________________
ગાથા : ૧૨૨ યોગદૃષ્ટિ સમુચ્ચય
૩૮૩ વિવેચન :- ઉપરની ગાથા ૧૨૧માં બુદ્ધિ, જ્ઞાન અને અસમ્મોહનાં લક્ષણો જણાવ્યાં છે. તે બરાબર સમજાવવા માટે આ ગાથામાં સુંદર લોકપ્રસિદ્ધ એવું એક ઉદાહરણ આપે છે.
રત્નનો બીન-અનુભવી કોઇપણ પુરુષ ઝવેરીની દુકાને અથવા રત્ન-કલાકારને ત્યાં જાય અને જ્યારે ચક્ષુરિન્દ્રિયથી પ્રથમ રત્નને દેખે ત્યારે તે રત્નની ચમક, કાન્તિ, આકાર અને ઉપર-નીચેના ઘાટોનું ચક્ષુ દ્વારા જે દર્શન થાય તે ઇન્દ્રિયાર્થાશ્રયવાળો બોધ હોવાથી તે રત્નોપતંભ=રત્નદર્શનને બુદ્ધિ કહેવાય છે. આ રત્નનું દેખવું, દેખવાથી ગમી જવું, લેવાની ઇચ્છા થવી, કિંમત પૂછવી, પૂરી જાણકારી વિના ચમક અને કાન્તિ માત્રથી લેવું. અને પહેરવું આ સર્વેમાં પંચેન્દ્રિય-જન્ય સુખનો આશય હોવાથી બુદ્ધિ કહેવાય છે. તેવી રીતે ઇન્દ્રિયોના વિષયવાળી ભાવનાપૂર્વક જે ધર્માનુષ્ઠાન કરાય છે તે બુદ્ધિસ્વરૂપ બોધ (આશય)વાળું હોવાથી સંસારફળનો હેતુ છે.
રત્નોના વિષયને સમજાવનારાં શાસ્ત્રોથી અથવા રત્નોના અનુભવી પુરુષો પાસે ૨-૩ વર્ષ રહીને તે રત્નો સંબંધી પૂરેપૂરી જાણકારી મેળવવી. આ પ્રમાણે આગમપૂર્વક (રત્નનાં શાસ્ત્ર અથવા અનુભવી પુરુષ પાસેથી મળેલા જ્ઞાનપૂર્વક) રત્નનો યથાર્થ બોધ થવો. રત્નોના વિષયનું વિશિષ્ટ જ્ઞાન થવું તે તા=રત્નજ્ઞાન. તેવી રીતે આગમ શાસ્ત્રોના અભ્યાસના આધારે ધાર્મિક અનુષ્ઠાનોની વિધિનું જ્ઞાન થવું. વિવેક જાગવો તે જ્ઞાન કહેવાય છે. આવા પ્રકારના જ્ઞાનવાળા આશયથી કરાયેલ ધર્માનુષ્ઠાન દીર્ઘકાળે મુક્તિફળ આપે છે.
તાયાદ્રિ રત્નોનો બરાબર અનુભવ મેળવ્યા પછી જે રત્નોની પ્રાપ્તિ થાય અને માહિ-શબ્દથી તે રત્નોથી વીંટી, હાર, કુંડલ આદિ અલંકારો બનાવવા. તે અલ્પકાળમાં જ શરીરને શોભાવવા રૂપ અથવા તજન્ય આનંદ રૂપ સુખને આપનાર છે. તેવી જ રીતે આગમના જ્ઞાનપૂર્વક સદનુષ્ઠાન આચરવું તે અલ્પકાળમાં જ મુક્તિ ફળ આપનાર છે. આ પ્રમાણે રત્નોપતંભ (રત્નદર્શન), રત્નજ્ઞાન અને રત્નની પ્રાપ્તિની સમાન અનુક્રમે બુદ્ધિપૂર્વક, જ્ઞાનપૂર્વક અને અસમ્મોહપૂર્વક અનુષ્ઠાન જાણવું. બુદ્ધિ, જ્ઞાન અને અસમ્મોહને સમજાવવામાં આ ઉદાહરણ એ સુંદર ઉદાહરણ જાણવું.
પ્રશ્નઃ- આ ઉદાહરણને સુંદર ઉદાહરણ કેમ કહ્યું છે ?
ઉત્તર - બુદ્ધિ, જ્ઞાન અને અસમ્મોહ આ ત્રણનું સ્વરૂપ જે સમજાવવું છે. તેની સિદ્ધિ માટે આ ઉદાહરણ બરાબર છે. આ ઉદાહરણ આ સ્વરૂપ સમજાવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org