________________
૪૨૬
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૪૨
જિહાચ્છેદમાં જે દુઃખ છે તેના કરતાં પણ સર્વજ્ઞનો વિરોધ કરવામાં તેવા પ્રકારનું અધિક પ્રત્યપાય (દુઃખ જ દુ:ખ અર્થાત્ મહાનું અનર્થ) ભાવેન હોવાથી અધિક દુઃખદાયી મનાયું છે. / ૧૪૧/ શ્ચિકતથા વળી.
कदष्टादि च नो सन्तो, भाषन्ते प्रायशः क्वचित् ।
निश्चितं सारवच्चैव, किन्तु सत्त्वार्थकृत्सदा ॥ १४२॥
ગાથાર્થ = મુનિ પુરુષો પ્રાયઃ કરીને કુદૃષ્ટાદિ વચન કયારેય બોલતા નથી. પરંતુ સંદેહ વિનાનું અને સારવાળું તથા પ્રાણીઓના (ઉપકાર રૂ૫) પ્રયોજનને કરનારું વચન સદા બોલે છે. જે ૧૪૨ /
ટીકા-“રારિ ૪” ૩ શ્રત વૃજ્ઞાનમિત્કારિ, “ો સ” મુનયો, બાપત્તે પ્રાયઃ” પ્રાયે વરિત” | ઋથ તર્દ માણજો રૂત્યાદ-“નિશ્ચિત'' મહ્યુિં , “સારવવ' નાપાર્થમ્ ! “જિતુ સાર્થન'' પાર્થ રાશીનં, ના” માને છે ૨૪ર !
વિવેચન - સંત પુરુષોનો આવા પ્રકારનો “સહજ સ્વભાવ જ” હોય છે કે જે બરાબર પોતે જોયેલું ન હોય તે કુદષ્ટ, આદિ શબ્દથી જે પોતે બરાબર સાંભળેલું ન હોય, લોકપરંપરાથી સંભળાયું હોય તે કુશ્રુત, અને જે પોતે યથાર્થપણે જાણેલું ન હોય, લોકોએ કહ્યું એટલે માની લીધું હોય તે કુજ્ઞાત. આવાં વચનો ઘણું કરીને કયારેય બોલતા નથી. જોયું હોય, સાંભળ્યું હોય અને જાણ્યું હોય, તો પણ ઉત્તમપુરુષોની પ્રકૃતિનો મહિમા જ એવો હોય છે કે તે બોલે નહીં. બીજાને કલંક કે દોષ આવે તેવા વચનો ઉચ્ચારે નહીં. તો પછી યથાર્થપણે ન જોયેલું, ન સાંભળેલું કે ન જાણેલું વચન મહાપુરુષો (સંત-મુનિ પુરુષો) બોલે જ કેમ? તેથી પણ સર્વજ્ઞનો વિરોધ કરવો કે સર્વશની પ્રરૂપણાનો વિરોધ કરવો અર્થાત્ આર્યપુરુષોનો અપવાદ બોલવો, એ સંતપુરુષો કદાપિ કરે જ નહીં. અને જો આવું બોલે તો તે સંતપુરુષ (મહાપુરુષ) કહેવાય જ નહીં.
જો સંતપુરુષો કુદષ્ટ, કુશ્રુત અને કુશાત બોલતા નથી, તો તે મહાત્માઓ કેવું વચન બોલે છે? તે વાત હવે અન્વયથી જણાવે છે કે- (૧) નિશ્ચયવાળું. એટલે કે પોતે પોતાના જ્ઞાનથી જોઈને અથવા જાણીને બરાબર અનુભવ કર્યો હોય અને તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org