________________
૫૧૪ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૮૮ મૃત્યુ તથા ઉપલક્ષણથી ઘડપણ, રોગ, શોક, ઇષ્ટવિરહ અને અનિષ્ટ સંયોગ આદિ અનેક પ્રકારના વિકારો થાય છે. સંસાર હોય તેને જ આ વિકારો થાય છે. તેવા તેવા વિકારોવાળા કાળે આ જીવને અસહ્ય અને અપાર દુઃખ થાય છે. આ વાત સર્વે પ્રાણીઓને સાક્ષાત્ અનુભવ ગોચર છે.
(૨) શારીરિક વ્યાધિકાળે વ્યાધિની તીવ્રતાથી બેચેની, મૂઢતા, વિવેકશૂન્યતા અને મૂછ આદિ થાય છે. તથા પીળીયાના રોગ કાળે ધોળામાં પીળાપણાનો ભ્રમ થાય છે. સન્નિપાતના રોગકાળે સત્યાસત્યનો વિવેક રહેતો નથી. તાવની તીવ્રતાના કાળે ન બોલવાનું બોલાઇ જાય છે. તેની જેમ આ સંસારમાં મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય હોવા વડે ચિત્ર, વિચિત્ર એવો મોહ (બ્રમ) થાય છે. કર્તવ્યાકર્તવ્ય, ભક્ષ્યાભઢ્ય, પયા-પેય, અને સત્યા-સત્યમાં આ જીવ યથાર્થ વિવેક ગુમાવે છે. અને ઉલટા-સુલટી રીતે પ્રવૃત્તિ કરે છે. આ બ્રમના કારણે ઝાંઝવાના જળને યથાર્થ જળ માનીને દોડતો પ્રાણી જેમ બહુ દુઃખ પામે છે. તેમ આ જીવ સંસારમાં પણ ભ્રમના કારણે દુઃખને સુખ માનીને દોડે છે તેથી ઘણું દુઃખ પામે છે.
(૩) શારીરિક રોગો શરીરમાં જેમ વેદના (પીડા) ઉત્પન્ન કરે છે. પેટમાં ચૂંક આવે, માથામાં પીડા થાય, જ્યાં પાડ્યું હોય ત્યાં તથા તેની આજુબાજુ મહાવેદના થાય. તેમ આ સંસારમાં સ્ત્રી આદિ ઈષ્ટવસ્તુઓ ઉપર રાગ અને આદિ શબ્દથી અનિષ્ટવસ્તુઓ ઉપર દ્વેષ તથા તેનાં સાધનો ઉપર પણ રાગ અને દ્વેષ, તથા તેની પ્રાપ્તિ અને અપ્રાપ્તિ માટે અનેકજાતના મનમાન્યા વિકલ્પો કરવા દ્વારા આ જીવને વેદના (માનસિક પીડા) થાય છે તેથી ખાનપાન તરફ અરુચિ, કોઇપણ કાર્યો કરવામાં હતોત્સાહ, અને અંતે આપઘાતાદિ કરવા દ્વારા પ્રાણત્યાગ જેવાં મહાભંયકર દુઃખો પામે છે.
(૪) વ્યાધિ જેમ શારીરિક રક્ત-માંસ અને વીર્ય આદિ ધાતુઓને શોષી લે છે, તેમ આ ભવ એ આત્માની અનંતી ગુણશક્તિને શોષી લે છે.
(૫) જેમ વ્યાધિ માણસને પથારીવશ કરે છે. સદાને માટે સુતેલો-પાંગળોસત્ત્વહીન કરે છે તેમ આ ભવ જીવન પર એવા પુદ્ગલ આદિ દ્રવ્યોને પરવશ કરીને સદાને માટે પરાધીન-પાંગળો કરે છે.
(૬) જેમ રોગ માણસની અસલ કાન્તિ-તેજ હણી નાંખે છે. સીકલ જ બદલી નાખે છે. તેમ આ ભવ જીવની અસલ ગુણમય કાન્તિ અને તેજને હણી નાખે છે. શુદ્ધ સીકલ જ બદલી નાખે છે. અને ભોગોની પરાધીનતાના કારણે સદાકાળ ઉદાસીન અને ચિંતાતુર બનાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org