________________
૪૦૪
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૩૦-૧૩૧
હોય છે. માટી અને દંડ. અહીં માટીમાં ઘટ બનવાની અને દંડમાં ઘટ બનાવવાની યોગ્યતા રહેલી છે. તો જ ઘટકાર્ય થાય છે. મુક્તિગત આત્મામાં અલ્પ પણ વિકાર ન થાય તેવી અવિકારભાવની યોગ્યતા છે. એમ ઉપાદાન અને નિમિત્ત વડે અલ્પ પણ વિકાર ન થાય તેવી અવિકારીભાવવાળી અવસ્થાનું અધિકારપણું હોવાથી તેઓની ધ્રુવસ્થિર અવસ્થા છે. સર્વકાલ સુધી એટલે કે અનંત કાલ સુધી તેવાને તેવા જ રહેવાના હેવાથી તથાતા કહેવાય છે. ૧
રૂ આ ધ્રુવ અવસ્થા વિસંવાભિ-પ્રકૃતિ અને તજજન્ય એવા સર્વ વિકારોના વિયોગાત્મક છે. તેઓને પ્રકૃતિના કોઈ વિકારો હોતા નથી. તથા આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક એમ ત્રણ પ્રકારના દુઃખોથી વર્જિત આ અવસ્થા છે. અત્યન્ત પર ભૂતટિ =જીવની સૌથી ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ અવસ્થા સ્વરૂપ છે. અને મૂતાર્થપાયથાર્થ ફળને આપનારી આ અવસ્થા છે.
' આ પ્રમાણે સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા અને તથાતા વગેરે ભિન્ન-ભિન્ન શબ્દો વડે તે નિર્વાણપદ વાચ્ય બને છે. કારણ કે ઉપર કહેલી નીતિ પ્રમાણે અન્વર્થનો યોગ તેમાં સંભવે છે તેથી નિર્વાણ એક હોવા છતાં પણ આવા આવા બીજા અનેક શબ્દોથી ઉદ્ઘોષિત થઈ શકે છે.
વમવિધિ = પદમાં જે આદિ શબ્દ છે તેનાથી આ ચાર નામો જે મૂળ ગાથામાં કહ્યાં છે તેવાં બીજો નામો પણ છે જે દર્શનાન્તરોમાં પ્રસિદ્ધ હોય તે જાણી લેવાં.
- ભૂત-પ્રેત, પિશાચ આદિ દેવો તરફથી જે દુઃખ તે આધિદૈવિક. સર્પ, સિંહ, ચોર, લુંટારા આદિ સંબંધી અને શારીરિક રોગો સંબંધી જે દુઃખ તે આધિભૌતિક. અને માનસિક ઉપાધિઓ સ્વરૂપ જે દુઃખ તે આધ્યાત્મિક દુઃખ. એમ દુઃખના ત્રણ પ્રકાર સમજવા. // ૧૩૦ થશમેત્રેત્યાદિ- નામભેદ હોવા છતાં નિર્વાણ એક જ છે એમ કેમ ?
तल्लक्षणाविसंवादान्निराबाधमनामयम् ।
निष्क्रियं च परं तत्त्वं, यतो जन्माद्ययोगतः ॥ १३१॥ ગાથાર્થ = ઉપરોક્ત સર્વેમાં નિર્વાણના લક્ષણનો વિસંવાદ ન હોવાથી નિરાબાધ છે, અનામય છે, નિષ્ક્રિય છે અને પરતત્ત્વસ્વરૂપ છે. કારણ કે ત્યાં જન્માદિનો અભાવ છે. | ૧૩૧ | ટા ! “ તક્ષmવિસંવાિિત્ત”
નિનક્ષવિસંવાલાન્ ! નખેવાદનિરાશાય'' નિતમીવાથથ્ય, “મનામ'' વિદ્યમાનકવ્યમાવો” ! “જિર્ચિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org