________________
ગાથા : ૧૩૪ યોગદૃષ્ટિ સમુચ્ચય
૪૧૧ છે. અન્યથા તેઓની સર્વજ્ઞતાનો વિરોધ આવે. તેથી તેઓ આત્માના બન્ને સ્વરૂપ જાણતા હોવા છતાં પણ શિષ્યવર્ગનો જે બાજુ વધારે ઝોક હોય છે તેઓને ઉભય સ્વરૂપ સમજાવીને લાઈનમાં લાવવા માટે સામેની બાજુની બીજી લાઈન બતાવનારી દેશના આપે છે. આ પ્રમાણે વિધાનપુત =તેવા પ્રકારના શિષ્યોના કલ્યાણની અનુકૂળતાના અનુસાર તેઓ આવી આવી ભિન્ન-ભિન્ન પ્રકારની દેશના આપે છે આ વાત ઉદાહરણ સાથે સમજાવે છે.
Iનાત્તાપામીમધત્ય સંસારમાં પ્રત્યેક પદાર્થો બે ભાવવાળા છે. દ્રવ્યાંશ અને પર્યાયાંશ. મૂળભૂત પદાર્થ તે દ્રવ્યાંશ. અને તેનું પ્રતિસમયે બદલાવાપણું તે પર્યાયાંશ. જેમ કે, સુવર્ણમાં થતા કડુ, કુંડલ, કેયૂર, અને કંકણ આદિ ભાવો તે પર્યાયાંશ અને સુવર્ણપણે તે દ્રવ્યાંશ. આમ બન્ને અંશ અંદર હોવા છતાં પોતપોતાના (મિથ્યાત્વ) મોહ આદિ દોષોના કારણે તેવા તેવા જીવોને આ બેમાંના કોઇપણ એક અંશ ઉપર ઝોક વધુ હોય છે. તેથી વસ્તુમાં દ્રવ્યાંશ અને પર્યાયાંશ એમ બે અંશ હોવા છતાં તેવા જીવોને વસ્તુનું એક અંશવાળું જ સ્વરૂપ જણાય છે. બીજી બાજુનું સ્વરૂપ તુચ્છ અસાર લાગે છે. તેથી તે બીજી બાજુનું સ્વરૂપ તેઓને સમજાવવા માટે સર્વજ્ઞ એવા કપિલની દેશના આત્મા નિત્ય જ છે એવી અને બુદ્ધ આદિની દેશના આત્મા અનિત્ય જ છે. એવી વસ્તુના બીજી બાજુના એકાંશને સમજાવનારી કહેલી છે.
(૧) જેમ કે-જે કેટલાક શિષ્યોના હૃદયમાં આત્મા આદિ પદાર્થો અનિત્ય જ છે એમ બેઠેલું છે. તેઓ આત્મા આદિ સર્વ પદાર્થો નાન્તર કાળાન્તરે એટલે કે બીજા જ ક્ષણે મપાયે નાશ પામનાર છે. સુકૃત કરીશું તો પણ સમયાન્તરે નાશ પામનાર છે. અને પાપ કરીશું તો પણ સમયાન્તરે નાશ જ પામશે. મૂલ આત્મદ્રવ્ય પણ સમયાન્તરે અપાય (નાશ) જ પામનાર છે. સર્વે વસ્તુઓ સમયાન્તરે અપાય (નાશ)વાળી જ છે. અમે જે સુકૃત (પુણ્ય અથવા ધર્મ) કરીશું તે પણ સમયાન્તરે નાશ જ પામનાર છે. તો તેવું સમયાન્તરે નાશ જ પામનારૂં સુકૃત કરીને શું લાભ? એમ સમજે છે. તેથી “શું કરવું” ? એમ મ=ભયભીત બનેલા જીવોને ધિર્યઆશ્રયી ૩૫ની તપાસમયાન્તરે સમયાન્તરે થતા પર્યાયો ગૌણ કરાયા છે જે દેશનામાં એવી દેશના તથા દ્રવ્યપ્રધાન દ્રવ્યતત્ત્વ (નિત્યાંશ) છે પ્રધાન જેમાં એવી “આત્મા નિત્ય છે.” ઇત્યાદિ રૂપ નિત્યદેશના કપિલાદિ કેટલાક સર્વજ્ઞોની છે.
(૨) તથા જે જીવો મોબસ્થાવતઃ તુકભોગોની જ આસ્થા (આસક્તિ-રુચિ)વાળા છે, ભોગોથી જ હું સદા સુખી છું અને મારા આ ભોગો મને સદા સુખી રાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org