી સર્વજ્ઞનું કંઇપણ અપયશવાળું વાકય બોલવું તે મુનિમહાત્માઓને જિલ્લાચ્છેદથી પણ અધિક દુઃખદાયી છે.
જિદ્વાચ્છેદથી જે અનર્થ થાય છે, તેના કરતાં પણ સર્વજ્ઞનો પરિભવ-પરાભવ કરવો એટલે આર્યપુરુષોનો અપવાદ ગાવો એ મુનિઓને અધિક દુઃખદાયી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org