________________
ગાથા : ૪૩ યોગદૃષ્ટિ સમુચ્ચય
૧૮૫ બિન્દુ તુલ્ય છે. મારી પાસે જે કંઇ છે તે સર્વે સમુદિત કરીએ તો પણ તેમના ઉપકારથી હેઠે છે. નીચે છે. એમ જાણતો પોતાનું જીવન યોગીઓની સેવામાં બહુમાનપૂર્વક ઓતપ્રોત કરે છે. શાસ્ત્રમાં જ કહ્યું છે કે
સમકિત દાયક ગુરુતણો, પચ્ચેવયાર ન થાય | ભવ કોડાકોડે કરી, કરતાં સર્વ ઉપાય પુરા
(સમ્ય. સઝાય પૂ. ઉ ય. મ.) આવા પ્રકારનો મુમુક્ષુ જીવમાં આવેલો સેવા-ભક્તિ કરવારૂપ ઉપચાર કેવો હોય છે, તેનાં આ ગાથામાં ચાર વિશેષણો છે. તે આ પ્રમાણે છે
(૧) યથાવિત્ત-પોતાની શક્તિને અનુસાર સેવા-ભક્તિ-વૈયાવચ્ચ કરે. જો શક્તિનું ઉલ્લંઘન કરીને પ્રવર્તે તો પાછળ આર્ત-રીદ્રધ્યાન થાય, કુટુંબમાં કુલેશ અને અપ્રીતિ થાય, આર્થિક સ્થિતિ નબળી પડતાં બીજી પણ અનેક વ્યાધિઓ આવે, સમાજમાં માનપ્રતિષ્ઠા ગુમાવતાં ધર્મની પણ નિંદા થાય, માટે શક્તિનું ઉલ્લંઘન કરવું નહીં. જો શક્તિ છુપાવે તો પણ ધર્મ-ધર્મીની નિંદા થાય, ધનાદિની મમતા-મૂર્છા વધે. સમાજમાં પણ અવહેલના થાય તેથી પોતાની શક્તિને છુપાવ્યા વિના અને ઉલ્લંઘન કર્યા વિના વર્ષોલ્લાસ વધે તે રીતે પૂરેપૂરા હૈયાના ભાવથી ઉપકારી યોગીજનોની સેવા-વૈયાવચ્ચ કરે.
(૨) યોગવૃદ્ધિપત્તપ્રદ = યોગીજનોની સેવા-ભક્તિ એવા ઉત્તમ ભાવથી કરે કે જેથી સેવા ભક્તિ કરનાર એવા તે મુમુક્ષુ આત્મામાં દિન-પ્રતિદિન યોગમાર્ગની વૃદ્ધિ જ થાય, મારા આત્મામાં પણ આવો યોગમાર્ગ ક્યારે પ્રગટે! અને કેમ પ્રગટે ! એવી ભાવના ભાવતો વિનય અને બહુમાનપૂર્વક સેવાભક્તિ કરે. નિઃસ્વાર્થી એવા આ યોગી મહાત્માઓ મને સેવા કરવાનો લાભ આપી અનંતગુણા ફળને આપનારા યોગમાર્ગનું મારામાં પ્રદાન કરનારા છે. યોગ્યભૂમિમાં વાવેલું બીજ જેમ અનેકગણા ધાન્યને નીપજાવે છે. તેમ યોગ્ય સ્થાને કરાયેલી સેવા અનેક ગુણા ફળને આપનારી છે. એવા સમ્યક્ પરિણામપૂર્વક સેવાભક્તિ કરે છે.
(3) યોનિનાં નિયમ િયોગિજનોને નિયમાં સાનુકૂળ પડે તે રીતે સેવા કરે છે. નાન્યથા-ઉલટી, ઉંધી, કે તેઓને પ્રતિકૂળતા ઉભી થાય તેવી સેવા ન કરે. કારણકે અન્યથા કરાયેલી સેવા તેઓના સંયમમાર્ગ-અને યોગમાર્ગના વિઘાતનો હેતુ બને, જેમકેભાવનાના આવેશથી અધિક આહાર આપે તો તે ઉચિત નથી કારણ કે પ્રાપ્ત થયેલા તે અધિક આહારનું જો યોગી સેવન કરે તો અજીર્ણાદિ રોગો થવાથી સંયમ અને યોગમાર્ગનો વિનાશ થાય, અને જો એ આહાર પરઠવે તો જીવહિંસાદિ દોષો લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org