________________
૨૬૬
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૭૩
વિના પોતાના ક્ષયોપશમને અનુસાર વસ્તુસ્થિતિ સ્વરૂપે જે જાણવું તેને વેદ્યસંવેદ્યપદ કહેવાય છે. સમ્યગ્દર્શનના પ્રતાપે પરમાત્માના વચનો ઉપર પરિપૂર્ણ શ્રદ્ધા હોવાના કારણે આ ભાવયોગી આત્માઓ મનમાન્યા મિથ્યા વિકલ્પો દોડાવતા નથી.
પ્રશ્ન :- સ્ત્રી આદિ ભોગ્યભાવો નરકાદિનું કારણ છે અને દાન-પુણ્યાદિ ભાવો સ્વર્ગાદિનું કારણ છે. એવું સંવેદન ભાવયોગી માત્રને થાય છે. તેવા સંવેદનનું ફળ તેઓમાં શું આવે ? આવા જ્ઞાનનું ફળ શું?
ઉત્તર :- તથા પ્રવૃત્તિવૃદ્ધિયાપક સામાન્યથી જેમ કોઈપણ માણસને સર્પ એ પ્રાણઘાતક છે અને વિષ એ મારક છે એવું જ્ઞાન એકદમ નાની બાલ્યાવસ્થા ઓળંગ્યા પછી જ્યારે થાય છે. ત્યારે પ્રાણઘાતકતા અને મારકતાના જ્ઞાનથી તેમાં પ્રવૃત્તિ ન કરવી જોઈએ એવા પ્રકારની અપ્રવૃત્તિની બુદ્ધિવડે તેનું સંવેદન કરે છે. તેવી જ રીતે એકદમ નાની બાલ્યાવસ્થા સ્વરૂપ મિથ્યાવસ્થા ઓળંગ્યા પછી સમ્યગ્દર્શનના પ્રતાપે હેયમાં હેયબુદ્ધિ અને ઉપાદેયમાં ઉપાદેયબુદ્ધિ આવવાથી “સ્ત્રી આદિના ભોગમાં પ્રવૃત્તિ ના કરાય” તે નરકાદિ અપાયનું કારણ છે એવું જ્ઞાન થાય છે. “તદુપાવાનત્યાગાશયાત્મિય'' તેથી ભૂતકાળમાં સ્ત્રી-ધન આદિ જે જે ભોગ્ય વસ્તુઓનું ઉપાદાન (ગ્રહણ) કર્યું છે. સુખનું સાધન છે એમ માનીને સ્વીકાર્યું છે. તેનો મારે હવે ત્યાગ જ કરવો જોઇએ, એવા આશયવાળી બુદ્ધિ દ્વારા આ સર્વે ભોગો અપ્રવૃત્તિ કરવા યોગ્ય છે. આવા પ્રકારની અપ્રવૃત્તિપણાની જે બુદ્ધિ થાય છે તે ઉપરોક્ત સંવેદનનું ફળ આ જીવોમાં આવે છે.
અહીં પ્રવૃત્તિવૃદ્ધયાપકપદમાં જે મfપ શબ્દ છે. તેનો અર્થ એમ સમજાય છે કે સ્ત્રી આદિ વેદ્ય વસ્તુઓ અપાયનિબંધન છે. એટલું સંવેદન જ માત્ર થાય છે. એમ નહીં પરંતુ તેમાં અપ્રવૃત્તિ પણ કરવા જેવી છે. તેમ પણ સંવેદન થાય છે. “સર્પ એ પ્રાણઘાતક છે” એટલું જ્ઞાનમાત્ર જ જો થાય અને ત્યાં અપ્રવૃત્તિ પણ કરવા જેવી છે એવી બુદ્ધિ જો ન થાય તો તે જ્ઞાનનો કોઈ અર્થ નથી. તેથી આ ભોગ્યભાવો દુઃખનું કારણ છે. એવું સંવેદન જેમ થાય છે, તેમ તેમાં અપ્રવૃત્તિ પણ કરવી જોઈએ એવું સંવેદન પણ તેની સાથે જ થાય છે. એવો ખિ નો અર્થ કરવો સંગત લાગે છે. હેયને હેયપણે જેમ જાણે છે. તેમ જે જે હેયભાવોનો ભૂતકાળમાં સુખનું સાધન માનીને સ્વીકાર કર્યો હોય તેનો ત્યાગ કરવાની એટલે કે તેમાં અપ્રવૃત્તિ કરવાની બુદ્ધિ પણ થાય છે તેથી જ્ઞાન અને આચરણા આચરવાની બુદ્ધિ એમ બન્ને આ ભાવયોગીને થાય છે. એવી જ રીતે દાન-પુણ્યાદિ સ્વર્ગાદિનું કારણ છે. એમ જેમ જણાય છે. તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org