________________
૧૯૩
ગાથા : ૪૭
યોગદૃષ્ટિ સમુચ્ચય વળી આ જીવ વિચારે છે કે ચારગતિ રૂપ આ સંસાર છે. ત્યાં નરકમાં પરસ્પર કૃત, ક્ષેત્રકૃતિ અને પરમાધામીકૃત વેદનાઓ એટલી બધી છે કે શબ્દોથી જે કહી શકાતી નથી. તિર્યંચગતિમાં ભૂખ-તરસ-પરવશતા-અબોલાપણું વગેરે અપાર દુઃખો નજરે દેખાય છે. માંસાહારી લોકો અકાળે વધ કરે, ગરમાગરમ તેલમાં શેકે, કાપે, ઈત્યાદિ દુઃખો જ છે. મનુષ્યગતિમાં ઈષ્ટવિયોગ અને અનિષ્ટસંયોગનાં અપાર દુઃખો છે. તો દેવગતિમાં અપહરણલડાઇ-અને મરણનાં અપાર દુઃખો છે. એમ આ સમસ્ત સંસાર દુઃખોથી અને ભયોથી ભરપૂર છે. મારે આ સંસારનો ઉચ્છેદ કરવો એ જ ઉચિત છે. તે ઉચ્છેદ કયા કારણોથી થાય ? અને કેવી રીતે થાય ? તેના એકાગ્રચિત્તે વિચારો કરે છે- ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, આદિ ગુણોની પ્રાપ્તિથી આ સંસારનો ઉચ્છેદ થાય તેમ છે. મિથ્યાત્વાદિ દોષો કર્મ બંધાવનાર છે. જેનાથી જન્મ-મરણની પરંપરા વધે છે. અને સમ્યકત્વાદિ તથા ક્ષાત્યાદિ ગુણો જ મોહને મારનાર છે. કર્મબંધને તોડનાર છે અને જન્મ-મરણ રૂપ સંસારનો અંત કરનાર છે. હવે તે ગુણોને પ્રાપ્ત કરવા અને દોષોને દૂર કરવા શું કરવું ? કયા કયા પ્રકારે પ્રવૃત્તિ કરવાથી ગુણપ્રાપ્તિ અને દોષ-હાનિ થાય કે જેથી સંસારનો ઉચ્છેદ શકય બને! એમ વૈરાગ્યવાસિત હૃદયથી ઉત્તમ વિચારો કરે છે.
- સંતપુરુષોનું અનુકરણ કરવાનું મન થઈ જાય છે કે જેથી સંસારનો અંત આવે. પરંતુ તે સંત પુરુષોની પ્રવૃત્તિ આશ્ચર્યકારી દેખાય છે. બુદ્ધિથી સમજાતી નથી. તેથી અનુકરણ પણ કેમ કરવું ? ચૈત્યકર્માદિ (ચૈત્યવંદન વગેરે) તેઓની ધર્મક્રિયા એટલી બધી વિધિપૂર્વકની છે. કે જે આશ્ચર્યકારી છે. તેઓ પરમાત્મા પ્રત્યે, ચૈત્યવંદન, નમન, સ્તવન, આદિ વિવિધ પ્રકારો વડે જે ભક્તિ કરે છે. તે જોઈને જ દિમૂઢ થઈ જવાય છે. કેવી એકાકારતા ? કેવી તન્મયતા ? કેવી વિધિસાપેક્ષતા ? કેવો સ્વાધ્યાય! કેટલો ઉગ્ર તપ? ઉંચી કવૉલીટીની કેવી સાધુતા ? અતિશય નિઃસ્પૃહ, નિરહંકારી, આવી આ સંતોની પ્રવૃત્તિ ઘણી જ આશ્ચર્યકારી અને દિમૂઢ કરે તેવી છે. આહાર કરે છતાં અનાસક્તિ હોવાથી ભોગી ન કહેવાય પણ યોગી કહેવાય, તેઓની આવી ઉત્તમ સઘળી પ્રવૃત્તિ મારા વડે કેવી રીતે સમજી શકાય ? તેઓ બધી ધર્મક્રિયા વિધિપૂર્વક કરે છે. મારામાં ઘણી અવિધિ છે. તેથી તેમનામાં રહેલી ધર્મક્રિયા જેવી મારે કરવી છે. પરંતુ તેમનાથી અન્ય એવો જે અવિધિદોષ મારામાં છે. તેનો અપોહ(ત્યાગ) કરવાથી પરિપૂર્ણ વિધિપૂર્વક તેઓના સદશ ધર્મક્રિયા કેવી રીતે થાય ? તે સમજાતું નથી. જ્યાં તે મહંતો ? અને
ક્યાં હું? તેઓની આ ઉત્તમ ધર્મચેષ્ટા સઘળી મને સમજાતી પણ નથી. તો તેનું અનુકરણ કરી સંસારનો ઉચ્છેદ થાય એવું કેવી રીતે કરું? ઇત્યાદિ વિચારો આ દૃષ્ટિમાં આવે છે. યો. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org