________________
ગાથા : ૧૮૯ યોગદૃષ્ટિ સમુચ્ચય
૫૧૫ આ પ્રમાણે અનેક રીતે આ સંસાર જ આ જીવને મહાવ્યાધિની જેમ ભયંકર દુઃખો જ આપે છે. તેથી સંસાર એ જ મહાવ્યાધિ છે.
मुख्योऽयमात्मनोऽनादि-चित्रकर्मनिदानजः ।
तथाऽनुभवसिद्धत्वात्, सर्वप्राणभृतामिति ॥ १८९॥ ગાથાર્થ = સર્વપ્રાણીઓને તેવા પ્રકારના અનુભવ વડે સિદ્ધ એવો, અનાદિકાલીન ચિત્ર-વિચિત્ર એવા કર્મોરૂપી કારણથી ઉત્પન્ન થયેલો આ “ભવરોગ” એ જ આ આત્માનો “મુખ્યરોગ” છે. તે ૧૮૯
ટીકા - “મુક્યો” નિરુપારિતો, “માં” ભવ્યાધિ, ‘મન’ जीवस्य । किम्भूत इत्याह-"अनादिचित्रकर्मनिदानजः" द्रव्यभावभेदभिन्नकर्मबलोत्पन्न इत्यर्थः । कुत इत्याह- "तथानुभवसिद्धत्वात्" जन्माद्यनुभवेन, “સર્વગ્રાળમૃતાતિ” તિર્યપ્રકૃતીનામ છે ૨૮૨
વિવેચન - સંસારી જીવોનો “આ ભવરૂપી મહાવ્યાધિ” તે મુખ્ય વ્યાધિ છે. અર્થાત્ ઉપચાર વિનાનો નિરુપચરિત=વાસ્તવિક સાચો મહાવ્યાધિ છે.
વસ્તુ બે પ્રકારની હોય છે. (૧) વાસ્તવિક-યથાર્થ અને (૨) ઉપચરિત જેમ કે જ્યાં પાણીનો પ્રવાહ વહે છે. ત્યાં તે પાણીના વહેતા પ્રવાહને નદી કહેવી. તે વાસ્તવિક નદી છે. કારણ કે તેમાં સ્નાન, પાન, તૃષાચ્છેદ અને વસ્ત્રધોવણ આદિ જળનું સર્વકાર્ય થાય છે. અને તે જ નદીના જળશૂન્ય એવા રેતાળભાગને (કાંઠાને) શીતળતા અને પવિત્રતા હોવાથી નદી કહેવી તે ઉપચરિત નદી છે. કારણ કે ત્યાં સ્નાન-પાનાદિ જળનાં જે જે કાર્યો છે તે થતાં નથી. પરંતુ નદીનો કાંઠો હોવાથી ઉપચારે નદી કહેવાય છે.
તથા નદી-તળાવ અને સમુદ્રાદિના જળને જળ કહેવું તે વાસ્તવિક જળ છે કારણ કે જળનું કાર્ય ત્યાં થાય છે. પરંતુ ઝાંઝવાના જળને જળ કહેવું તે ઉપચરિત જળ છે. હાથી નામના પ્રાણીને હાથી માનવો તે વાસ્તવિક છે અને હાથીના પુતળાને હાથી માનવો તે ઉપચરિત છે. ઇત્યાદિ ઉદાહરણોથી સમજાય છે કે વાસ્તવિક જે જે પદાર્થો હોય છે. તે તે પદાર્થો જ યથાર્થ છે અને પોતપોતાની નિયત એવી અર્થક્રિયા કરનાર છે. જે ઉપચરિત પદાર્થો હોય છે. તે અર્થ-ક્રિયાકારી નથી. તેવી જ રીતે આ ભવ વ્યાધિ તે અનુપચરિત-વાસ્તવિક-સાચો મહારોગ છે. પરંતુ ઉપચારમાત્રથી રોગ નથી. કારણ કે રોગના જે જે વિકારો-ભ્રમ અને વેદના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org